ફાયર હેરકટની ફેશન પડી ભારે, યુવાનનું માથું સળગ્યું અને વાયરલ થઈ ગયો વીડિયો

બદલાતા સમયની સાથે ફેશન અને ફેશનના ટ્રેન્ડ્સ પણ સતત બદલાઈ રહ્યાં છે. કપડા હોય કે કોસ્મેટિક્સ હેરકટ હોય કે મેકઅપ દરેકમાં અત્યારે જૂનુ ઢબને બદલે નવી પદ્ધતિનો ઉપયોગ થવા લાગ્યો છે. જોકે, કેટલીકવાર નવી ફેશનના નવા ટ્રેન્ડ તમને મુશ્કેલીમાં મુકી શકે છે. વલસાડ જિલ્લાના વાપીમાં રહેતાં એક યુવાન સાથે પણ કંઈક આવું બન્યું.

ફાયર હેરકટની ફેશન પડી ભારે, યુવાનનું માથું સળગ્યું અને વાયરલ થઈ ગયો વીડિયો

નિલેશ જોશી, વાપી: બદલાતા સમયની સાથે ફેશન અને ફેશનના ટ્રેન્ડ્સ પણ સતત બદલાઈ રહ્યાં છે. કપડા હોય કે કોસ્મેટિક્સ હેરકટ હોય કે મેકઅપ દરેકમાં અત્યારે જૂનુ ઢબને બદલે નવી પદ્ધતિનો ઉપયોગ થવા લાગ્યો છે. જોકે, કેટલીકવાર નવી ફેશનના નવા ટ્રેન્ડ તમને મુશ્કેલીમાં મુકી શકે છે. વલસાડ જિલ્લાના વાપીમાં રહેતાં એક યુવાન સાથે પણ કંઈક આવું બન્યું.

વલસાડ જિલ્લાના વાપીમાં રહેતાં યુવાનને વીડિયો બનાવવાનો અને સોશિયલ મીડિયામાં ઈસ્ટાગ્રામમાં રિલ મુકવાનો ખુબ શોખ હતો. આ એક સામાન્ય બાબત છે આજકાલ દરેક યુવાનને આ શોખ હોય છે. જોકે, આ શોખને પુરો કરવા માટે તેણે ખતરો ઉઠાવવાનું શરૂ કર્યું. યુવાને નોર્મલ હેરકટના બદલે ફાયર હેરકટ કરાવવાનું નક્કી કર્યું. જોકે, યુવાનને આ શોખ ભારે પડ્યો.

 

નવી વર્ષની શરૂઆતમાં જ વલસાડના એક યુવાન સાથે આવી વિચિત્ર ઘટના બની. વલસાડ જિલ્લાના વાપીમાં આવેલાં સુલપડમાં આ ઘટના સામે આવી.વાળ કાપવા સલૂન ગયેલાં યુવાને અખતરો કરતા તેની હાલત બગડી. કાતરથી વાળ કાપવાના ને બદલે કેમિકલથી સળગાવી વાળ કાપતા દુર્ઘટના બની. નવી સ્ટાઇલથી વાળ કાપવાની અને હેરકટ કરાવવાની હોંશિયાર યુવાનને ભારે પડી. આ સમગ્ર ઘટના મોબાઈલમાં કેદ થઈ ગઈ. જોત જોતામાં આગ એટલી પ્રસરી ગઈ કે, આ આગથી યુવક ગળાના ભાગ સુધી દાઝયો છે. કોઈપણ જાતની મહારત વિના અખતરા કરતા આ દુર્ઘટના બની હતી. ઘાયલ યુવાનને હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news