Gujarat Weather: ગુજરાતના આ વિસ્તારોમાં ભરઉનાળે રહેશે વરસાદી માહોલ! જાણી લો હવામાન વિભાગની આગાહી
Gujarat Forecast Updates: ગુજરાતમાં આ વખતનો ઉનાળો કંઈક અલગ જ પ્રકારનો છે. એક તરફ કાળજાળ ગરમી છે તો બીજી તરફ વરસાદી ઝાપટાં. કમોસમી વરસાદને કારણે જ્યાં એક તરફ વાતાવરણમાં ઠંડક થાય છે ત્યાં બીજી તરફ આ જ માવઠાનો માર જગતના તાતને પડી રહ્યો છે.
કાળઝાળ ગરમી વચ્ચે માવઠાની આગાહી
આજે અને આવતી કાલે ગુજરાતમાં માવઠાની આગાહી
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પડી શકે છે કમોસમી વરસાદ
Trending Photos
Weather Report: એક તરફ સતત ગુજરાતમાં ગરમી વધી રહી છે. ત્યારે બીજી તરફ ભરઉનાળે કેટલાંક વિસ્તારોમાં ચોમાસા જેવો માહોલ પણ જોવા મળી રહ્યો છે. કાળઝાળ ગરમી વચ્ચે વરસાદી ઝાપટાથી લોકોને રાહત મળી રહ્યી છે. તાપમાન પહેલાં કરતા થોડું ઘટી રહ્યું છે. જો આ કમોસમી વરસાદ ખેડૂતોને પરેશાન કરી રહ્યો છે. હવામાન વિભાગે આગામી બે દિવસ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં કમોસમી વરસાદની એટલેકે, માવઠાની આગાહી કરી છે.
આટલી આકરી ગરમી વચ્ચે વરસાદ થતા લોકોને ગરમીથી મોટી રાહત મળી રહી છે. ખાસ કરીને આજે અને આવતી કાલે ગુજરાતમાં માવઠાની આગાહી હવામાન વિભાગે કરી છે. એમાંય રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ કમોસમી વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના ડાંગ, તાપી અને નર્મદા જિલ્લામાં પણ કમોસમી વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. એટલું જ નહીં અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં પવનની ગતિ વધારે રહેશે તેવું પણ અનુમાન હવામાન વિભાગ દ્વારા લગાવાઈ રહ્યું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે વાત કરીએ તો બુધવારે રાજ્યના 7 જિલ્લામાં માવઠું પડ્યું હતુ... ત્યારે મહેસાણાના કડીમાં ભારે વરસાદના કારણે યાર્ડમાં પડેલો એરંડા અને ઘઉંનો પાક પણ પલળ્યો છે. જેના કારણે વેપારીઓ અને ખેડૂતોને મોટાપાયે નુકસાન પણ થયુ છે.
ઉલ્લેખનીછેકે, 26 એપ્રિલનાને બુધવારના રોજ હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ ભારે પવન અને ગાજવીજસાથે અમદાવાદ,ગાંધીનગર, રાજકોટ આજે ગુજરાતના વિવિધ ભાગોમાં ફરી વાતાવરણ પલટાયુ હતુ અને ફરી એકવાર માવઠાની રાઉન્ડ શરૂ થયો હતો. આજે અને આવતીકાલે બે દિવસ ફરી રાજ્યના કેટલાંક જિલ્લાઓમાં વરસાદી માહોલ રહેશે તેવી આગાહી કરાઈ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે