ભોપાલમાં ક્લોરીન ગેસ લીક થતા અનેક લોકો બેભાન થયા, અફરાતફરી મચી
મધ્ય પ્રદેશમાં ફરીથી એકવાર ગેસલીક કાંડ જોવા મળી રહ્યો છે. બુધવારે મોડી રાતે એક ટેંકમાંથી ક્લોરીન ગેસ લીક થયો. જેના કારણે અનેક લોકો બેભાન થઈ ગયા. અનેક લોકોએ આંખોમાં બળતરા અને શ્વાસમાં તકલીફની ફરિયાદ કરી. મામલો સામે આવ્યા બાદ પ્રશાસન હરકતમાં આવ્યું અને મેડિકલ ટીમ ઘટનાસ્થળે પહોંચી.
Trending Photos
ભોપાલ: મધ્ય પ્રદેશમાં ફરીથી એકવાર ગેસલીક કાંડ જોવા મળી રહ્યો છે. બુધવારે મોડી રાતે એક ટેંકમાંથી ક્લોરીન ગેસ લીક થયો. જેના કારણે અનેક લોકો બેભાન થઈ ગયા. અનેક લોકોએ આંખોમાં બળતરા અને શ્વાસમાં તકલીફની ફરિયાદ કરી. મામલો સામે આવ્યા બાદ પ્રશાસન હરકતમાં આવ્યું અને મેડિકલ ટીમ ઘટનાસ્થળે પહોંચી.
કઈ રીતે ઘટી ઘટના
એવું કહેવાય છે કે વિસ્તારમાં એક વોટર ટ્રિટમેન્ટ પ્લાન્ટ છે. જેમાં ક્લોરીન ગેસ સિલિન્ડરની નોઝર ખરાબ હોવાના કારણે આ દુર્ઘટના ઘટી. 900 કિલોગ્રામના સિલિન્ડરમાં પાણી નાખવામાં આવ્યું જેથી કરીને હવામાં ઝેરી ગેસ લીક ન થાય.
પાંચ લોકો દાખલ
અધિકૃત જાણકારી મુજબ ઓછામાં ઓછા ચારથી પાંચ લોકોને હમીદિયા હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ઘટના ભોપાલના ઈદગાહ વિસ્તારમાં આવેલી મધર ઈન્ડિયા કોલોનીની છે.
સ્થિતિની સમીક્ષા કરવા માટે ઘટનાસ્થળે પહોંચેલા કલેક્ટર અવિનાશ લાવાનિયાએ જણાવ્યું કે ટેંકથી ક્લોરીન ગેસ નીકળતા લોકો ગભરાઈ ગયા અને તેઓ પોતાના ઘરમાંથી બહાર દોડી ગયા. તેમણે કહ્યું કે, પાણીમાં ક્લોરીન વધુ પ્રમાણમાં હોવાના કારણે આ સમસ્યા થઈ, જો કે સ્થિતિને નિયંત્રણમાં લેવાઈ. નગર નિગમના અધિકારીઓએ પાણીમાં ક્લોરીનના સ્તરને ઓછું કરવાનું શરૂ કરી દીધુ છે. પાણી ઓવરફ્લો થઈ ગયું અને તેનાથી લોકોને ચળ અને શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યાઓ ઊભી થઈ. ચાર પાંચ લોકોને હમીદિયા હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
ચિકિત્સા મંત્રી પણ પહોંચ્યા
ચિકિત્સા શિક્ષણ મંત્રી વિશ્વાસ સારંગે પણ ઘટનાસ્થળની મુલાકાત લીધી અને ત્યારબાદ તેમણે હોસ્પિટલમાં દાખલ લોકો સાથે પણ મુલાકાત કરી. સારંગે હમીદિયા હોસ્પિટલમાં કહ્યું કે સ્થિતિ હાલ નિયંત્રણમાં છે અને લોકોએ ગભરાવવું જોઈએ નહીં. કોઈ પણ વ્યક્તિની આંખોમાં બળતરા કે શ્વાસ લેવામાં સમસ્યા અંગે ફરિયાદ માટે મેડિકલ ટીમોને તૈનાત કરવામાં આવી છે. અમે આ સ્તરે બીજુ કઈ પણ કહેવામાં અસમર્થ છીએ. આ સમસ્યા કેવી રીતે સર્જાઈ તે જાણવા માટે મામલાની તપાસ કરવામાં આવશે.
આ વીડિયો પણ ખાસ જુઓ...
પહેલા પણ થયો હતો ગેસ લીક કાંડ
બુધવારે ઘટેલી આ ઘટનાએ દહેશત પેદા કરી દીધી. કારણ કે ભોપાલના લોકોએ 1984માં પણ આ સ્થિતિ જોઈ હતી. જ્યારે હાનિકારક ગેસ લીકના કારણે અનેક લોકોના જીવ ગયા હતા. 1984માં 2-3 ડિસેમ્બરની મધરાતે ભોપાલમાં એક યુનિયન કાર્બાઈડ કારખાનામાંથી ગેસ લીક થયો. આ અકસ્માતને દુનિયાની સૌથી મોટી રાસાયણિક આફત તરીકે જાણવામાં આવે છે.
કેટલો ઘાતક ક્લોરીન ગેસ
ચીફ મેડિકલ હેલ્થ ઓફિસર ડોક્ટર પ્રભાકર તિવારીએ કહ્યું કે ક્લોરીન જીવલેણ ગેસ નથી અને તેમણે લોકોને ન ગભરાવવાની પણ સલાહ આપી. તેમણે કહ્યું કે ક્લોરીનના કારણે વોર્નિંગ સેન્સેશન, શ્વાસ લેવામાં તકલીફ અને આંખોમાં બળતરા જેવી સમસ્યા સામે આવે છે. લોકોએ તેનાથી ગભરાવવાની જરૂર નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે