ઉત્તરાખંડ ભુસ્ખલન દુર્ઘટનામાં અર્જુનસિંહ ગોહિલ નામનો ગુજરાતી યુવક ગુમ, ચારને બચાવ્યા

ઉત્તરાખંડમાં દ્રૌપદીના ડાંડાં-2 પર્વત શિખર પર હિમપ્રપાતને કારણે નેહરુ પર્વતારોહણ સંસ્થાના બે ડઝનથી વધુ તાલીમાર્થીઓ ફસાયા હોવાની માહિતી મળી હતી.

ઉત્તરાખંડ ભુસ્ખલન દુર્ઘટનામાં અર્જુનસિંહ ગોહિલ નામનો ગુજરાતી યુવક ગુમ, ચારને બચાવ્યા

અમદાવાદ: ઉત્તરાખંડમાં હિમસ્ખલનની અનેક ઘટનાઓ બનતી હોય છે, જેમાં અનેક નિર્દોષ લોકો માર્યા જાય છે અથવા તો દબાઈ જાય છે. ત્યારે ઉત્તરાખંડમા ભુસ્ખલનની ઘટનામા એક ગુજરાતી લાપતા હોવાના સમાચાર વહેતા થતાં તેનો પરિવાર ચિંતિત બન્યો છે. ઉત્તર કાશીમાં હિમસ્ખલન બાદ સેનાએ 4 ગુજરાતીને સુરક્ષિત રીતે બચાવ્યા હતા. પરંતુ અર્જુનસિંહ ગોહિલ નામનો ગુજરાતી યુવક હજુ પણ લાપતા હોવાનું સામે આવ્યું છે. કુલ 27 લોકો હજુ પણ લાપતા છે, જ્યારે આ ઘટનામાં 10 લોકોના મોતની આંશકા સેવાઈ રહી છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, ઉત્તરાખંડમાં દ્રૌપદીના ડાંડાં-2 પર્વત શિખર પર હિમપ્રપાતને કારણે નેહરુ પર્વતારોહણ સંસ્થાના બે ડઝનથી વધુ તાલીમાર્થીઓ ફસાયા હોવાની માહિતી મળી હતી. ત્યારબાદ જિલ્લા વહીવટીતંત્ર, એનડીઆરએફ, એસડીઆરએફ, સેના અને આઈટીબીપીના જવાન બચાવ અભિયાનમાં લાગી ગયા છે. 

— Dr.Manish Doshi@bharatJodo (@drmanishdoshi) October 5, 2022

દ્રૌપદીકા દંડા–૨ શિખર ઉપર આરોહણ કરવા માટે ગયેલા 50 તાલીમાર્થીઓને અકસ્માત નડ્યો છે. તેમાંથી 30 જણા બરફની તિરાડ એટલે કે કેવાસમાં ધસી ગયા હતા અને 8ને બહાર કાઢવામાં આવ્યા છે. આ એડવાન્સ કોર્સ 28 દિવસનો હોય છે તેમાં ગુજરાતના 4 તાલીમાર્થીઓ છે.

જાણો કોણ છે ગુજરાતના 4 તાલીમાર્થીઓ?

  • ૧. ​ભરતસિંહ પરમાર ​​રાજકોટ ​શિક્ષક અને પર્વતારોહી
  • ૨. ​કલ્પેશ બારૈયા ​ભાવનગર ​પર્વતારોહી
  • ૩. ​અર્જુનસિંહ ગોહિલ ​​ભાવનગર ​પર્વતારોહી
  • ૪. ​ચેતના રાખોલિયા ​​સુરત ​પોલીસ

ગુજરાતના ચારેય તાલીમાર્થીઓ રાજ્યની પરતારોહણ સંસ્થા માઉન્ટ આબુ ખાતે આવેલી છે, તેના માનદ ઇન્સ્ટ્રકટર છે. ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા ડો. મનીષ દોશી અને માનદ ઇન્સ્ટ્રકટર અને પૂર્વ સેનેટ સભ્ય નિકુંજ બલરે તાત્કાલિક મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. આ પત્રમાં ગુજરાતના ચારેય ઇન્સ્ટ્રકટરો સહી સલામત પરત આવે તે માટે કાર્યવાહી કરવા માટે વિનંતી કરવામાં આવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news