વેક્સીન લીધા પછી કેવી અસર થાય છે તે માહિતી આપી આ વૃદ્ધ દંપતીએ

વેક્સીન લીધા પછી કેવી અસર થાય છે તે માહિતી આપી આ વૃદ્ધ દંપતીએ
  • અમદાવાદમાં હાલ જ્યારે કોરોનાની રસીનું ટ્રાયલ ચાલી રહ્યું છે ત્યારે આ અમેરિકન દંપતીએ કોરોનાની વેક્સીન લીધા બાદ થતી અસર વિશે માહિતી આપી છે. જોકે, તેઓએ અમેરિકાની કંપનીની રસીની વાત જણાવી

ચેતન પટેલ/સુરત :કોરોના વાયરસને લીધે ફેલાયેલી મહામારી અટકાવવા માટે અમેરિકામાં સૌથી મોટાપાયે વેક્સીનના ટ્રાયલ ચાલે છે. આ મહામારીથી લોકોનો જીવ બચી શકે આ માટે મૂળ ગુજરાતી અને અમેરિકામાં સ્થાયી થયેલા દંપતીએ વેક્સીનના ફેઝ-3 ના ટ્રાયલ (vaccine trial) માં ભાગ લીધો છે. આ દંપતી સિનીયર સિટીઝન છે. તેમ છતાં લોકોને વહેલી તકે વેક્સીન મળી શકે એ માટે તેઓએ સામેથી રજિસ્ટ્રેશન કરવી વેક્સીન ટ્રાયલમાં ભાગ લીધો હતો.  અમદાવાદમાં હાલ જ્યારે કોરોનાની રસી (corona vaccine) નું ટ્રાયલ ચાલી રહ્યું છે ત્યારે આ અમેરિકન દંપતીએ કોરોનાની વેક્સીન લીધા બાદ થતી અસર વિશે માહિતી આપી છે. જોકે, તેઓએ અમેરિકાની કંપનીની રસીની વાત જણાવી છે. 

આ પણ વાંચો : ગુજરાતના રસ્તાઓ પર ફરતી ગોલ્ડન મર્સિડીઝનું કનેક્શન એક ખેડૂત સાથે નીકળ્યું

વૃદ્ધ દંપતી વેક્સીનની ટ્રાયલ માટે સ્વેચ્છાએ આગળ આવ્યું 
અમેરિકાના સાનફ્રાન્સિસ્કો નજીક છેલ્લા 45 વર્ષથી રહેતા મૂળ ગુજરાતી શાહ દંપતીએ હાલ જ કોરોના વેક્સીનની ટ્રાયલમાં ભાગ લીધો છે. બંન્ને સિનિયર સિટીઝન છે. પરંતુ કોરોના મહામારીથી વિશ્વને એક કારગર વેક્સીન મળી રહે આ માટે પોતે આ ટ્રાયલમાં ભાગ લેવા સ્વેચ્છાએ આગળ આવ્યા છે. સતીષ શાહ 1973 માં ન્યૂ યોર્ક યુનિવર્સિટીમાંથી કમ્પ્યુટર સાયન્સમાં માસ્ટર કરવા માટે યુએસ ગયા હતા અને ત્યાં જ સ્થાયી થઈ ગયા હતા. સતીષ શાહ માઇક્રોસોફ્ટમાં એક્ઝિક્યુટિવ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. નિવૃત્ત થયા પછી તેમણે “યુનિટિફાઇડ કમ્યુનિકેશન્સ ફોર ડમીઝ” નામનું એક પુસ્તક લખ્યું હતું. તેઓ માઇક્રોસોફ્ટ ટેકનોલોજીમાં કન્સલ્ટિંગ અને ટ્રેનિંગ આપે છે. 

આ પણ વાંચો : એક વર્ષ બાદ WHOનું ચોંકાવનારું નિવેદન, વુહાનમાંથી નથી આવ્યો કોરોના વાયરસ

નિવૃત્તિ બાદ સામાજિક સેવાના કામમાં જોડાયા 
સતીષ શાહ અને તેમના પત્ની લીલામ શાહ હવે શહેર પોલીસ વિભાગ અને વરિષ્ઠ જૂથો અને સેવાભાવીઓ માટે સ્વયંસેવક પણ બન્યા છે. લીલામ શાહ પણ  છેલ્લા 42 વર્ષથી અમેરિકામાં રહે છે. તેઓએ કેમિસ્ટ્રીમાં ડિગ્રી મેળવી છે અને બાયોટેક કંપનીમાં ડીએનએ નિષ્ણાત તરીકે કામ કર્યું હતું. હવે નિવૃત્ત થઈને ચેરિટી અને વરિષ્ઠ જૂથો માટે સ્વયંસેવક તરીકે કાર્યરત છે.

વેક્સીન લીધા પછી શું થયુ તે જણાવ્યું 
સતીષ શાહે જણાવ્યું હતું કે, આ વેક્સીન ટ્રાયલમાં ભાગ લેવો એ અમે પોતાની ફરજ સમજી હતી. માનવતાના કારણે એક વ્યક્તિ જ બીજા વ્યક્તિના કામે
આવી શકે છે. વેકસીન સફળ રહેશે અને દુનિયાના લોકોને મળી રહેશે તો અમારું આ યોગદાન સફળ થઈ જશે. હાલ જ મોડર્ના કંપનીએ જણાવ્યું છે કે, 95 ટકા વેક્સીન સફળ છે. જે સાંભળી અમે ખૂબ જ ખુશ છીએ. કારણ કે હવે આ વેક્સીનના કારણે બાળકો શાળાઓ જઈ શકશે. લોકો ફરીથી સામાન્ય જીવન જીવી શકશે. વેક્સીનના પ્રથમ કેટલાક દિવસ કોઇપણ પ્રકારનું રિએક્શન મને અને મારા પત્નીને થયું નથી. જ્યારે બીજા શોર્ટમાં 28 દિવસ બાદ જ્યારે ફરીથી વેક્સિન લગાવી ત્યાર બાદ મને 102 ડિગ્રી તાવ, માથા અને શરીરના દુખાવાનો અનુભવ થયો અને ડોક્ટરની સલાહ લીધી હતી. જેમાં ડોક્ટરે દવા જણાવી હતી. જેને લીધા બાદ મારો તાવ ઉતરી ગયો હતો અને તકલીફો પણ દૂર થઇ હતી. કોઈપણ વ્યક્તિને વેક્સીન લીધા બાદ તેની અસર થાય છે. આ અસરથી જાણવા મળ્યું કે, અમારા શરીરમાં એન્ટીબોડી ડેવલપ થઈ રહી છે. જે રિએક્શન થયું તેને લઇ ડોક્ટરોએ જણાવ્યું હતું કે તમને 90 ટકા જેટલો શોર્ટ મળી ગયો છે. તેને જાણીને અમે ખૂબ જ પ્રસન્ન થયા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news