અંબાલાલ પટેલની ભયાનક આગાહી: માઈચોંગ વાવાઝોડાના કારણે ભારેથી અતિભારે વરસાદની આગાહી

Gujarat Rains : આજે અને આવતી કાલે હવામાન વિભાગે ગુજરાતમાં આપી માવઠાની આગાહી,,, શનિવારે રાજ્યના 4 જિલ્લામાં વરસ્યો કમોસમી વરસાદ

અંબાલાલ પટેલની ભયાનક આગાહી: માઈચોંગ વાવાઝોડાના કારણે ભારેથી અતિભારે વરસાદની આગાહી

Gujarat Weather Forecast : ગુજરાત પર ફરી એકવાર માવઠાનો માર પડી રહ્યો છે. બંગાળની ખાડીમાં ઉઠેલા માઈચોંગ વાવાઝોડાને પગલે ગુજરાતમાં માવઠું આવ્યું છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની ભયાનક આગાહી પણ આવી ગઈ છે. શનિવારે રાજ્યના 4 જિલ્લામાં વરસ્યો કમોસમી વરસાદ હતો. ત્યારે આજે અને આવતી કાલે હવામાન વિભાગે ગુજરાતમાં માવઠાની આગાહી કરી છે. આગાહીકાર અંબાલાલ પટેલની કહ્યું કે, આગાહી સમયમાં બંગાળાની ખાડીમાં ભીષણ ચક્રવાત આવવાની સંભાવના છે. જેના કારણે પૂર્વીય અને દક્ષિણ તટિય પ્રદેશોમાં ભારે વરસાદની આગાહી છે. આ સમયે 150 km/h ની ઝડપે પવન ફૂંકવાની શક્યતા છે. આજથી ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે. જેના કારણે ઉત્તર ભારતમાં હિમવર્ષા થતા કાતિલ ઠંડીની આગાહી છે. ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગયા બાદ ઠંડીનો ચમકારો વધશે. ગુજરાતમાં મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની અસર 7 ડિસેમ્બર સુધી રહી શકે છે.

ક્યાં ક્યાં વરસાદની આગાહી 
અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, બંગાળની ખાડીમાં વાવાઝોડાના કારણે ગુજરાતમાં ફરી વરસાદ પડશે. આગામી 2 દિવસ ગુજરાતમાં અમુક જગ્યા સામાન્ય વરસાદની આગાહી છે. અરવલ્લી, મહીસાગર સામાન્ય વરસાદની આગાહી છે. તો અમરેલી, જૂનાગઢમાં પણ સામાન્ય વરસાદની આગાહી છે. પશ્ચિમ દિશાના પવનોના કારણે ભેજના કારણે ગુજરાતમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. હજી 2 દિવસ સુધી આ વાતાવરણના કારણે ગુજરાતમાં માવઠું આવશે. તેનાથી બે દિવસ બાદ બેથી ત્રણ ડિગ્રીમાં ઘટાડો થશે. ડિસેમ્બર મહત્તમ અને લઘુતમ તાપમાન સામાન્ય કરતાં ઘટશે. પવન ગતિ 10 થી 15 કિમી પ્રતિ કલાકની રહેશે. 

ઠંડી ઓછી પડશે કે વધારે 
હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતીએ ડિસેમ્બરમાં ઠંડીને લઇ હવામાન વિભાગની મોટી આગાહી કરી છે. તેમણે કહ્યું કે, આ વર્ષે ડિસેમ્બર મહિનામાં પડતી ઠંડીની સરખામણીએ ઓછી ઠંડી પડશે. આ વર્ષે કોલ્ડવેવની અસર ઘટશે. આ વર્ષે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર વધુ હોવાથી ઠંડીનું જોર ઘટશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધી જતા ઠંડીનું જોર ઘટશે. દર વર્ષે ડિસેમ્બરમાં પડતી ઠંડીની સરખામણીએ ઓછી ઠંડી પડશે. 

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, બંગાળના ઉપસાગરમાં ભીષણ ચક્રાવાત ફૂંકાવાની સાથે અરબી સમુદ્રમાં ભેજનુ પ્રમાણમાં વધારો થશે. આ તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં અસર થશે અને 20 ડિસેમ્બર સુધી રાજ્યના હવામાનમાં ફેરફાર રહેશે. જેથી રાજ્યમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. આ સાથે 14, 15, 16 તારીખ સુધી રાજ્યમાં વાદળછાયુ વાતારણ જોવા મળશે. 

અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, 7 ડિસેમ્બર સુધી કેટલાક જિલ્લામાં વરસાદની સંભાવના છે. આ સાથે દાહોદ, પંચમહાલ, વડોદરા કમોસમી વરસાદની સંભાવના છે. આ તરફ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રાના જિલ્લાઓમાં વરસાદની સંભાવના વ્યક્ત કરાઇ છે. આ તરફ હવામાન વિભાગે પણ તાજેતરમાં માવઠા બાદ ફરી એકવાર રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news