ઓમિક્રોનના વાયરા વચ્ચે પણ ટુરિઝમ સેક્ટર અડીખમ, રખડવા નીકળી પડ્યા ગુજરાતીઓ
Trending Photos
અતુલ તિવારી/અમદાવાદ :લોકોના ભલે ઓમિક્રોનથી ફફડાટ હોય, પણ ફરવાના શોખીન ગુજરાતીઓ માટે ‘ડર કે આગે જીત હૈ..’ ડાયલોગ પરફેક્ટ મેચ થાય છે. કોરોનાના વેરિયન્ટ ઓમિક્રોન (omicron) ની દહેશત વચ્ચે તમામ ટુરિસ્ટ ડેસ્ટિનેશન હાઉસફૂલ જોવા મળ્યા છે. દેશભરમાં ઓમીક્રોન વેરિયન્ટના કેસો વધ્યા, પરંતુ ટુરિઝમ સેક્ટર (gujarat tourism) અડીખમ છે. ઓમીક્રોન વેરિયન્ટના વધતા સંક્રમણ સામે પ્રવાસીઓ (tourists) બેખૌફ બન્યા છે. નવા વર્ષની ઉજવણી માટે દોઢ મહિના અગાઉથી જ બુકીંગ ફૂલ થઈ ગયુ હતું. ક્રિસમસ અને નવા વર્ષ (new year) ની ઉજવણી માટે ગુજરાતીઓ બહાર નીકળી પડ્યા છે. હાલ ગુજરાતના મોટાભાગના ડેસ્ટિનેશન હાઉસફૂલ થયા છે.
હોટ ફેવરિટ રણઉત્સવ (kutch runn) માટે સૌથી વધુ બુકિંગ થયુ છે. 31 ડિસેમ્બર સુધી હાઉસફુલની સ્થિતિ છે. નવા વર્ષની ઉજવણી માટે દીવ, સ્ટેચ્યુ ઓફ યુનિટી (statue of unity) , દ્વારકા-સોમનાથ, સાસણગીર જવા માટે સૌથી વધુ પ્રવાસીઓ બુકીંગ કરાવ્યુ છે. નવા વર્ષની ઉજવણી (new year celebration) માટે સમગ્ર દેશના ટુરિસ્ટ સ્પોટ પર લોકોની ભીડ ઉમટશે.
યુવાનોમાં નવા વર્ષનું સેલિબ્રેશન કરવા માટે સૌથી વધુ પસંદગીનું સ્પોટ ગોવા (Goa) છે. એ સિવાય પરિવાર સાથે નવાવર્ષની ઉજવણી માટે ઉદયપુર, જોધપુર, કુંભલગઢ માટે પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ બુકીંગ કરાવે છે. કેટલાક લોકો પરિવાર સાથે નવ વર્ષનાં સેલિબ્રેશન માટે વિદેશ પ્રવાસે પણ જતા હોય છે. જો કે કોરોનાને કારણે હાલ માત્ર 3 જ દેશ દ્વારા પ્રવાસીઓને મંજૂરી અપાતી હોવાથી દુબઈ, માલદીવ અને શ્રીલંકા જવા માટે વિકલ્પ ઉપલબ્ધ છે.
વિદેશની વાત કરીએ તો કોરોનાના કારણે દુબઈ, માલદીવ અને શ્રીલંકામાં જ પ્રવાસીઓ જઈ શકે છે, આ ત્રણેય સ્થળો માટે પણ સારું બુકીંગ થયું છે. કોરોનાને કારણે છેલ્લા દોઢ વર્ષમાં ટુરિઝમ સેક્ટર સૌથી વધુ નુકસાન વેઠી ચૂક્યું છે, પણ છેલ્લા 6 મહિનાથી ફરી ટુરિઝમ સેક્ટરની ગતિ વધી છે.
અક્ષર ટ્રાવેલ્સના ચેરમેન મનીષ શર્મા કહે છે કે, ગુજરાતીઓ નવાવર્ષની ઉજવણી અને ફરવા જવા પાછળ વ્યક્તિદીઠ 50 હજાર સુધી ખર્ચ કરતા હોય છે. કોરોનાને કારણે બુકીંગ સમયે જ અમે તમામના વેક્સીન સર્ટિફિકેટ માંગીએ છીએ. જે હોટેલમાં રોકાવવાનું હોય ત્યાં પણ વેક્સીન સર્ટિફિકેટ ચેક કરવામાં આવે છે, સરકારની ગાઈડલાઈન સાથે જ તમામ પ્રક્રિયાઓ પુરી કરીએ છીએ. મુસાફરો માટે આપવામાં આવતા ડ્રાઇવરો પણ માસ્ક અને સેનેટાઇઝર સાથે જ હોય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે