જ્યોતિષિએ ભાખ્યું ભવિષ્ય: 'હાર્દિકની કુંડળીમાં ફરી શરૂ થયો રાજકીય પ્રગતિનો યોગ, યોગ્ય નિર્ણય લેશે તો આસમાને ચમકશે'

જ્યોતિષી ચેતન પટેલે કહ્યું કે હવે ૨૯ એપ્રિલ બાદ કુંભ રાશિનો થતાં ફરી શનિ કુંડલીના કેન્દ્ર ભાવમાં આવી ગયો છે અને યોગાનુયોગ તેના જન્મના શનિ ઉપરથી પસાર થાય છે. સાથે જ જન્મના કર્ક રાશિના સત્તા કારક સૂર્યથી દ્રષ્ટિ હટાવે છે જે પણ સત્તાના વિઘ્નો દૂર થયાનો સંદેશો આપે છે. 

જ્યોતિષિએ ભાખ્યું ભવિષ્ય: 'હાર્દિકની કુંડળીમાં ફરી શરૂ થયો રાજકીય પ્રગતિનો યોગ, યોગ્ય નિર્ણય લેશે તો આસમાને ચમકશે'

આશ્કા જાની, અમદાવાદ: હાર્દિક પટેલે સત્તાવાર રીતે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. અચાનક રાજકીય ખળભળાટ શરૂ થઈ ગયો છે લોકો વિચાર કરી રહ્યા છે હવે તે નું શું થશે તેનુ રાજ્કીય ભવિષ્ય કેવું રહેશે? હાર્દિક પટેલ કયા પક્ષમાં જશે? શું તેનું રાજકારણ પૂરું થશે ? આવા અનેક સવાલો લોકોના મનમાં આવે છે.

આવા અનેક સવાલોના જવાબ તેની જન્મકુંડળી અને ગોચરના ગ્રહો આપી રહ્યા છે. આઝાદ ભારતની વૃષભ લગ્ન કુંડળીમાં શનિ યોગ કરતા બનતો હોય છે તે સિદ્ધાંત મૂજબ અહી જો રાજકીય સફળતા મેળવવી હોય તો શનિ પોઝિટિવ બને ત્યારે અને જેનો શનિ બળવાન હોય તેને જ સફળતા મળે છે.

તે ન્યાયે હાર્દિક પટેલની સિંહ લગ્નની કુંડળી અનુસાર જ્યારે પણ ગોચરનો શનિ તેની કુંડળીના કેન્દ્ર ભાવમાં આવે ત્યારે તેના માટે રાજકીય રીતે ઉત્તમ સમય ગણાય તે અનુસાર પાટીદાર આંદોલન વખતે ૨૦૧૫ માં તેનો રાજ્કીય સિતારો તે જ હતો. તેથી તેની સમગ્ર રાજ્ય અને દેશમાં બોલબાલા હતી. વૃશ્ચિક રાશિના શનિ ભ્રમણના અઢી વર્ષમાં તેનું નામ રાજ્કીય ક્ષેત્રે ઘણું વધ્યું હતું સાથે તેનું રાજકીય કદ પણ વધ્યું હતું. પરંતુ ત્યારબાદના સમયમાં ગોચરનો શનિ તેના માટે પોઝિટિવ ન હતો જેથી આપણે જોયું છે કે તેની રાજકિય કારકિર્દીમાં કંઈ ખાસ તેણે પામ્યું નથી.

આ અંગે વધુ માહિતી આપતા જાણીતા જ્યોતિષી ચેતન પટેલે કહ્યું કે હવે ૨૯ એપ્રિલ બાદ કુંભ રાશિનો થતાં ફરી શનિ કુંડલીના કેન્દ્ર ભાવમાં આવી ગયો છે અને યોગાનુયોગ તેના જન્મના શનિ ઉપરથી પસાર થાય છે. સાથે જ જન્મના કર્ક રાશિના સત્તા કારક સૂર્યથી દ્રષ્ટિ હટાવે છે જે પણ સત્તાના વિઘ્નો દૂર થયાનો સંદેશો આપે છે. આ શનિ સિંહ લગ્નના કેન્દ્ર ભાવમાં આવે છે જે ચોક્કસ બતાવે છે કે આવતા અઢી વર્ષ તેના માટે રાજકીય રીતે પોઝિટિવ રહેવાના છે. ભલે આજ શનિથી તેને અઢી વર્ષની નાની પનોતી રૂપાના પાયે શરૂ થઇ છે તે તેને માનસિક ચિંતા બેચેની આપશે. પરંતુ કાર્ય ક્ષેત્રમાં પ્રગતિ કરાવશે અને અઢી વર્ષમાં ઘણી પ્રગતિ કરાવશે.

આવનારા અઢી વર્ષના ભવિષ્યમાં તે ચૂંટણી લડી શકે છે જીતી પણ શકે છે અને ફરી રાજકીય ક્ષેત્રે પોતાની યસ નામ પ્રતિષ્ઠા એકઠી કરી શકે છે. અગાઉ ૨૦૧૫ માં પણ તેનો રાજકીય સિતારો તે જે થયો હતો તેના કારણે છે ગુજરાત અને દેશના રાજકારણમાં ચમકી ગયો હતો. પરંતુ તે આ સમયે તેણે કરેલા ખોટા નિર્ણયોને કારણે તેની પ્રગતિ રોકાઈ ગઈ હતી તેની કુંડળીનો ગુરુ એવું દર્શાવી રહ્યો છે કે હજુ સુધી તેને કોઈ શ્રેષ્ઠ રાજકીય ગુરુ મળ્યા નથી. જેથી તેના નિર્ણય આ પ્રકારે ખોટા પડી રહ્યા છે. રાજકારણમાં નિર્ણય ખોટા પડે ત્યારે કારકિર્દી રોકાઈ જાય છે આસમાને આવેલું નામ પણ જમીન પર આવી જાય છે. હવે તેણે યોગ્ય ગુરુ શોધવા રહ્યા યોગ્ય નિર્ણય કરવા રહ્યા સમય તેના માટે શ્રેષ્ઠ શરૂ થઈ ચૂક્યો છે. યોગ્ય નિર્ણય લેશે તો ફરી આસમાને ચમકી જશે.

સાથે આ અઢી વર્ષમાં જેની સામે ચાલતા કોર્ટ કેસ કે કાર્યવાહીઓ મા પણ ઘણી જગ્યાએ તેનો છુટકારો થઇ શકે છે ઘણા કેસો ના બંધનોમાંથી તે મુક્ત થઈ શકે છે. લોકો તેની રાજકીય કારકિર્દી પતી ગયાનું કહે છે પરંતુ ના તેની કુંડળીમાં સ્વગૃહી બળવાન બની બેઠેલો કુંભનો શનિ શશક નામનો પંચમહાપુરુષ યોગ રચે છે. જેથી તેની કારકિર્દી આટલી જલ્દી પતે તેમ નથી હજુ પણ ઉંમરના ઘણા લાંબા સમય સુધી રાજકારણમાં રહેશે. જ્યારે જ્યારે ગોચરનો શનિ કેન્દ્રમાં આવશે ત્યારે ત્યારે તેને સફળતા અને સિદ્ધિઓ મળશે. રાજકારણમાં કહેવાય છે કે દરેક નો સમય આવે છે આવો જ સમય હાર્દિક પટેલનો હવે ફરી આવ્યો છે. જોવાનું રહ્યું કે કેટલું તે આ સમયનો લાભ લઇ રાજકીય ક્ષેત્રે પ્રગતિ કરી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news