ગીતા રબારીના સોન્ગ પર કાશ્મીરમાં ગુજરાતી સૈનિકો રમ્યા ગરબા, વીડિયો વાયરલ

કાશ્મીરમાં કડકડતી ઠંડીમાં નવરાત્રીનો આનંદ માણતા ગુજરાતી સૈનિકોને વીડિયો સોશિયલ મીડિયામાં ધૂમ માચાવી રહ્યો છે.

ગીતા રબારીના સોન્ગ પર કાશ્મીરમાં ગુજરાતી સૈનિકો રમ્યા ગરબા, વીડિયો વાયરલ

રક્ષિત પંડ્યા: ગરબાનું નામ આવે એટલે તરત જ રાજકોટના ગરબા યાદ આવી જાય અને રાજકોટીયન્સના ગરબાની પણ યાદ આવી જાય છે. સોશિયલ મીડિયામાં અનેક લોકોના વિવિધ રીતે ગરબા અને રાસના વીડિયો વાયરલ થતા હોય છે. ત્યારે મૂળ સૌરાષ્ટ્રાના સૌનિકોનો ગરબા રમતો વીડિયો સોશિયલ મીડિયોમાં ધૂમ મચાવી રહ્યો છે.

Garba-Army-Man-In-Kasmir

કાશ્મીરમાં કડકડતી ઠંડીમાં નવરાત્રીનો આનંદ માણતા ગુજરાતી સૈનિકોને વીડિયો સોશિયલ મીડિયામાં ધૂમ માચાવી રહ્યો છે. ત્રણ જેટલા ગુજરાતી સૌનિકો ગીતા રબારીના સોંગ પર કાશ્મીરની ઠંડીમાં જોરદાર ગરબા રમતા દેખાઇ રહ્યા છે. ત્યારે સૌનિકો પણ નવરાત્રિના પવિત્ર તહેવારનો આનંદ માણતા દેખાઇ રહ્યા છે. ઠંડીમાં તેઓ દેશની રક્ષા કરવાની સાથે થોડી મોજ પણ માણી રહ્યા છે.   

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news