Gujarat Weather Update: આગામી 5 દિવસ કેવો રહેશે વરસાદ? હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી શું કહે છે ખાસ જાણો

Gujarat Weather Update: ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદની સ્થિતિ કેવી રહેશે તે અંગે હવામાન વિભાગે પૂર્વાનુમાન કર્યું છે. હવામાન વિભાગે એમ પણ કહ્યું કે હાલના તબક્કે રાજ્યમાં 93 ટકા વરસાદ થયો છે. રાજ્યમાં હાલ જરૂરિયાત કરતા 50 ટકા વધુ વરસાદ થયો છે. વધુ વિગતો માટે વાંચો અહેવાલ.

Gujarat Weather Update: આગામી 5 દિવસ કેવો રહેશે વરસાદ? હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી શું કહે છે ખાસ જાણો

અમદાવાદ: ગુજરાતમાં જુલાઈમાં રેકોર્ડબ્રેક વરસાદ પડ્યો પરંતુ ઓગસ્ટમાં જોઈએ તો વરસાદનું જોર ઓછું જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ ગુજરાતમાં કેવો વરસાદ રહેશે તે અંગેનું પૂર્વાનુમાન કર્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 92 ટકા વરસાદ નોંધાયો છે. જો કે ગુજરાતમાં 33 જિલ્લામાં મોટા ભાગના જિલ્લામાં સામાન્ય કરતા વધુ વરસાદ નોંધાઈ ગયો છે. પરંતુ તેમ છતા અમુક જિલ્લામાં એવા છે. અત્યાર સુધીમાં વરસાદ પડવો જોઈએ તેના કરતા ઓછો વરસાદ પડ્યો છે. 

આગામી 5 દિવસની આગાહી
હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતીએ આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદ કેવો રહેશે તે અંગે પૂર્વાનુમાન કરતા કહ્યું છે કે હાલના તબક્કે રાજ્યમાં 93 ટકા વરસાદ થયો છે. રાજ્યમાં હાલ જરૂરિયાત કરતા 50 ટકા વધુ વરસાદ થયો છે. તેમણે કહ્યું કે હાલ ગુજરાતમાં વરસાદ લાવે એવી એકેય વરસાદી સિસ્ટમ અસ્તિત્વમાં નથી. રાજ્યના કોઈપણ વિસ્તારમાં સામાન્ય છૂટો છવાયો વરસાદ આવી શકે છે. રાજ્યમાં હાલ ક્યાંય નોંધપાત્ર વરસાદની આગાહી નથી. 

દાહોદ અને ગાંધીનગર જિલ્લામાં  જરૂરિયાત કરતા ઓછો વરસાદ 
દાહોદ જિલ્લામાં અત્યાર સુધીમાં 437.5 mm વરસાદ થવો જોઈએ પરંતુ તેના કરતા 339.9 mm વરસાદ નોંધાયો છે. એટલે કે 22 ટકા ઓછો વરસાદ થયો છે. ડાંગમાં અત્યાર સુધીનો 1383.4  mm વરસાદ થવો જોઈએ પરંતુ 1271.8 mm વરસાદ નોંધાયો છે. એટલે કે 8 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. ગાંધીનગર જિલ્લામાં અત્યાર સુધીમાં 457.8 mm વરસાદ નોંધાવો જોઈએ પરંતુ અત્યાર સુધઈમાં 367.6 mm જ વરસાદ નોંધાયો છે. એટલે કે 20 ટકા ઓછો વરસાદ થયો છે. નર્મદા જિલ્લામાં પણ અત્યાર સુધીનો 602 mm વરસાદ થવો જોઈએ પરંતુ અત્યાર સુધીમાં 536.5 mm વરસાદ થયો છે. એટલે કે 11 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. વડોદરા જિલ્લામાં અત્યાર સુધીમાં 551.8 mm વરસાદ નોંધાવો જોઈએ પરંતુ 487 mm વરસાદ નોંધાયો છે. જે 6 ટકા ઓછો વરસાદ થયો છે.

શું કહે છે અંબાલાલ? 
બીજી બાજુ હવામાન નિષ્ણાંત અને આગાહીકાર અંબાલાલ પટેલનું ઓગસ્ટમાં વરસાદ અંગે શું માનવું છે એ પણ જાણો. તેમણે કહ્યું કે ગુજરાતમાં ભલે જુલાઈ કરતા ઓછો વરસાદ રહેશે, પરંતું ઓગસ્ટનો ચોથો રાઉન્ડ પણ ભારે વરસાદ લાવશે. આ સાથે જ તેઓએ ઓગસ્ટમાં કેમ વરસાદ ઓછો રહેશે તેનુ કારણ પણ જણાવ્યું. અંબાલાલ પટેલે આગાહી કરી કે, જુલાઈની સરખામણીએ ઓગસ્ટમાં વરસાદ ઓછો રહેશે. જો કે ઓગસ્ટમાં પણ વરસાદના ભારે ઝાપટા રહી શકે છે. હાલ વાતાવરણની વાત કરીએ તો, બંગાળાના ઉપસાગરમાંથી વેલમાર્ક લો પ્રસરે ઓગસ્ટના વરસાદી સિસ્ટમને ખોરવી નાંખી છે. આ ઉપરાંત પૂર્વીય દેશોમાં એક ચક્રવાતે બંગાળાના ઉપસાગરનો બધો વરસાદ ખેંચી લીધો છે. અને આ જ કારણથી વાતાવરણમાં ભેજ ઓછો છે. ગુજરાત અને મધ્યપ્રદેશ તરફ વરસાદ ઓછો પડશે. 

તેમણે કહ્યું કે, સોમાલીયા તરફથી આવતા ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના લીધે ગુજરાતમાં હળવા ઝાપટા પડી રહ્યા છે. આ પવનનું જોર આગામી 10 તારીખ સુધી રહી શકે છે. હાલ ગુજરાતનાં કચ્છની બોર્ડર નજીકના ભાગો, અરવલ્લી, સાબરકાંઠા, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતનાં વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. તો દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં હળવાથી ભારે ઝાપટા વરસી શકે છે. 1 હજાર મિલિબારથી હવાનું દબાણ ઓછું રહેતા, કચ્છના ભાગોમાં ભારે પાવનનું જોર રહી શકે છે. તો કચ્છમાં 40-45 km/h ની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ઉત્તર ગુજરાતનાં ભાગોમાં 20-25 km/h નો પવન ફૂંકાઈ શકે છે. 

આ તારીખોમાં બનશે મજબૂત સિસ્ટમ!
હવામાન શાસ્ત્રીએ વધુમાં જણાવ્યું કે, 19 થી 21 ઓગસ્ટ દરમિયાન બંગાળની ખાડીમાં મજબૂત સિસ્ટમ બનશે, જે ગુજરાતમાં વરસાદ લઈને આવશે. પેસિફિક મહાસાગર ઉપર ટ્રોપીકલ સ્ટ્રોમ બનતા જેની બંગાળના ઉપસાગર ઉપર અસર કરશે. એક પછી એક બંગાળના ઉપસાગરમા સિસ્ટમ બનતા બંગાળાના ઉપસાગરમાં ભારે હલચલ થશે. જેના કારણે પણ ગુજરાતમાં વરસાદ પડશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news