GujaratEVimarshમાં મંત્રી કૌશિક પટેલ બોલ્યા, ‘વિજયભાઈએ સમયસર અનેક નિર્ણયો લીધા, ચોક્કસથી બેઠા થઈ જઈશું’

સૌથી મોટા ઈ-મંચ પર રૂપાણી સરકારના મંત્રીઓ એકસાથે આવવું ‘ગુજરાત e-વિમર્શ’ (GujaratEVimarsh) પણ શક્ય બન્યું છે. કોરોનાના કપરા કાળમાં આ તમામ મંત્રીઓ ઝી 24 કલાકની સાથે એક મંચ પર આવ્યા છે, જેઓએ મહામારીના આ સંઘર્ષમાં સરકાર કેટલી પ્રયત્નશીલ છે અને લોકોએ પણ કેવો સાથ સહકાર આપવો તે વિશે મોકળા મને વાત કરી છે. ત્યારે ઝી 24 કલાક સાથેની આ ખાસ ચર્ચામાં મીહિર રાવલ સાથેની વાતચીતમાં મહેસૂલ મંત્રી કૌશિક પટેલે શું કહ્યું તે જાણીએ....
GujaratEVimarshમાં મંત્રી કૌશિક પટેલ બોલ્યા, ‘વિજયભાઈએ સમયસર અનેક નિર્ણયો લીધા, ચોક્કસથી બેઠા થઈ જઈશું’

ઝી મીડિયા/બ્યૂરો :સૌથી મોટા ઈ-મંચ પર રૂપાણી સરકારના મંત્રીઓ એકસાથે આવવું ‘ગુજરાત e-વિમર્શ’ (GujaratEVimarsh) પણ શક્ય બન્યું છે. કોરોનાના કપરા કાળમાં આ તમામ મંત્રીઓ ઝી 24 કલાકની સાથે એક મંચ પર આવ્યા છે, જેઓએ મહામારીના આ સંઘર્ષમાં સરકાર કેટલી પ્રયત્નશીલ છે અને લોકોએ પણ કેવો સાથ સહકાર આપવો તે વિશે મોકળા મને વાત કરી છે. ત્યારે ઝી 24 કલાક સાથેની આ ખાસ ચર્ચામાં મીહિર રાવલ સાથેની વાતચીતમાં મહેસૂલ મંત્રી કૌશિક પટેલે શું કહ્યું તે જાણીએ....

ઝી 24 કલાકનું GujaratEVimarsh - કોરોના સંકટમાં પહેલીવાર ઈ-મંચ પર સાથે આવ્યા રૂપાણી સરકારના મંત્રીઓ

કોરોના સાથે જીવવુ કેટલું શક્ય છે?
ચીનથી વિશ્વમાં કોરોના વાયરસ ફેલાયો છે. 3-4 મહિનાથી સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર જોવા મળ્ય છે. કોરોના રોગે દેશમાં ગંભીર પરિસ્થિતિ ઊભી કરી છે. પ્રત્યેક દેશો અને ભારત કોરોના સામે લડવા પ્રયાસરત છે. કોરોનાને નાથવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. બીજા દેશોની સરખામણીમાં ભારતમાં કોરોના કાબૂમાં છે. સમયસર પગલાં લેવાથી કોરોનાને નાથી શક્યા છીએ. પ્રજાએ 60 દિવસ લૉકડાઉનનું પાલન કર્યું છે. ઘરમાં રહેવા બદલ પ્રજાને અભિનંદન આપવા પડે. વિજયભાઈએ સમયસર અનેક નિર્ણયો લીધા છે. કોરોનાની વેક્સીન શોધાઈ નથી. ત્યાર વારંવાર હાથ ધોવા, માસ્ક અવશ્ય પહેરવું જોઈએ. માસ્ક પહેરવાની આદત પાડવી પડશે. ઘરમાં રહીએ તો પણ અંતર જાળવવું પડશે. આવનારા દિવસોમાં સ્વેચ્છાએ નિયમો પાળવા પડશે. 

મંત્રી તરીકે હવે તમારો રોડમેપ શું છે?

મારી પાસે મહેસૂલ વિભાગ છે. મહેસૂલ વિભાગ હરહંમેશ તૈયાર હોય છે. તલાટીથી માંડીને CS સુધી સૌ કામે લાગ્યા છે. દરેક આફતોમાં મહેસૂલ વિભાગ અગ્રેસર હોય છે. અઠવાડિયાના સાતેય દિવસ કર્મચારીઓએ કામ કર્યું છે. અનાજ વિતરણ, શ્રમિકોની મદદ કરી છે. કર્મચારીઓ તેમના ઘરે પણ નથી ગયા. 

અર્થતંત્રને બેઠું કરવા તમારા વિભાગ તરફથી શું પ્રયાસ છે? રેવન્યૂ ઘટી છે તો તેની કેવી અસર થશે?

નાના-નાના વેપારીઓ 2 મહિના ઘરે રહ્યા છે. ગલ્લાવાળાઓએ 2 મહિના બંધ પાળ્યો છે. નાના-મોટા ઉદ્યોગો બંધ રહ્યા છે. સર્વિસ સેક્ટર બંધ રહેવાથી મોટો ફટકો પડ્યો છે. એકલા ગુજરાતનો નહીં, વિશ્વનો પ્રશ્ન છે. આત્મનિર્ભર યોજના માટે PMને અભિનંદન છે. કેન્દ્ર-રાજ્ય સરકારે અનેક નિર્ણય લીધા છે. આપણે ચોક્કસથી બેઠા થઈ જઈશું. લાખ રૂપિયાની લોનથી મદદ મળશે. આર્થિક પરિસ્થિતિ ઝડપથી સુધરશે. 

પ્રોજેક્ટો ઉપર કોઈ અસર થઈ છે?
પ્રૉજેક્ટ થોડા વિલંબથી પૂરા થશે. ભારત સરકારે બધી વ્યવસ્થા કરી છે. ગુજરાત સરકારે બધી વ્યવસ્થા કરી છે. સરકારનાં રૂટીન કામો કરવાનો આદેશ છે. પ્રિ-મૉનસૂન કામ પર ધ્યાન આપવા આદેશ કરાયો છે. સરકારી યોજનાઓનાં કામો ઝડપથી હાથમાં લેવાશે. 

તમારા વિભાગના કર્મચારીઓને કઈ રીતે પ્રોત્સાહિત કરી રહ્યા છો? 
તમે જિલ્લાઓ સાથે કેવી રીતે સંપર્કમાં રહેતા હતા. દર ત્રીજા-ચોથા દિવસે કલેક્ટર્સ સાથે વાત કરી છે. દરેક જિલ્લામાં નિયમિત ફોન કરતો હતો. મુશ્કેલીઓનું તાત્કાલિક નિરાકરણ કરતા હતા. તાત્કાલિક નિર્ણય લેવો હોય તો સંર્પક કરતો
હતો. 

કોઈ જોખમોની ફરિયાદ કરી હોય કર્મચારીઓએ એવું ખરું?
સરકારને માર્ગદર્શન માટે સૂચન મળતાં હતાં. શ્રમિકોને વતન મોકલવા શરૂઆતમાં મુશ્કેલી હતી. કેન્દ્ર સમક્ષ ગુજરાતે ટ્રેનોનો આગ્રહ કર્યો હતો. ગુજરાતે 1 હજાર જેટલી શ્રમિક ટ્રેનો દોડાવી છે. 

સરકાર નિષ્ફળ ગઈ છે એવા આરોપ લાગ્યા છે શું હકીકત છે?

આરોપો લગાવનારા પહેલેથી આવું કરતા આવ્યા છે. સરકારે જે કર્યું એ જગજાહેર છે. રાશન આપ્યું, શ્રમિકોને વતન મોકલ્યા. વિનામૂલ્યે સારવાર આપવાનું કામ સરકારે કર્યું. સરકારે તાત્કાલિક હૉસ્પિટલો ઊભી કરી. લોકોનો સાથ સહકાર લઈને ગુજરાતને બેઠું કરીએ છીએ. 

ઝી 24 કલાકના માધ્યમથી લોકોને શું સંદેશો આપશો?

3 સંદેશા મુખ્ય છે. લૉકડાઉનનું પાલન કરો, ઘરમાં રહો અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરો. બહાર જાઓ ત્યારે માસ્ક અવશ્ય પહેરો. ગુજરાત આ મહામારીમાંથી જલદી બહાર નીકળશે. ZEE 24 કલાકને અભિનંદન છે. ZEE મીડિયાએ સરકારને સૂચનો કર્યાં તે માટે આભાર. ZEE મીડિયાએ સરકારને રજૂઆતો કરી તે માટે આભાર. સતત ખેડપગે મીડિયાએ કામ કર્યું છે. મીડિયાના કારણે સરકારને હિંમત મળી છે. મારા 35 વર્ષના રાજકારણમાં મીડિયાનો રોલ ગૌરવપાત્ર રહ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news