ગાંધીધામમાંથી 800 કરોડનું 80 કિલો ડ્રગ્સ ઝડપાતા ખળભળાટ; ગુજરાત પોલીસના ઇતિહાસમાં રેકોર્ડ બ્રેક જથ્થો

ફરીવાર કચ્છના દરિયા કિનારેથી બિનવારસી સ્થિતિમાં ડ્રગ્સ મળી આવ્યું છે. આ ડ્રગ્સને એફએસએલમાં તપાસ અર્થે મોકલાતા પ્રાથમિક તપાસમાં કોકેઈન હોવાનું સામે આવ્યું છે.ગત રોજ પૂર્વ કચ્છ પોલીસ પેટ્રોલીંગમાં હતી. તે દરમ્યાન પોલીસને બિનવારસી હાલતમાં જથ્થો મળી આવ્યો હતો.

ગાંધીધામમાંથી 800 કરોડનું 80 કિલો ડ્રગ્સ ઝડપાતા ખળભળાટ; ગુજરાત પોલીસના ઇતિહાસમાં રેકોર્ડ બ્રેક જથ્થો

ઝી બ્યુરો/ગાંધીગામ: ગુજરાત પોલીસના ઇતિહાસમાં રેકોર્ડ બ્રેક ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. ફરી એકવાર ગુજરાતના દરિયા કિનારાનો ઉપયોગ ડ્રગ્સની હેરાફેરી માટે થઈ રહ્યો છે. અનેક વખત કચ્છમાંથી ડ્રગ્સ ઝડપાયું હોવાના બનાવો સામે આવ્યાં છે. ત્યારે કચ્છના ગાંધીધામમાંથી 800 કરોડની કિંમતનું 80 કિલોથી વધુ ડ્રગ્સ ઝડપાયું છે. ગાંધીધામમાં સ્થાનિક પોલીસે ઓપરેશન હાથ ધરી પોલીસની કામગીરીના ચાર ચાંદ લગાવી દીધા છે. FSLની પ્રાથમિક તપાસમાં કોકિનનો જંગી જથ્થો હોવાનું બહાર આવ્યું છે.

ગાંધીધામમાં સ્થાનિક પોલીસે ઓપરેશન હાથ ધરતાં ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. રાજ્ય સરકાર અને ઉચ્ચ પોલીસ અધિકારીઓના ગાંધીધામ પોલીસને અભિનંદન પાઠવ્યા છે. આ ડ્રગ્સ મામલે અનેક લોકોની ધરપકડ થવાના ભણકારા વાગી રહ્યાં છે. 

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, કચ્છના દરિયા કિનારેથી બિનવારસી સ્થિતિમાં ફરી એકવાર ડ્રગ્સનો મોટો જથ્થો મળી આવ્યું છે. આ ડ્રગ્સને એફએસએલમાં તપાસ અર્થે મોકલાતા પ્રાથમિક તપાસમાં કોકેઈન હોવાનું સામે આવ્યું છે. ગત રોજ પૂર્વ કચ્છ પોલીસ પેટ્રોલીંગમાં હતી. તે દરમ્યાન પોલીસને બિનવારસી હાલતમાં જથ્થો મળી આવ્યો હતો. ત્યારે પોલીસ દ્વારા આ ડ્રગ્સ કોણે મંગાવ્યું હતું. તે તરફ તપાસનાં ચક્રોગતિમાન કર્યા છે.

ઉલ્લેખનીય છે કે, થોડા સમય અગાઉ કચ્છનાં દરિયા કિનારેથી અવાર નવાર ડ્રગ્સનાં પેકેટ BSF ને પેટ્રોલીંગ દરમ્યાન મળી આવ્યા હતા. ભારતમાં ડ્રગ્સ ઘુસાડવા માટે ગુજરાતનો દરિયો મુખ્ય કેન્દ્ર બની ગયો છે. છેલ્લા 5 વર્ષમાં 35 હજાર કરોડથી વધુ ડ્રગ્સ ગુજરાતમાં ઝડપાયું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news