ઉમેદવારોનો જીવ તાળવે ચોંટ્યો, વિજયના મનોરથમાં સવાર સવારમાં જુઓ કોના શરણે ગયા

ગુજરાતની 26 બેઠકો પર ઉભા રહેલા ઉમેદવારોના જીવ તાળવે ચોંટેલા છે. કદાચ રાત્રે તેમને ઊંઘ પણ આવી નહિ હોય. પોતાના નસીબમાં હાર છે કે જીત, જનતાએ કોને પસંદ કર્યા છે તેવા સવાલો સતત તેમના મનમાં ઘુમરાયા કરતા હશે. ત્યારે અનેક ઉમેદવારોએ જીત માટે મંદિરના મનોકામના કરી હતી. કેટલાક ઉમેદવારો ગઈકાલે, તો કેટલાક આજે વહેલી સવારે મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા હતા. તો જુઓ, કયા ઉમેદવાર કયા મંદિરે પહોંચ્યા છે.
ઉમેદવારોનો જીવ તાળવે ચોંટ્યો, વિજયના મનોરથમાં સવાર સવારમાં જુઓ કોના શરણે ગયા

અમદાવાદ :ગુજરાતની 26 બેઠકો પર ઉભા રહેલા ઉમેદવારોના જીવ તાળવે ચોંટેલા છે. કદાચ રાત્રે તેમને ઊંઘ પણ આવી નહિ હોય. પોતાના નસીબમાં હાર છે કે જીત, જનતાએ કોને પસંદ કર્યા છે તેવા સવાલો સતત તેમના મનમાં ઘુમરાયા કરતા હશે. ત્યારે અનેક ઉમેદવારોએ જીત માટે મંદિરના મનોકામના કરી હતી. કેટલાક ઉમેદવારો ગઈકાલે, તો કેટલાક આજે વહેલી સવારે મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા હતા. તો જુઓ, કયા ઉમેદવાર કયા મંદિરે પહોંચ્યા છે.

રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર મોહનભાઇ કુંડારિયા શક્તિ માતાજીના આશિર્વાદ સાથે રાજકોટ રવાના થયા હતા. મત ગણતરી સેન્ટર ખાતે જતા પહેલા શક્તિ માતાજીના મંદિરે શિશ ઝૂકાવ્યુ  અને જંગી લીડ સાથે વિજયી થવાની પ્રાર્થના કરી હતી. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, દેશમાં નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ વાળી જ સરકાર આવશે.

બહુચરાજી મંદિરમાં આનંદનો ગરબો કરાયો
ચૂંટણીના પરિણામને લઈને પ્રસિદ્ધ બહુચરાજી મંદિરના પરિસરમાં આનંદના ગરબાનું આયોજન કરાયું હતું. નરેન્દ્ર મોદીના વિજય માટે આનંદના ગરબાની ધૂન વગાડાઈ હતી. આ પ્રસંગે મહેસાણાના લોકસભાના ઉમેદવાર શારદાબેન પટેલ તેમજ રજનીભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

અમદાવાદના ઉમેદવારો ભદ્રકાળી મંદિર પહોંચ્યા
ગઈકાલે અમદાવાદ બેઠકના ઉમેદવારોએ શહેરના પ્રાચીન એવા ભદ્રકાળી મંદિરમાં જીતની કામના સાથે પહોંચ્યા હતા. ગઈકાલે અમદાવાદ પૂર્વ બેઠકના ભાજપના ઉમેદવાર હસમુખ પટેલ તથા અમદાવાદ પશ્ચિમ બેઠકના ભાજપના ઉમેદવાર ડો.કિરીટ સોલંકીએ ગઈકાલે મા ભદ્રકાળી મંદિરના દર્શન કર્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news