Covid-19 વચ્ચે નાણા મંત્રાલય 16 ઓક્ટોબરથી શરૂ કરશે બજેટની તૈયારી

નાણા મંત્રાલય વર્ષ 2021-22 માટે બજેટ બનાવવાની પ્રક્રિયા 16 ઓક્ટોબરથી શરૂ કરશે. ગુરૂવારે જાહેર કરવામાં આવેલી નોટિફિકેશનમાં આ જાણકારી આપવામાં આવી છે.

Covid-19 વચ્ચે નાણા મંત્રાલય 16 ઓક્ટોબરથી શરૂ કરશે બજેટની તૈયારી

નવી દિલ્હી: નાણા મંત્રાલય વર્ષ 2021-22 માટે બજેટ બનાવવાની પ્રક્રિયા 16 ઓક્ટોબરથી શરૂ કરશે. ગુરૂવારે જાહેર કરવામાં આવેલી નોટિફિકેશનમાં આ જાણકારી આપવામાં આવી છે. નરેન્દ્ર મોદી સરકારના બીજા કાર્યકાળ અને નાણા મંત્રી નિર્મલા સીતારમણનું ત્રીજું બજેટ હશે. બજેટમાં કોવિડ 10 સંકટના કારણે આર્થિક વૃદ્ધિમાં ઘટાડો અને આવક સંગ્રહમાં ઘટાડા જેવા મુદ્દાઓનો સામનો કરવા માટે ઉપાય કરવા પડશે. 

નાણાકીય વર્ષ 2021-22 માટે બજેટ અનુમાનને વ્યય સચિવના અન્ય સચિવો અને નાણાકીય સલાહકારોની સાથે ચર્ચા પુરી કર્યા બાદ અંતિમ રૂપ આપવામાં આવશે. બજેટ પહેલાં બેઠક 16 ઓક્ટોબરથી શરૂ થશે અને નવેમ્બરના પ્રથમ સપ્તાહ સુધી ચાલુ રહેશે. બેઠકોમાં કેન્દ્રીય ક્ષેત્ર અને કેન્દ્રીય સમર્થિત યોજનાઓ સહિત તમામ શ્રેણીઓના ખર્ચની સીમા પર પણ વિચાર કરવામાં આવશે. 

2021-22 માટે બજેટ 1 ફેબ્રુઆરીના રોજ રજૂ કરવામાં આવશે. પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીની સરકારે બ્રિટિશકાળની પરંપરાને ખતમ કરી દીધી છે. પ્રથમ બજેટ ફેબ્રુઆરીના અંતમાં રજૂ કરવામાં આવતું હતું. પૂર્વ નાણામંત્રી અરૂણ જેટલીએ પહેલીવાર વાર્ષિક બજેટ એક ફેબ્રુઆરી 2017ના રોજ રજૂ કર્યું હતું. 

બજેટ એક ફેબ્રુઆરીના રોજ રજૂ કરીને તમામ મંત્રાલયોને હવે તેમના બજેટની ફાળવણી એપ્રિલથી શરૂ થનાર નાણાકીય વર્ષની શરૂઆતમાં કરી દેવામાં આવે છે. આ પહેલાં સરકારી વિભાગોને ખર્ચ કરવા માટે વધુ સમય મળે છે. 

પૂર્વમાં જ્યારે બજેટ ફેબ્રુઆરીના અંતમાં રજૂ કરવામાં આવે છે, ત્યારે ત્રણ સ્તરીય સંસદીય મંજૂરી પ્રક્રિયા મે મધ્ય સુધી પુરી થઇ જાય છે. તેનાથી સરકારી વિભાગોને ખર્ચ માટે રકમ ઓગસ્ટ અથવા સપ્ટેમ્બરમાં મળી જાય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news