સાપુતારાના મેઘ મલ્હાર ઉત્સવની તારીખ જાહેર, આ દિવસોમાં બદલાઈ જાય છે હિલ સ્ટેશનનો નજારો

Saputara Tourism : ચોમાસામાં કુદરતી સૌંદર્યથી સોળે કળાએ ખીલેલા સાપુતારામાં 30 જુલાઈથી શરૂ થશે મેઘ મલ્હાર ઉત્સવ 
 

સાપુતારાના મેઘ મલ્હાર ઉત્સવની તારીખ જાહેર, આ દિવસોમાં બદલાઈ જાય છે હિલ સ્ટેશનનો નજારો

Gujarat Tourism : ગિરિમથક સાપુતારાના આંગણે ‘મેઘ મલ્હાર પર્વ’ ફરી આવ્યો છે. ચોમાસાની ભીની ભીની મૌસમમાં પ્રવાસીઓને અનેકવિધ કાર્યક્રમો માણવા મળશે. તારીખ ૩૦ જુલાઇથી ૩૦ ઓગસ્ટના એક મહિના સુધી આયોજિત ‘મેઘ મલ્હાર પર્વ’ નું આયોજન કરાયું છે. જેનું ઉદ્ઘાટન તારીખ ૩૦ જુલાઇએ થશે. પ્રવાસન મંત્રી મુળુ બેરા સહિત પ્રભારી મંત્રી કુંવરજી હળપતિ આ મહોત્સવનો પ્રારંભ કરાવશે. 

મેઘ મલ્હાર ઉત્સવ શું છે
ગુજરાતમાં હાલ સાપુતારાની સુંદરતા સોળે કલાએ ખીલી ઉઠી છે. ગુજરાતના કાશ્મીર કહેવાતા આ હિલ સ્ટેશન પર હાલ ભગવાને છુટ્ટા હાથે સુંદરતા વેરી છે. ચોમાસું આવતા જ સાપુતારા સ્વર્ગ જેવુ લાગલા લાગે છે. ત્યારે ગુજરાત સરકાર આ સ્વર્ગને માણવા માટે ખાસ ઉત્સવનુ આયોજન કરે છે. ચોમાસામાં ઉજવાતા આ ઉત્સવની તારીખ આખરે જાહેર કરી દેવાઈ છે. ચોમાસામાં કુદરતી સૌંદર્યથી સોળે કળાએ ખીલેલા સાપુતારામાં 30 જુલાઈથી  મેઘ મલ્હાર ઉત્સવ શરૂ થશે. જે એક મહિના સુધી ચાલશે. પ્રવાસીઓ માટે આ ઉત્સવ ખાસ બની જતો હોય છે.  

રાજ્યના એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે ચોમાસાની ઋતુમાં પ્રતિ વર્ષ યોજાતા ‘મેઘ મલ્હાર પર્વ’ નો આ વર્ષે પણ તા. ૩૦ મી જુલાઇથી પ્રારંભ કરાશે. ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા આયોજિત ‘મેઘ મલ્હાર પર્વ-૨૦૨૩''''નું ઉદ્ઘાટન રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃતિઓ, વન પર્યાવરણ, અને કલાઇમેટ ચેન્જ વિભાગના મંત્રી મુળુ બેરાના હસ્તે કરાશે. 

એક મહિનામાં શું શું થશે 
સતત એક માસ સુધી ચાલનારા ‘મેઘ મલ્હાર પર્વ-૨૦૨૩’ દરમિયાન સહેલાણીઓને ઉદ્ઘાટન સમારોહના ભાગરૂપે ઉદ્ઘાટન પરેડ, સાંસ્કૃતિક કાર્યક્રમો, રેઇન રન મેરેથોન સહિત શનિ-રવિની રજાઓમાં રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો માણવાનો લ્હાવો મળશે. 

ચોમાસામાં સોળે કળાએ ખીલી ઉઠતા ડાંગ અને તેમાં પણ ગુજરાતના સ્વર્ગ સાપુતારામાં શરૂ થનારા વર્ષા ઉત્સવમાં અનેકવિધ કાર્યક્રમો થકી પ્રવાસીઓને આકર્ષવામાં આવશે. ત્યારે સાપુતારાના મેઘ મલ્હાર ઉત્સવનો આંનદ માણવા પ્રવાસન વિભાગ દ્વારા નવસારીના ઐતિહાસિક દાંડી સત્યાગ્રહ સ્મારકથી આમંત્રણ આપ્યું છે. મહિના સુધી ચાલનારા આ ઉત્સવમાં જોડાઈ સાપુતારાના નૈસર્ગિક સૌંદર્યની મજા માણવા આવવા પ્રવાસીઓને આમંત્રણ પણ આપ્યુ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news