ગુજરાતીઓ ચેતી જજો! કોરોના વાયરસ કરતા પણ મોટા રોગની ગુજરાતમાં એન્ટ્રીથી તંત્ર દોડતું થયું

શહેરના કેટલાક વિસ્તારોમાં પશુઓમાં લમ્પી નામનો વાયરસ જોવા મળ્યો. રોગના ચોક્કસ નિદાન માટે નમૂનાઓ લઇ ગાંધીનગર ખાતે મોકલવામાં આવ્યા છે. જામનગર શહેરમાં રખડતાં ઢોરમાં લમ્પી નામનો વાયરસ દેખાયો હોવાનું સામે આવી રહ્યું છે. શહેરના રામેશ્વરનગર , નવાગામ - ઘેડ, ગાંધીનગર વિસ્તારમાં રખડતા ઢોરમાં આ રોગ ઝડપથી પ્રસરી રહ્યો છે. 

ગુજરાતીઓ ચેતી જજો! કોરોના વાયરસ કરતા પણ મોટા રોગની ગુજરાતમાં એન્ટ્રીથી તંત્ર દોડતું થયું

જામનગર : શહેરના કેટલાક વિસ્તારોમાં પશુઓમાં લમ્પી નામનો વાયરસ જોવા મળ્યો. રોગના ચોક્કસ નિદાન માટે નમૂનાઓ લઇ ગાંધીનગર ખાતે મોકલવામાં આવ્યા છે. જામનગર શહેરમાં રખડતાં ઢોરમાં લમ્પી નામનો વાયરસ દેખાયો હોવાનું સામે આવી રહ્યું છે. શહેરના રામેશ્વરનગર , નવાગામ - ઘેડ, ગાંધીનગર વિસ્તારમાં રખડતા ઢોરમાં આ રોગ ઝડપથી પ્રસરી રહ્યો છે. 

આ વાયરસની ઝપટેમાં હાલ અનેક પશુઓ આવ્યા હોવાનો અંદાજ છે. વધુ પડતો આ રોગ માત્ર ગાયમાં જ જોવા મળી રહ્યો છે. રોગના ચોક્કસ નિદાન માટે નમૂનાઓ લઇ ગાંધીનગર ખાતે મોકલવામાં આવ્યા છે. આ ઉપરાંત પશુપાલન વિભાગના ડો.અનીલ વિરાણીએ જણાવ્યું કે, આ અંગેના સેમ્પલ ગાંધીનગર મોકલવામાં આવ્યા છે. તેનો રિપોર્ટ આવ્યા બાદ રસીકરણ શરૂ કરવામાં આવશે. તેથી જ્યારે પણ રસીકરણ શરૂ થાય ત્યારે દરેક પશુપાલકો દ્વારા આ રસી પોતાના પશુઓને અપાવે તેવી પણ અપીલ કરી હતી. 

અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના હોય કે બર્ડ ફ્લુ દરેક રોગ પહેલા પશુમાં અને ત્યાંથી માનવમાં આવ્યા હતા. આ પ્રકારે આ રોગ પણ રખડતા ઢોરને થયો છે. તેથી માણસ તેના સંપર્કમાં આવે કે અન્ય કોઇ પ્રકારે માનવમાં પ્રવેશી શકે કે નહી તે અંગેના કોઇ ડેટા ઉપલબ્ધ નથી. પરંતુ જો માણસમાં આ રોગ પ્રવેશે તો તેની સારવાર હજી સુધી નથી. માણસમાં આ રોગ પ્રવેશે તો તેની સારવાર કરવી કઇ રીતે કરવી તે પણ એક સંશોધનનો વિષય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news