ગુરૂપૂર્ણિમાની ઠેર-ઠેર ઉત્સાહભેર ઉજવણી; અંબાજી-પાવાગઢ અને ડાકોરમાં ભક્તોનો જમાવડો
ગુરુપૂર્ણિમાએ દરેક મંદિરોમાં ભાવિક ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. ડાકોરના ઠાકોરના દર્શને ભાવિક ભક્તો ઉમટ્યા છે. જ્યાં મંદિરમાં કૃષ્ણમ વંદે જગતગુરુના મંગળા આરતીના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવી હતી.
Trending Photos
Guru Purnima: આજે સમગ્ર દેશમાં ગુરુપૂર્ણિમાનું પર્વ ઉજવાઈ રહ્યો છે ત્યારે ગુરુભક્ત શિષ્યો ગુરુવંદના કરવા ગુરુજી પાસે પહોંચી જતા હોય છે. શક્તિપીઠ અંબાજી ખાતે અંબાજી મંદિરએ ગુરુપૂર્ણિમાને લઇ મંદિર ચાચરચોકમાં ભક્તોનો ભારે મેળવાળો જોવા મળ્યો હતોને લાલ ધજા પતાકાઓ લઈને અંબાજી પહોંચ્યા હતા.
અંબાજી મંદિરે હજારોની સંખ્યામાં માઇભક્તોની ભીડ જોવા મળી હતી. આજે ગુરુપૂર્ણિમાને લઇ અંબાજી મંદિરના મુખ્ય પુજારી અને માતાજીની ગાદીના ગાદીપતિ ભટ્ટજી મહારાજ ભરતભાઈ પાદ્યા પાસે પણ ભક્તો ગુરુવંદના કરવા પહોંચ્યા હતા. જ્યાં ગાદીપતિ ભરતભાઈ પાદ્યાને કુમકુમ તિલકને ફૂલમાળા પહેરાવી સન્માન્યા હતા. ગુરુ આશીર્વાદ મેળવ્યા હતા, જ્યાં ભક્તો મંદિરના મુખ્યપુજારીના આશીર્વાદ મેળવેલી ધન્યતા અનુભવી હતીને ગાદીપતિએ આજના દિવસનું વિશેષ માહાત્યમ જણાવ્યું હતું.
ડાકોરના ઠાકોરના દર્શને ધોડાપુર
ગુરુપૂર્ણિમાએ દરેક મંદિરોમાં ભાવિક ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. ડાકોરના ઠાકોરના દર્શને ભાવિક ભક્તો ઉમટ્યા છે. જ્યાં મંદિરમાં કૃષ્ણમ વંદે જગતગુરુના મંગળા આરતીના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવી હતી. ગુરુપૂર્ણિમાએ ડાકોરના ઠાકોરના મંગળા આરતીના દર્શનનો લાહવો હજારોની સંખ્યામાં ભક્તોએ લીધો હતો. મોડી રાતથી દર્શન માટે રાહ જોઈને આતુર ભક્તોએ સવારે 5:15ના અરસામાં મંગળા આરતીના દર્શન કર્યા હતા. પગપાળા આવી પહોંચેલા ભક્તોનો થાક દર્શન કરતા જ ઉત્સાહમાં ફેરવાઈ ગયો હતો. વહેલી સવારથી જય રણછોડ માખણ ચોરના નાદથી ડાકોરની ગલીઓ ગુંજી ઉઠી હતી.
પાવાગઢમાં ભક્તોનો અભૂતપૂર્વ ઘસારો
યાત્રાધામ પાવાગઢ ખાતે ભક્તોનું અભૂતપૂર્વ ઘોડાપૂર ઉમટ્યું છે. અંદાજીત 4 લાખ ભક્તોએ આજના પાવન દિવસે માં મહાકાળીના દર્શન કર્યા હોવાનો અંદાજ છે. ગુરુપૂર્ણિમા અને રવિવારના સંયોગને લઈ યાત્રાધામ પાવાગઢમાં વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. માં મહાકાળીના દર્શન સાથે ભક્તો ખુશનુમા વાતાવરણ અને પ્રકૃતિની સુંદરતાનો પણ લ્હાવો લઈ રહ્યા છે. વાદળોની ફોજ વચ્ચે પાવાગઢ ડુંગર લપેટાયો છે. હિલ સ્ટેશન જેવા ખુશનુમા વાતાવરણ વચ્ચે ભક્તો માતાજીના દર્શન કરી રહ્યા છે. ડુંગર ઉપર ધૂમમ્સ વાળું આહલાદક વાતાવરણ જોવા મળ્યું છે. ધુમ્મસને કારણે વિઝીબિલિટી ખૂબ જ ઓછી થઈ ગઈ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે