ગુજરાત પર પડી શકે છે માવઠાથી પણ મોટો માર, વરસાદનું સંકટ ટળ્યું તો ઉભી થઈ બીજી માથાકૂટ

Gujarat Weather Forecast: ગુજરાતના વાતાવરણમાં સતત બદલાવ થઈ રહ્યો છે. એક તરફ હાલ વરસાદ અને વાવાઝોડાનું સંકટ ગુજરાત પરથી ટળી ગયું હોવાના સમાચાર મળી રહયાં છે. તો બીજી તરફ એના કરતા પણ મોટું સંકટ આવીને માથે ઉભું છે.

ગુજરાત પર પડી શકે છે માવઠાથી પણ મોટો માર, વરસાદનું સંકટ ટળ્યું તો ઉભી થઈ બીજી માથાકૂટ

Gujarat Weather Forecast: ગુજરાત એક બાદ એક સંકટોમાંથી પસાર થઈ રહ્યું છે. શિયાળો શરૂ થયો તોય કમોસમી વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવવાનું ચાલુ રાખ્યું છે. જોકે, હવામાન વિભાગની આગાહી મુજબ હાલ સ્થિતિ બદલાઈ રહી છે. હવે વરસાદનું સંકટ મોટેભાગે ટળી ગયું છે. પણ તેની સામે બીજી મોટું સંકટ ગુજરાતના માથે દસ્તક દઈ રહ્યું છે. આ સંકટ એવું છેકે, જેનાથી બીમારી પણ વધી શકે છે. આ સકંટ છે ગુજરાતના વાતાવરણમાં અચાનક આવેલો પલટો અને હાડ થીજવતી કાતિલ ઠંડી. એવામાં ગુજરાત પર કોરોનાનું સંકટ ફરી બેઠું થતા સમસ્યા બમણી થઈ ગઈ છે.

ગુજરાતમાં ફરી એકવાર ઠંડીને લઈને હવામાન વિભાગ દ્વારા ખુબ જ મહત્ત્વની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ.મનોરમા મોહંતીએ રાજ્યમાં ઠંડીને લઈ આગાહી કરતા જણાવ્યું છેકે, રાજ્યમાં આગામી 4 દિવસ વાતાવરણ સુક્કું રહેશે, આગામી 24 કલાક વાદળછાયું વાતાવરણ રહેશે તો 2 દિવસ બાદ તાપમાનનો પારો 1 થી 2 ડિગ્રી ગગડશે. સૌથી ઓછું તાપમાન નલિયામાં 11.4 ડિગ્રી આસપાસ રહશે.

વધુમાં હવામાન વિભાગના ડાયરેક્ટરે જણાવ્યું છેકે, હાલ રાજ્યમાં મહત્તમ તાપમાન પણ ઘટી રહ્યું છે. રાજ્યમાં આગામી 4 દિવસ વાતાવરણ સુક્કું રહશે, આગામી 24 કલાક વાદળછાયું વાતાવરણ રહેશે. મહત્વનું છે કે, અમદાવાદમાં મહત્તમ તાપમાન 26 ડિગ્રી નોંધાયું છે. પૂર્વ ઉત્તર પૂર્વ પવનો હોવાથી વાદળછાયું વાતાવરણ રહેશે.

23મી બાદ હવામાનમાં મોટા ફેરફાર આવશે. ત્યારે હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે. જેમાં આગામી સાત દિવસ દરમિયાન રાજ્યનું હવામાન કેવું રહેશે તે અંગે સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. પરંતુ હજુ આગામી 48 કલાક વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી છે. બે દિવસ વાતાવરણ ઠંડુ રહેશે જે બાદ તાપમાનમાં પણ વધારો થઈ શકે છે. આગામી પાંચ-સાત દિવસ ગુજરાતમાં મોટાભાગે સૂકું વાતાવરણ રહેવાની સંભાવના છે. વરસાદ પડવાની વધારે સંભાવના નથી. જોકે, આગામી 24 કલાક દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે. 23મી બાદ ઉત્તર ભારતમાં માવઠું થઈ શકે છે. આ દિવસોમાં કરા, ગાજવીજ સાથે વરસાદ પણ આવી શકે છે. ખાસ કરીને ગુજરાતીઓએ કાતિલ ઠંડી માટે તૈયાર રહેવું પડશે.

આગાહીકાર અંબાલાલ પટેલે કહ્યું કે, 23 ડિસેમ્બરે ગુજરાતમાં પણ માવઠું થઈ શકે છે. નાતાલ સુધીમાં હવામાનમાં મોટા ફેરફાર થવાની શક્યતા છે. ડિસેમ્બર અંતમાં કાતિલ ઠંડીનો દોર શરૂ થશે. આ વર્ષે છેક ફેબ્રુઆરી સુધી ઠંડીનો મારો રહેશે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. અમરેલી, રાજકોટ અને દ્વારકામાં હળવો વરસાદ પડી શકે છે. અરબ સાગરથી ભેજવાળો પવન આવતાં વરસાદ પડવાની શક્યતા છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news