હેકર્સની ધમકી! પરીક્ષા યોજાશે તો સેંકડો વિદ્યાર્થીનીઓની બિભત્સ તસ્વીરો થઇ જશે વાયરલ

હેકર્સની ધમકી! પરીક્ષા યોજાશે તો સેંકડો વિદ્યાર્થીનીઓની બિભત્સ તસ્વીરો થઇ જશે વાયરલ

* સ્કૂલમાં અર્ધ વાર્ષિક પરીક્ષા રદ્દ કરવા ધમકી ભર્યો ઇ મેઈલ મળ્યો
* સ્કૂલના એકેડેમિક હેડ મોનિકા નંદા પર કર્યો ઇ મેઈલ
* 9 સપ્ટેમ્બરના રોજ પરીક્ષા રદ્દ કરવા પહેલો ઇ મેઈલ કર્યો
* આખરે વાલીઓ ના દબાણ બાદ 20 દિવસ પછી ફરિયાદ નોંધાઈ
* બાદ માં વધુ એક ઇ મેઈલ માં 6 વિદ્યાર્થીની નામ સાથે ઇ મેઇલમાં ધમકી આપી
* પરીક્ષા રદ્દ નહિ કરો તો સ્કૂલની વિદ્યાર્થીનીઓના બીભત્સ ફોટો વાયરલ કરી દઈશ
* આમ 5 થી વધુ ઇ મેઈલ કરીને ધમકી આપતા પરીક્ષા રદ્દ કરવામાં આવી

ઉદય રંજન/અમદાવાદ : આનંદ નિકેતન સ્કૂલમાં પરીક્ષા રદ્દ કરવા ધમકી ભર્યો ઈમેલ મળ્યો. જેમાં સ્કૂલ તરફથી પરીક્ષા લેવામાં આવશે તો સ્કૂલની વિદ્યાર્થીઓના ફોટા મોર્ફ કરી બીભત્સ બનાવી વાઇરલ કરી દઇશું. સાથે જ ઈમેલ નો સ્ક્રીન શોટ પણ પોસ્ટ કરી વાયરલ કરી દઇશું. જેથી તમે હાસ્યાસ્પદ સાબિત થશો..જો કે ધમકી ભર્યો ઈમેલ આવ્યા 20 દિવસ બાદ સ્કૂલ સંચાલકો સાઇબર ક્રાઇમમાં ગુનો નોંધ્યો.

સેટેલાઇટ વિસ્તારમાં આવેલ આનંદ નિકેતન સ્કૂલના પ્રિન્સીપાલ બીનું થોમસે સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી છે. કોરોના કારણે ઓનલાઇન ટિચિંગ આપવામાં આવે છે. ગત 20મી ઓગસ્ટે વિદ્યાર્થીઓના નંબર પર વાર્ષિક પરીક્ષાનું ટાઈમટેબલ મૂકી આપ્યું હતું. બાદમાં 9 સપ્ટેમ્બરે સ્કૂલના એકેડેમિક હેડ મોનિકા નંદા ઉપર એક ઇમેલ આવ્યો હતો અને ધોરણ 8 થી 12 ઓનલાઇન પરીક્ષા રદ કરો લખાણ લખેલ ઇ મેઈલ આવ્યો હતો. પહેલા ઇ મેઇલમાં વોર્નીગ આપ્યા બાદ બીજો મેઈલ કર્યો કે, આ માગણી નહીં સ્વીકારો તો હું તમારી કેટલીક વિદ્યાર્થીઓના નગ્ન પિક્ચર અને શરમજનક લખાણો લીક કરી દઈશ. ત્યાર બાદ સ્કૂલની છ વિદ્યાર્થીની નામ જોગ ઇ મેઈલ કરી ધમકી આપી કે, આ લોકો ફોટો મોર્ફ કરી બીભત્સ ફોટો બનાવી વાયરલ કરી દઈશ. આ ફોટા સાચા છે કે ખોટા તેનો ખ્યાલ નહીં આવે તેમના મગજ પર અસર કરશે તેવા છે. આ પિક્ચરથી દુર ઉપયોગ કરી માનસિક ત્રાસ આપી હેરાન કરીશ. આવી રીતે અલગ અલગ 5 થી વધુ ઇ મેઈલ ધમકી મળતા સ્કૂલ તરફથી વાલીઓ સાથે મીટીંગ બોલાવી હતી. જેમાં ઇ મેઈલ લખેલ વિદ્યાથીઓના વાલીઓ બોલાવી પરીક્ષા લેવા મજૂરી માંગી હતી..જો કે વાલીઓ સહમતી ન આપતા પરીક્ષા રદ્દ કરીને વાલીઓના દબાણ બાદ 20 દિવસ પછી ફરિયાદ દાખલ કરાવી હતી.

ઇ મેઈલમાં ધમકી ભર્યા લખાણ સાથે વિદ્યાર્થીઓ બીભત્સ ફોટો વાયરલ કરવાની ધમકી સાથે આ લખાણ વાળા સ્ક્રીન શોટ પણ પોસ્ટ કરી. જેથી તમે હાસ્યાસ્પદ સ્થિતિમાં મૂકાઈ જશો. ઇ મેઇલમાં લખ્યું છે કે મારી માગણી નહીં સ્વીકારે તો એ જિંદગીની ભૂલ સાબિત થશે,સાથે જ ગંદા પિક્ચરની વેબસાઈટ લિંક તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓને મોકલીશ અને પરીક્ષા રદ્દ થશે તો આવું નહીં કરું તમારું કાઉન્ટડાઉન શરૂ ગયું છે આમ કરી છેલ્લો ઇ મેઈલ કર્યો હતો. જો કે આ રીતના લગભગ 5 થી વધુ ઇ મેઈલ આવ્યા હતા. જેમાં તમામ ઇ મેઈલ અંગ્રેજી ભાષામાં ધમકી ભર્યા શબ્દોમાં લખ્યા છે. ઉલ્લેખનીય છે કે, આનંદ નિકેતન સ્કૂલમાં આઇપીએસ કક્ષા અધિકારીથી લઈ નામાંકિન લોકોના બાળકો અભ્યાસ કરે છે.

પરીક્ષા રદ્દ કરવા બાબતે સ્કૂલમાં મળેલ ધમકી ભર્યો ઇ મેઈલ મામલે સાયબર ક્રાઈમમાં સ્કૂલમાં જઈ તપાસ શરૂ કરી છે. સાથે જ સાયબર ક્રાઈમમાંના એસીપી જીતેન્દ્ર યાદવે વાલીઓ સાથે મીટીંગ કરી હતી. જેમા આ રીતનો ઇ મેઈલ કરનાર કોઈ વિદ્યાર્થીઓ હોય તો સામે આવી જાય તેવું કહ્યું હતું પરંતુ સાયબર ક્રાઈમમાં પ્રાથમિક તપાસમાં સ્કૂલનો કોઈ વિદ્યાર્થી આ રીતનો ઈ મેઈલ કર્યો હોવાની શંકા છે. પરતું ઇ મેઈલ કરનાર સાયબર નો માસ્ટર માઇન્ટ છે કારણકે ઇ મેઈલ કરેલ આઈપી એડ્રેસથી પકડાઈ ન જાય તે માટે ડાર્ક વેબ પરથી ઇ મેઈલ કરવામાં આવ્યો છે. પણ સાયબ ક્રાઈમ બ્રાંચ દ્વારા ટેક્નિકલ સર્વેલન્સ ઉપયોગ કરી ઇ મેઈલ કરનાર શોધખોળ શરૂ કરી દીધી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news