પરેશ ગોસ્વામીની વાવાઝોડા માટે મોટી આગાહી : અરબી સમુદ્રમાં જો આવું થયું તો આવી બનશે ગુજરાતનું

Paresh Goswami Forecast : આગ ઓકતી ગરમીથી છૂટકારો ક્યારથી મળશે અને ગુજરાતમાં કઇ તારીખથી બેસશે ચોમાસું તે વિશે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કરી આગાહી

પરેશ ગોસ્વામીની વાવાઝોડા માટે મોટી આગાહી : અરબી સમુદ્રમાં જો આવું થયું તો આવી બનશે ગુજરાતનું

weather expert Paresh Goswami forecast for monsoon 2024 : ગુજરાતના વાતાવરણમાં પહેલીવાર એવા પલટા જોવા મળી રહ્યાં છે, જ્યાં એક મહિનામાં ગરમી, વરસાદ અને વાવાઝોડું એક સાથે ત્રાટકતું હોય. મે મહિનામાં આવી રહેલા પલટાથી લોકોને સમજાઈ નથી રહ્યું કે, વાતાવરણમાં શું ખીચડો બની રહ્યો છે. ગુજરાતમાં મે મહિનાની શરૂઆતથી જ મોટા પલટા આવી રહ્યાં છે. હાલ કાળઝાળ ગરમી પડી રહી છે, તે જોતા લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે. ત્યારે જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી આવી ગઈ છે. તેમણે ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રીને લઈને આગાહી કરી છે. જોકે, વાવાઝોડું આવે તેવી સંભાવના હવામાન વિભાગે નકારી છે. 

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ગુજરાતમાં ચોમાસાની વિધિવત એન્ટ્રી અને પ્રિ મોન્સૂન એક્ટિવિટી અંગે અનેક અનુમાન કર્યા છે. તેમણે કહ્યું કે, હાલ ગુજરાતમાં હીટવેવનો રાઉન્ડ ચાલુ રહેશે. તેના બાદ 24 થી 30 મે સુધી ગુજરાતના અનેક વિસ્તારોમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી ચાલુ રહેશે. જેમાં 25થી લઇને 30 મે સુધીમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં પ્રિમોન્સુન એક્ટિવિટી થઇ શકે છે. તેના બાદ વાવાઝોડાની એન્ટ્રી થશે. આગાહીકારો વાવાઝોડાની આગાહી કરી રહ્યાં છે પણ હવામાન વિભાગ આ બાબતને નકારી રહ્યં છે અને ભારે વરસાદની આગાહી કરી રહ્યું છે.

જોકે, હાલ આંદામાન નિકોબારમાં ચોમાસું બેસી ગયું છે. સારા સમાચાર એ છે કે, આ વખતે ચોમાસું વહેલું છે. બંગાળની ખાડી અને અરબ સાગર ચોમાસાને આગળ ધપાવવા માટે હાલ ફેવરેબલ છે. એટલે ચોમાસું ઝડપથી ગુજરાત તરફ આગળ વધી રહ્યુ છે. 

ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે 
કેરળમાં હજી સત્તાવાર ચોમાસું બેઠું નથી પરંતુ અનુમાન પ્રમાણે 27 મેના રોજ કેરળમાં વિધિવત રીતે ચોમાસું આવી શકે છે. જે બાદ મહારાષ્ટ્ર થઇને વલસાડ જિલ્લામાં ચોમાસું આવશે. ચોમાસું મહારાષ્ટ્રમાં ત્રણ દિવસ વહેલું આવશે પરંતુ તે 48 કલાક જેવું ત્યાં રોકાઇ શકે છે. જેથી ગુજરાતમાં વિધિવત ચોમાસું વહેલું આવશે પરંતુ એકાદ દિવસ જ વહેલું આવવાની શક્યતા છે. 14મી જૂન આસપાસ ગુજરાતમાં ચોમાસું આવી જશે તેવું પણ અનુમાન છે. 14મી જૂને વલસાડ અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ચોમાસું આવી જશે પરંતુ તેને બનાસકાંઠા પહોંચતા 26મી જૂન સુધીનો સમય લાગી શકે છે.

વાવાઝોડાથી ડરવાની જરૂર નથી
પરેશ ગોસ્વામીએ કહ્યુ કે, બંગાળની ખાડીમાં સક્રિય થઇ રહેલા વાવાઝોડાની થોડી અસર ગુજરાત પર થાય. પરંતુ તેની સીધી અસર આપણને નહીં થઇ શકે. જોકે, તાપમાન આવું જ ઉપર રહેશે તો અરબી સમુદ્રમાં વાવાઝોડું બની શકે છે. જો ત્યા વાવાઝોડું સક્રિય થાય તો જ ગુજરાતવાસીઓએ સાવધાન થવુ પડશે.

મે મહિનો એટલે ચક્રવાતનો મહિનો 
આઈએમડીએ પણ કહ્યું કે, 22 મેની આસપાસ દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી પર હવાના નિમ્ન દબાણનો વિસ્તાર બનતો જોવા મળે છે. આનાથી કેરળમા ચોમાસું આગળ વધશે. પરંતું આ વેધર પેટર્ન પાછળથી ચક્રવાતમાં પરિવર્તિત થવાની સંભાવનાને નકારી શકાતી નથી. કારણ કે મેને ચક્રવાતની રચનાનો મહિનો ગણવામાં આવે છે તે ચક્રવાતમાં ફેરવાશે કે નહીં તેની પુષ્ટિ કરવી ખૂબ જ વહેલું છે. જો ચક્રવાત રચાય છે તો ચોમાસાની પ્રગતિ પર તેની અસરની હજુ સુધી આગાહી કરી શકાતી નથી. કારણ કે તે તેના ટ્રેક અને તીવ્રતા પર નિર્ભર રહેશે.

ઓમાન તરફ નહિ ફંટાય તો નુકસાની વેરશે 
અંબાલાલ પટેલે કહ્યું કે, 26 મે ના રોજ પશ્ચિમ બંગાળમાં ભારે ચક્રવાતની શક્યતા છે. દક્ષિણ પૂર્વીય તટો ઉપર તેની ભારે અસર થશે. પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદની શક્યતા છે. આ સમયે 100-120 km ની ઝડપે પવન ફૂંકાશે. અરબસાગરમા મે મહિનાના અંતમાં જૂનની શરૂઆતમાં ચક્રવાતની અસર બનશે. 8 જૂન બાદ આરબસાગરમાં ચક્રવાતને કારણે વીજકરંટની શક્યતા પણ છે. આંધીવંટોળ સાથે વરસાદની ગતિવિધિ સાથે શક્યતા છે. ચક્રવાત જો ઓમાન તરફ ન ફાંટાય તો સાગરના માધ્યમાં રહે તો દક્ષિણ સૌરાષ્ટ્રમાં, પશ્ચિમ ઘાટના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news