કોરોનાકાળમાં પ્રચારના નિયમો જાહેર, સભા માટે 100 લોકોની મંજૂરી, સ્ટેજ પર 7 લોકો બેસી શકશે

કોરોનાકાળમાં પ્રચારના નિયમો જાહેર, સભા માટે 100 લોકોની મંજૂરી, સ્ટેજ પર 7 લોકો બેસી શકશે
  • પ્રચાર સભા કે અન્ય પ્રચાર માટે જે તે જિલ્લા મેજિસ્ટ્રેટ/પોલીસ કમિશનરની મંજૂરી મેળવી નીચે મુજબની ગાઈડલાઈન સાથે સભા કે પ્રચાર કામગીરી કરી શકાશે. 

ઝી મીડિયા/બ્યૂરો :રાજ્યમાં યોજાનારી વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણીના પ્રચાર માટે પ્રવર્તમાન કોરોના વાયરસના સંક્રમણ અને લોકોના આરોગ્ય સુખાકારી ધ્યાનમાં લઈને ભારતના ચૂંટણી પંચના દિશા નિર્દેશોને પગલે રાજ્ય સરકારે ચૂંટણી પ્રચાર સંદર્ભે કેટલીક માર્ગ દર્શક અગત્યની સૂચનાઓ એસઓપી જાહેર કરી છે. આ સૂચનાઓના પાલન સાથે પેટાચૂંટણીઓ માટેનો પ્રચાર કરી શકાશે. 

આ માર્ગદર્શિકાની મુખ્ય બાબતો નીચે મુજબ છે. જે જગ્યાએ ચૂંટણી યોજાવાની છે ત્યાં પ્રચાર સભા કે અન્ય પ્રચાર માટે જે તે જિલ્લા મેજિસ્ટ્રેટ/પોલીસ કમિશનરની મંજૂરી મેળવી નીચે મુજબની ગાઈડલાઈન સાથે સભા કે પ્રચાર કામગીરી કરી શકાશે. 

આ પણ વાંચો : ‘બેકારી શું કહેવાય તે ભાન કરાવીએ આ ટોળકીને...’ નવરાત્રિ કેન્સલ થતા કલાકારોએ ખૂલીને કર્યો તબીબોનો વિરોધ 

  • સભાના આયોજન માટે બંધ જગ્યામાં જગ્યા/સ્થળની ક્ષમતાના 50%, પરંતુ મહત્તમ 200 વ્યક્તિની મર્યાદા રહેશે.
  • ખુલ્લી જગ્યામાં આ પ્રકારના કાર્યક્રમો માટે મેદાન/સ્થળના વિસ્તારને ધ્યાને લઇ 6 ફૂટની દૂરી સાથેનું ફિઝીકલ ડિસ્ટન્સ, સમગ્ર સમારંભ દરમિયાન ચહેરાને યોગ્ય રીતે ઢાંકી રાખવો, થર્મલ સ્કેનીંગની સગવડતા, હેન્ડ વોશ/સેનેટાઈઝરની સુવિધાની શરતે 100થી વધુ વ્યકિતઓના ચૂંટણી સંબંધિત રાજકીય સમારંભ માટે મંજુરી આપી શકાશે.
  • સભા અને મીટિંગના સ્ટેજ ઉપર સોશિયલ ડિસ્ટન્સીંગ સાથે વ્યક્તિગત ખુરશી પર ( સોફા રાખી શકાશે નહી ) ૭ ( સાત ) થી વધુ વ્યકિતઓ સ્ટેજ ઉપર બેસી શકશે નહિ.
  • જો સ્ટેજ મોટુ હોય તો આગળ–પાછળ હરોળમાં વધુમાં વધુ 14 લોકો ( હરોળ દીઠ ૭ વ્યકિતઓ ) બેસી શકશે. 
  • આ પ્રકારના કાર્યક્રમ માટે જિલ્લા મેજિસ્ટ્રેટ/પોલીસ કમિશ્નરને પૂર્વમંજુરી માટે અરજી કરવાની રહેશે. જેમાં કાર્યક્રમની તારીખ, સમય, સ્થળ તથા તેમાં હાજર રહેનાર વ્યકિતઓની સંભવિત સંખ્યા દર્શાવવાની રહેશે. 
  • આવા કાર્યક્રમમાં હાજર રહેનાર વ્યક્તિઓની સંખ્યા તથા અન્ય શરતોના પાલનની જવાબદારી આયોજકની રહેશે
  • ડોર ટુ ડોર પ્રચારમાં ઉમેદવાર સહિત 5 વ્યક્તિની મર્યાદા રાખી શકાશે.
  • રોડ શો કે બાઈક રેલીમાં વાહનોના કાફલામાં દર 5 વાહનો પછી યોગ્ય અંતર રાખવાનું રહેશે 
  • વાહનોના બે કાફલા વચ્ચે 100 મીટરના અંતરના બદલે ૩૦ મિનીટનો સમયગાળો રાખવાનો રહેશે

આ પણ વાંચો : ભક્તિ સાથે સોમનાથ મંદિરની આ માન્યતા પણ પ્રચલિત છે, દૂર થાય છે ક્ષય રોગ અને કોઢ રોગ 

આ ઉપરાંત કેટલીક અન્ય બાબતોનું પણ ધ્યાન રાખવાની સૂચના

  • coVID - 19 ની માર્ગદર્શક સૂચનોને અનુરૂપ રહીને પબ્લિક ગેધરિંગ/રેલી યોજી શકાશે
  • જિલ્લા ચૂંટણી અધિકારીએ રેલી/સભા માટે મેદાનો અગાઉથી નક્કી કરવાના રહેશે. જેમાં આવન-જાવનની ચોક્કસ વ્યવસ્થા રાખવાની રહેશે. 
  • આવા મેદાનોમાં સોશીયલ ડિસ્ટન્સીંગના માપદંડો જળવાય તે માટે નિશાનીઓ કરવાની રહેશે
  • નિયત કરવામાં આવેલ સંખ્યા કરતા લોકો વધે નહિ તે અંગે જિલ્લા ચૂંટણી અધિકારી અને પોલીસ અધિક્ષકએ કાળજી લેવાની રહેશે
  • COVID - 19 સંદર્ભે આપવામાં આવેલ સૂચનાઓ જેમ કે, ચહેરાને યોગ્ય રીતે ઢાંકવો, સેનેટાઈઝરનો ઉપયોગ, થર્મલ સ્કેનિંગ વગેરેનો અમલ થાય તે માટે રાજકીય પક્ષો અને ઉમેદવારોએ કાળજી લેવાની રહેશે. 
  • ઉમેદવાર દ્વારા નામાંકન દાખલ કરતા સમયે બેથી વધુ વ્યક્તિ તથા બેથી વધુ વાહનો રાખી શકાશે નહિ

આ પણ વાંચો : PM મોદીના ગુજરાત આગમન પહેલાની તૈયારીઓ શરૂ, હીરાબાના આર્શીવાદ લઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી જશે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news