અમદાવાદ-ઉદેપુર હાઇવે 36 કલાકથી બ્લોક, ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર સુરક્ષા વધારાઈ
Trending Photos
- રાજસ્થાનમાં શિક્ષક ભરતી આંદોલન મામલે અરવલ્લીના હાઇવે પર કિલોમીટરો સુધી ટ્રકોની કતાર જોવા મળી.
- આંદોલન ત્રીજા દિવસે પણ યથાવત છે. જેની સીધી અસર ગુજરાત બોર્ડર પર અડીને આવેલા અરવલ્લી પર થઈ
સમીર ખાન/અરવલ્લી :રાજસ્થાનમાં શિક્ષક ભરતી આંદોલન વધુ ઉગ્ર બન્યું છે. ત્રીજા દિવસે પણ રાજસ્થાનમાં શિક્ષક ભરતી આંદોલન યથાવત છે. ત્યારે વિરોધ પ્રદર્શનને પગલે અમદાવાદ-ઉદેપુર હાઇવે ત્રણ દિવસથી બંધ છે. સમગ્ર વિરોધ પ્રદર્શનને પગલે ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર સુરક્ષા વધારાઈ છે. રતનપુર બોર્ડર પર સુરક્ષા કારણોસર મોટો પોલીસ કાફલો તૈનાત કરાયો છે. અરવલ્લી એસપી દ્વારા સઘન પેટ્રોલિગના આદેશ અપાયા છે. તો પોલીસની અનેક ગાડીઓ બોર્ડર પર તૈનાત કરી દેવાઈ છે. જેથી આ આંદોલનની અસર ગુજરાતમાં ન થાય.
આ પણ વાંચો : કરોડપતિથી રોડપતિ બન્યા અનિલ અંબાણી, પત્નીના ઘરેણા વેચીને વકીલની ફી આપી
રાજસ્થાનમાં હિંસક પ્રદર્શન
ગઈકાલે ખેરવાડામાં હિંસક ટોળા દ્વારા કાર અને બસો સળગાવાઈ હતી. તો હિંસક પ્રદર્શન કરી રહેલા લોકો દ્વારા સ્થાનિક અનેક દુકાનોમાં લૂંટ ચલાવી પથ્થરમારો કરાયો હતો. રાજસ્થાનના આ હિંસક પ્રદર્શનમાં અનેક પોલીસ જવાનો ઘાયલ થયા છે. આવામાં એક ખાનગી હોટલ માલિકે ફાયરિંગ પણ કર્યું હતું. રાજસ્થાનમાં આંદોલનને પગલે ખેરવાડા, ડુંગરપુર, બાંસવાડામાં ઇન્ટરનેટ સેવા બંધ છે. ખેરવાડાથી ઉદેપુર વચ્ચે સ્થિતિ ગંભીર બની છે.
અરવલ્લી પર ટ્રાફિક જામ
રાજસ્થાનમાં શિક્ષક ભરતી આંદોલન મામલે અરવલ્લીના હાઇવે પર કિલોમીટરો સુધી ટ્રકોની કતાર જોવા મળી રહી છે. મોડાસા સ્ટેટ હાઇવે પર ટ્રકોની લાંબી લાઈનો લાગી છે. હોટલો આગળ જગ્યા ખૂટી જતા ટ્રક ચાલકો રોડ વચ્ચે ટ્રકો પાર્ક કરી છે. આગળ હાઈવે બંધ હોવાથી ટ્રક આગળ જઈ શક્તી નથી.
અમદાવાદ-ઉદેપુર હાઇવે 36 કલાકથી બ્લોક
આંદોલન ત્રીજા દિવસે પણ યથાવત છે. જેની સીધી અસર ગુજરાત બોર્ડર પર અડીને આવેલા અરવલ્લી પર થઈ છે. અરવલ્લીમાં હાઇવે સુમસામ બન્યા છે. ટ્રકોના પૈડા થંભઈ જવાથી હાઇવે હોટલ પર હજારો ટ્રકોનો જમાવડો થયો છે. અમદાવાદ-ઉદેપુર હાઇવે 36 કલાકથી બ્લોક થયો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે