ગુજરાતીઓના સપનાની નગરી અમદાવાદ ડૂબી પાણીમાં! 10 વીડિયો જોઈ નિસાસો નાંખશો કે આ શું થઈ ગયું!
Ahmedabad Flood Alert : જરા અમસ્તા વરસાદમાં અમદાવાદના હાલ બેહાલ થયા છે. ગુજરાતની સૌથી મોટી મનપાના વરસાદી પાણીથી હાલ બેહાલ થઈ ગયા છે. ધોધમાર વરસાદે અમદાવાદ શહેરને પાણી પાણી કર્યું છે. ત્યારે હવે અમદાવાદીઓ સાવધ રહેવાની જરૂર છે. કારણ કે ખતરનાક મોટી વરસાદી સિસ્ટમ અમદાવાદ તરફ આવી રહી છે. હાલ આ સિસ્ટમ અમદાવાદથી માત્ર 150 કિલોમીટર દૂર છે, પરંતું જો તે અમદાવાદ પાસે આવી તો આખા અમદાવાદને ડુબાડી દેશે.
Trending Photos
Ahmedabad News : રાજ્યના સૌથી મોટા મહાનગરમાં મેઘરાજાએ એવી તોફાની બેટિંગ કરી કે, શહેર તરતું શહેર બની ગયું. AMCના આયોજન વગરના કામને કારણે શહેરમાં વાહનોની જગ્યાએ બોટ તરવા લાગી. રોડ-રસ્તા, ઘર, ગલી અને મહોલ્લામાં પાણી જ પાણી જોવા મળ્યું...સમગ્ર પશ્ચિમ વિસ્તાર જળબંબાકાર એકપણ વિસ્તાર પાણી ભરાવાથી બાકી નહીંજુઓ અમદાવાદમાં અનરાધાર વરસાદનો આ ખાસ અહેવાલ....
અમદાવાદમાં મધરાતથી વરસાદના કારણે હજુ પણ પાણી ઓસર્યા નથી. અમદાવાદ શહેરના અનેક વિસ્તારો હજુ પણ જળમગ્ન છે. ડ્રેનેજ લાઈન કે વરસાદ લાઈન કામ નથી આપી રહી. ભાજપ શાસિત AMCની કામગીરી સામે સૌથી મોટો પ્રશ્નાર્થ છે. શું AMCના પમ્પિંગ સ્ટેશનો પણ ક્ષમતાથી નથી કરી રહ્યા કામ? વર્ષે કરોડો રૂપિયા ખર્ચાતા હોવા છતા પણ કામગીરી નહીં. પરંતું આકાશમાં એક વરસાદી સિસ્ટમ એવી ઉભી થઈ છે કે, આખા અમદાવાદને ડુબાડી દેશે. અપડેટ અનુસાર, ખતરનાક વરસાદી સિસ્ટમ ગુજરાતથી માત્ર 150 કિમી દૂર છે. આવામાં ખરેખર ઈંચમાં નહીં પણ ફૂટમાં વરસાદના એંધાણ છે. કમ કે, આ સિસ્ટમ જ્યાંથી પસાર થઈ ત્યાં ભયંકર પૂર અને ઘાતક સ્થિતિ સર્જાઈ છે. રાજસ્થાન, મધ્યપ્રદેશમાં જ્યાંથી સિસ્ટમ પસાર થઈ ત્યાં ભયંકર સ્થિતિ સર્જાઇ છે.
આ દ્રશ્યો છે આપણા અમદાવાદના. એ અમદાવાદ જે વર્લ્ડ હેરિટેજ સિટી છે, એ અમદાવાદ જે રાજ્યનું આર્થિક પાટનગર કહેવાય છે. મેઘરાજા અમદાવાદ પર એવા વરસ્યા કે કોઈ વિસ્તારને ન છોડ્યો...બધા જ વિસ્તારોને પાણીની તરબોળ કરી નાંખ્યા...અમદાવાદના એક બે નહીં પણ તમામ વિસ્તાર પાણીથી લબાલબ છે...વધુ કેટલાક વિસ્તારના જુઓ આ દ્રશ્યો...ઘોડાસર, હાટકેશ્વર અને મણીનગરમાં પાણી જ પાણી છે. એટલું પાણી ભરાયું છે કે જાણે શહેરને પાણીએ પોતાની આગોસમાં લઈ લીધું છે.
પક્ષનો આક્ષેપ છે તો સત્તાપક્ષનો જવાબ છે...પણ એ તો સત્ય જ છે કે અમદાવાદમાં પાણીનું સામ્રાજ્ય થઈ ગયું. જે અમદાવાદમાં વાહનો દોડવા જોઈએ ત્યાં નાવડીઓ તરી રહી છે. AMCના પ્રિ-મોન્સૂન પ્લાન એવો પાણીમાં ગયો કે પ્રજાને પરેશાની સિવાય બીજુ કંઈ જ ન મળ્યું. મણીનગરના જુઓ દ્રશ્યો...ભૈરવનાથ, ઈશ્વર પાર્ક સોસાયટીમાં એટલા પાણી ભરાયા કે રહીશોએ બોટનો સહારો લેવો પડ્યો
- તરતું આપણું અમદાવાદ
- બોટના સહારે જિંદગી
- પાણીથી પ્રજા પરેશાન
- વાહનો નહીં ફરે છે હોડી
આ શહેરનો જશોદાનગર વિસ્તાર છે. આ વિસ્તારમાં એટલું પાણી છે કે રોડ દેખાતો નથી, રોડ શોધવા જવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. શક્તિપાર્ક નામની આ સોસાયટી સરોવરમાં ફેરવાઈ ગઈ છે. લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. સરસામાન પલળી ગયો છે. AMCએ શહેરને બનાવેલા સ્વિમિંગ પુલમાં શહેરીજનો મુસિબતની મજા હાલ તો લઈ રહ્યા છે.
- જશોદાનગરમાં જળબંબાકાર
- શહેર બની ગયું સ્વિમિંગ પુલ
- મુશ્કેલીમાં મજા માણતા લોકો
- ઘરમાં ઘૂસ્યા વરસાદી પાણી
શહેરના પૂર્વ વિસ્તારમાં જ્યાંથી ખારીકટ કેનાલ પસાર થાય છે ત્યાં સ્થિતિ કેવી વિકટ છે તે જોઈ શકાય છે...વરસાદને કારણે કેનાલ ઓવરફ્લો છે, અને પાણી આસપાસના અનેક વિસ્તારમાં ફરી વળ્યું છે. વિરાટનગર, હાટકેશ્વર સહિતના વિસ્તારમાં જળબંબાકાર છે...પગ મુકો ત્યાં પાણી છે. આવા પાણીમાં શહેરીજનોની શું સ્થિતિ હશે તે સમજી શકાય છે...
- ખારીકટ કેનાલ ઓવરફ્લો
- પગ મુકો ત્યાં પાણી
- જ્યાં જુઓ ત્યાં પાણી
- પરેશાનીનું છે આ પાણી
અમદાવાદમાં ધોધમાર વરસાદની સાથે ભારે પવન પણ ફૂંકાયો...પવન અને વરસાદના આ મિશ્રણથી પ્રકૃતિને ભારે નુકસાન પહોંચ્યું...શહેરમાં અનેક વૃક્ષ ધરાશાયી થઈ ગયા...કુબેરનગર, વિશાલા સર્કલ સહિતના વિસ્તારમાં કેટલાક વૃક્ષ ધરાશાયી થતાં રોડ બ્લોક થઈ ગયા...અને વાહનવ્યહારને અસર પહોંચી હતી....
- વરસાદ સાથે ફૂંકાયો ભારે પવન
- ધરાશાયી થયા વૃક્ષો
- વૃક્ષ પડતાં રોડ બ્લોક
- વાહનવ્યવહારને પહોંચી અસર
અમદાવાદમાં મોડી રાત્રે ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો...વરસાદનું જોર એટલું તિવ્ર હતું કે શહેરને સ્વિમિંગ પુલ બનાવી દીધું અને વિશાળકાય વૃક્ષોને જમીનદોસ્ત કરી નાંખ્યા. જ્યાં પાણી ભરાયા હતા ત્યાં ઓસરવાની શરૂઆત થઈ ગઈ છે...પરંતુ હજુ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે...ત્યારે અમદાવાદમાં વરસાદ કેવી આફત સર્જે છે તે જોવું રહ્યું.
ભારે વરસાદને કારણે રેલ્વે પ્રભાવિત
વડોદરા ડિવિઝનના બાજવા સ્ટેશન પર વધુ વરસાદ પડતા પાણી ભરાવાને કારણે કેટલીક ટ્રેનોને અસર
• 26 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 19036 અમદાવાદ-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ રનોલી સ્ટેશન પર ટર્મિનેટ થશે.
ટ્રેન નંબર 19035 વડોદરા-અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસ રનોલી સ્ટેશનથી ટરમીનેટ ઉપડશે.
• ટ્રેન નંબર 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ રણોલી સ્ટેશનથી ટરમીનેટ
માછીમારોને સૂચના અપાઈ
ભારે વરસાદની સ્થિતિમાં કોસ્ટગાર્ડ દ્વારા માછીમારોને એલર્ટ આપવાનું શરૂ કરાયું. દરિયામાં હાલ માછીમારી કરી રહેલા માછીમારોને પરત ફરવા સૂચના અપાઈ છે. દરિયામાં રહેલા માછીમારોને કોસ્ટગાર્ડે સતર્ક કર્યાં છે. આગામી ૨૮-૨૯ ઓગસ્ટના રોજ ડિપ ડિપ્રેશન સૌરાષ્ટ્ર કચ્છ તરફ આવતા વાતાવરણ તોફાની બની રહેવાની સંભાવના છે. તેથી દરિયામાં તોફાનની સ્થિતિ ઉદભવે તે પહેલા કોસ્ટગાર્ડે માછીમારો સાથે સંપર્ક શરૂ કર્યો, જેથી તેઓ સલામત રીતે પરત ફરી શકે.
વિકટ પરિસ્થિતિમાં વ્હારે આવ્યું વહીવટી તંત્ર
રાજ્યમાં ભારે વરસાદને પગલે સર્જાયેલી પરિસ્થિતિને કારણે ના ધોરણે રાહત અને બચાવ કામગીરી કરવામાં આવી રહી છે અમદાવાદ જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણા ડી.કે. ના માર્ગદર્શનમાં જિલ્લાભરમાં વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિ પર સમગ્ર વહીવટી તંત્ર નજર રાખી રહ્યું છે. ગતરાત્રીએ અમદાવાદ જિલ્લામાં ઠેર ઠેર ભારે વરસાદને કારણે પાણી ભરાયા છે ત્યારે સાણંદ તાલુકાના રૂપાવટી ગામે ખેતરમાં રહેતા વાદી સમુદાયના ૧૫૦થી વધુ નાગરિકો ફસાયા હતા. રૂપાવટી ગામના તલાટી કે.સી. બરંડા અને તેમની ટીમ દ્વારા ફસાયેલા લોકોને તાત્કાલિક ધોરણે સ્થળાંતરિત કરી સલામત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ટ્રેક્ટરની મદદથી નાગરિકો ઉપરાંત તેમના પશુધન અને ઘરવખરીને પણ સલામત સ્થળે ખસેડવામાં આવ્યા. વરસતા વરસાદમાં દેવદૂત બનીને આવેલા વહીવટીતંત્રનો નાગરિકોએ આભાર માન્યો હતો. ત્યારબાદ તેઓ તેમને વતન ધાંગધ્રા તરફ રવાના થયા હતા.
ભારતીય કોસ્ટ ગાર્ડ ગુજરાતમાં આવનાર ખરાબ હવામાન માટે તૈયારી કરી રહ્યો છે
દક્ષિણ રાજસ્થાન અને ઉત્તર ગુજરાતને લગતા વિસ્તારમાં બનેલું ઊંડું દબાણ પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ તરફ આગળ વધશે અને 28-29 ઓગસ્ટ 2024 આસપાસ સૌરાષ્ટ્ર અને કચ્છના કિનારા નજીક ઉત્તર-પૂર્વ અરબ સાગરમાં પ્રવેશે એવી આગાહી છે, જે ગુજરાત અને તેની આસપાસના કિનારાપટ્ટી અને સાગરમાં ખરાબ હવામાનનું કારણ બનશે. અમારા સમુદ્રી મુસાફરો, ખાસ કરીને માછીમારોની સલામતી માટે ભારતીય કોસ્ટ ગાર્ડ કાર્યરત છે અને સંકલિત અને પ્રતિરક્ષાત્મક પગલાં લઈ રહ્યો છે. ગુજરાતના કિનારાપટ્ટીના દૂરના સમુદ્રમાં માછીમારીમાં રહેલા માછીમારોને સુરક્ષિતતાથી પાછા ફરવા માટે, સંભવિત ખરાબ હવામાનની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ભારતીય કોસ્ટ ગાર્ડની સંસ્થાઓ 24X7 ચાંપતી નજર રાખી રહી છે અને શિપ, વિમાનો અને રડાર સ્ટેશન પરથી રેડિયો સંચાર માધ્યમો દ્વારા સલાહો આપી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે