આતંકી હુમલાની દહેશતને પગલે ગુજરાત-રાજસ્થાનની રતનપુર બોર્ડર સીલ કરાઈ

આતંકી હુમલાની દહેશતને પગલે બોર્ડર હાઈએલર્ટને પગલે ગુજરાત-રાજસ્થાનની રતનપુર બોર્ડર સીલ કરાઈ છે. બોર્ડર પાસે પોલીસ સાથે એસઆરપીની હથિયારધારી ટુકડી તૈનાત કરાઈ છે. હાલ ટ્રક સહિત વાહનોની સઘન તપાસ કરવામાં આવી રહી છે. 

આતંકી હુમલાની દહેશતને પગલે ગુજરાત-રાજસ્થાનની રતનપુર બોર્ડર સીલ કરાઈ

સમીર બલોચ/અરવલ્લી :આતંકી હુમલાની દહેશતને પગલે બોર્ડર હાઈએલર્ટને પગલે ગુજરાત-રાજસ્થાનની રતનપુર બોર્ડર સીલ કરાઈ છે. બોર્ડર પાસે પોલીસ સાથે એસઆરપીની હથિયારધારી ટુકડી તૈનાત કરાઈ છે. હાલ ટ્રક સહિત વાહનોની સઘન તપાસ કરવામાં આવી રહી છે. 

કાશ્મીરમાંથી 370ની કલમ હટાવ્યા બાદ સમગ્ર ભારતમાં મોટા આતંકવાદી હુમલાને પગલે રાજ્યમાં એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે રાજ્યની જે અંતરાજ્ય સરહદો છે, તે તમામ સરહદો પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ત્યારે રાજ્યના ડીજીપીના આદેશ બાદ રાજસ્થાન અને ગુજરાતને જોડતી અરવલ્લી જિલ્લાની રતનપુર ચેકપોસ્ટ પર 30 જેટલા હથિયારધારી એસઆરપી જવાનોની ટુકડી બોર્ડર પર ખડકી દેવામાં આવી છે. તેમજ પોલીસ જવાનોને બુલેટપ્રૂફ જેકેટ સુરક્ષા માટે પુરા પાડવામાં આવ્યા છે. રાજસ્થાનમાં પ્રવેશતા અને ગુજરાતમાંથી રાજસ્થાન જતા તમામ વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.

https://lh3.googleusercontent.com/-mj0VRAEBy6Q/XVkhYGf81bI/AAAAAAAAItk/fjHDwf0dqwwQ8nzFr4pLWZ9pV4CL6SgmQCK8BGAs/s0/Arvalli_border2.JPG

શામળાજી પોલીસને તમામ વાહનોની તપાસ કરવાની સૂચના આપી દેવાઈ છે. હાલ બોર્ડર પાસે ટ્રક સહિત વાહનોની સઘન તપાસ ચાલી રહી છે. DGPના આદેશ બાદ સરહદ સીલ કરાઈ છે. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news