લંડનના લોકડાયરામાં ‘કચ્છી કોયલ’ પર ડોલર- પાઉન્ડનો વરસાદ, સોશિયલ મીડિયામાં VIDEO વાયરલ

લંડનના હોરોવ લેસી સેન્ટરમાં યોજાયેલા ગીતા રબારીના ડાયરામાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. જ્યાં કચ્છી કોયલના ગીતો સાંભળીને લોકો મંત્રમુગ્ધ બનીને ડોલર અને પાઉન્ડનો વરસાદ કર્યો હતો. લંડનમાં ગીતા રબારીના લોક ડાયરામાં વિદેશી ભૂરીઓ અને ગુજરાતી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

લંડનના લોકડાયરામાં ‘કચ્છી કોયલ’ પર ડોલર- પાઉન્ડનો વરસાદ, સોશિયલ મીડિયામાં VIDEO વાયરલ

અતુલ તિવારી/અમદાવાદ: ગુજરાતના કલાકારો પર વિદેશમાં ડોલરનો વરસાદ થવો હવે સામાન્ય બાબત બની ગઈ છે. ગુજરાતના જાણીતા અને લોકપ્રિય ગાયિકા ગીતાબેન રબારી પર લંડનમાં ડોલરનો વરસાદ થયો હોવાના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતી લોકગાયકોના કાર્યક્રમમાં તેમના પર નોટો અને ડોલરોના વરસાદના વીડિયો અવારનવાર સોશિયલ મીડિયામાં વાયરલ થતાં રહે છે. માયાભાઈ આહિર, ગીતા રબારી, કીર્તિદાન ગઢવી, ઉર્વશી રાદડિયા જેવા કલાકારો ગુજરાત જેટલા જ વિદેશમાં પણ લોકપ્રિય છે. ત્યારે તાજેતરમાં કચ્છી કોયલ ગીતા રબારીના લંડન ખાતેના કાર્યક્રમમાં તેમના પર લોકોએ ડોલર અને પાઉન્ડનો વરસાદ કર્યો હતો.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, લંડનના હોરોવ લેસી સેન્ટરમાં યોજાયેલા ગીતા રબારીના ડાયરામાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. જ્યાં કચ્છી કોયલના ગીતો સાંભળીને લોકો મંત્રમુગ્ધ બનીને ડોલર અને પાઉન્ડનો વરસાદ કર્યો હતો. લંડનમાં ગીતા રબારીના લોક ડાયરામાં વિદેશી ભૂરીઓ અને ગુજરાતી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. લંડનના હોરોવ લેસી સેન્ટર ખાતે યુ.એસ. ડોલર અને યુકે પાઉન્ડનો વરસાદ થયો હતો. 

— Zee 24 Kalak (@Zee24Kalak) June 13, 2022

જાણીતા ગાયક ગીતા રબારી કે જેમણે ‘કચ્છી કોયલ’ તરીકે ઓળખવામાં આવે છે, ત્યારે કાર્યક્રમમાં ડોલર અને પાઉન્ડનો વરસાદ થયો છે. ગુજરાતી લોકડાયરાનાં કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભીડ ઉમટી હતી. ત્યારે લોક ડાયરાની મજા માણી રહેલા લોકોએ ગીતા રબારી પર ડોલર અને પાઉન્ડનો વરસાદનો વીડિયો ચારેબાજુ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.

તમને જણાવી દઈએ કે અગાઉ પણ જાણીતા ગાયિકા ગીતા રબારી પર ડોલર અને પાઇન્ડના વરસાદ થયા છે, ત્યારે લેબોન હોસ્પિટલિટી ગૃપના સહયોગથી અમેરિકાના બ્રેડફોર્ડ એવન્યુના વેલેન્સિયા હાઈસ્કૂલ ઓડિટોરિયમ ખાતે ‘ગીતો ગરવી ગુજરાતના’ લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં ગુજરાતના કલાકારો ગીતાબેન રબારી, સંજય જાદવ તેમજ જાણીતા લોક સાહિત્યકાર માયાભાઈ આહીરે આ કાર્યક્રમમાં રમઝટ બોલાવી હતી. આ ડાયરામાં ગીતાબેન રબારી અને માયાભાઈ આહીરનું સમ્માન પણ કરવામાં આવ્યું હતું.

ગીતાબેન રબારી ઉપર આ ડાયરામાં 3 લાખ ડોલર એટલે કે ભારતીય ચલણ મુજબ 2.25 કરોડ રૂપિયાનું ફંડ એકઠું થયું હતું. અમેરિકામાં યોજાયેલ આ ડાયરાનું આયોજન સુરતનાં લેઉઆ પટેલ સમાજ દ્વારા કરાયું હતું. જેનો સોશિયલ મીડિયામાં વિડીયો ખૂબ વાયરલ થયો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news