ગુજરાતના આ અભ્યારણ્યમાં પ્રવાસીઓ પર પ્રતિબંધ, વનવિભાગે ચેકપોસ્ટ ઉભી કરી
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ ખાતે આવેલ બરડા અભયારણ્યમાં કેન્દ્ર સરકાર દ્વારા કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન થાય તે માટે વનવિભાગ માટે એક ગાઈડલાઈન જાહેર કરાઇ છે. જેમાં કોઈ પણ અભયારણ્યમાં લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. જેને લઈને ભાણવડ ખાતે આવેલ બરડા અભયારણ્યમાં પણ લોકો પ્રવેશ ન કરે તે માટે વનવિભાગ દ્વારા ચેકપોસ્ટ બનાવી દેવાઈ છે. પ્રવાસીઓ અભયારણ્યમાં પ્રવેશ ન કરે તે માટે જરૂરી પગલાં લેવામાં આવ્યા છે.
Trending Photos
દિનેશ વિઠ્ઠલાણી/દ્વારકા :દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ ખાતે આવેલ બરડા અભયારણ્યમાં કેન્દ્ર સરકાર દ્વારા કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન થાય તે માટે વનવિભાગ માટે એક ગાઈડલાઈન જાહેર કરાઇ છે. જેમાં કોઈ પણ અભયારણ્યમાં લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. જેને લઈને ભાણવડ ખાતે આવેલ બરડા અભયારણ્યમાં પણ લોકો પ્રવેશ ન કરે તે માટે વનવિભાગ દ્વારા ચેકપોસ્ટ બનાવી દેવાઈ છે. પ્રવાસીઓ અભયારણ્યમાં પ્રવેશ ન કરે તે માટે જરૂરી પગલાં લેવામાં આવ્યા છે.
બરડા અભયારણ્યમાં જ અતિ પૌરાણિક શિવ મંદિર આવેલું છે. જે કીલેશ્વર મહાદેવથી પ્રચલિત છે અને આ મંદિર પણ એક અલગ જ ઇતિહાસ ધરાવે છે. જામનગરના રાજવી પરિવારના રાજા શત્રુશલ્યજી પણ આ મંદિરમાં પૂજન અર્ચન કરવામાં આવતા હોય છે. ત્યારે આ મંદિર ઐતિહાસિક વારસો ધરાવતો હોઈ અને તેની જાળવણી રાજા શત્રુશલ્યજી દ્વારા કરવામાં આવે છે. તેઓ પણ ત્યાં ભગવાન મહાદેવની પૂજા અર્ચના કરવા આવે છે. જેથી અહીં કોરોનાની મહામારીને લઈને બરડા ડુંગરમાં સ્થિત બરડા અભયારણ્ય ખાતે આવેલ આ પૌરાણિક શિવમંદિરમાં પણ ભક્તોને પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.
સૌરાષ્ટ્રના મહાત્મા ગાંધીજીના જન્મસ્થળથી પ્રસિધ્ધ પોરબંદરથી 15 કિ.મીના અંતરે આ અભયારણ્ય આવ્યું છે. તેના ગાઢ જંગલો, વિશાળ વૃક્ષો, વનસ્પતિ, નાના કદની ઔષધિય વનસ્પતિઓથી સારી રીતે પ્રસિધ્ધ છે. 192 ચો.કિમી વિસ્તારમાં વ્યાપેલું બરડા અભયારણ્ય દુર્લભ વનસ્પતિ અને વૃક્ષો માટે ખરેખર એક અભય સ્થાન છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે