ગુજરાતમાં ઉનાળો પહેલાં જ સક્રિય થશે ચોમાસું: વધુ એક સિસ્ટમ સક્રિય, જાણો કયા વિસ્તારમાં ક્યારે પડશે વરસાદ?
આગામી ત્રણ કલાકને લઇ હવામાન વિભાગે એક આગાહી કરી છે. કચ્છ, દેવ ભૂમિ દ્વારકા, જામનગર, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, ડાંગ, નર્મદા, દાહોદ અને બનાસકાંઠામાં વરસાદ પડશે. એટલું જ નહીં, 40 km/h સુધીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા દર્શાવી છે.
Trending Photos
Gujarat weather: હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના કારણે આજે વાતાવરણમાં આવેલા પલટા પ્રમાણે અમરેલી, અરવલ્લી, બનાસકાંઠા , મહીસાગર અને ડાંગમાં કમોસમી વરસાદ પડ્યો છે. વીજળીના ચમકારા સાથે ઠંડો પવન ફૂંકાયો હતો. પરંતુ હાલ હવામાન વિભાગ દ્વારા વધુ એક આગાહી કરવામાં આવી છે. 2 દિવસ બાદ રાજ્યમાં વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થવાની આગાહી કરવામાં આવી છે.
મહત્વનું છે કે, આગામી ત્રણ કલાકને લઇ હવામાન વિભાગે એક આગાહી કરી છે. કચ્છ, દેવ ભૂમિ દ્વારકા, જામનગર, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, ડાંગ, નર્મદા, દાહોદ અને બનાસકાંઠામાં વરસાદ પડશે. એટલું જ નહીં, 40 km/h સુધીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા દર્શાવી છે.
આગામી 48 કલાકમાં રાજ્યના વાતાવરણમાં પલટો આવતા સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ઇન્ડ્યુસાઈસર સિસ્ટમ કે જે વાદળ લઈને આવે છે તે સિસ્ટમ સક્રિય થતા માવઠાની આગાહી કરાઈ છે. હાલ ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં માવઠાની શક્યતા છે. પરંતુ બે દિવસ બાદ વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થશે. બીજી બાજુ સૌથી વધુ 38.8 ડિગ્રી તાપમાન સુરતમાં નોંધાયું છે. જ્યારે અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે.
વરસાદી સિસ્ટમ સક્રિય થતાં વાતાવરણમાં ભેજ વધશે અને રાજ્યમાં દિવસ દરમિયાન ભારે બફારો અનુભવાશે. માવઠાની સાથે ગરમીનો પણ પ્રકોપ જોવા મળશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ઇંડ્યુઝ સાઈઝર સક્રિય હોવાને કારણે આ પ્રકારનું વાતાવરણ સર્જાયું છે. તેમને જણાવ્યું હતું કે ઈંડ્યુઝ સાઇઝર સિસ્ટમ વરસાદી વાદળો બનાવે છે. જેના કારણે સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, કચ્છ સહિત ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા. સાબરકાંઠા દક્ષિણ ગુજરાતમાં સુરત , વલસાડ અને નવસારીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગરમી અંગે હવામાન વિભાગે જણાવ્યું હતું કે જો ગરમીની વાત કરવાાં આવે તો હાલમાં 2થી 5 ડિગ્રી તાપમાન સામાન્ય કરતા વધારે રહેશે. પરંતુ ત્યાર બાદ વાતાવરણમાં ફેરફાર નોંધાશે અને કમોસમી વરસાદ થશે. હાલ હિટવેવની કોઈ આગાહી નથી. રાજ્યમાં માર્ચથી મે મહિના દરમિયાન સરેરાશ 4થી 6 ડિગ્રી જેટલું તાપમાન વધારો રહેશે અને સામાન્ય કરતા વધુ ગરમી અનુભવાશે. સાથે જ જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં વધુ તાપમાન નોંધાશે. મે મહિનામાં ધગધગતી ગરમીનો અનુભવ થશે. તો માર્ચ મહિનામાં ગરમીનો પારો 41 ડિગ્રી સુધી જઈ શકે છે. આ વર્ષે ગુજરાતમાં ગરમીનો પારો 50 ડિગ્રીને આંબે તેવી પણ વકી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે