ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : 24 કલાકમાં 111 તાલુકામાં મેહુલિયો મન મૂકીને વરસ્યો
Trending Photos
હિતલ પારેખ/ગાંધીનગર :ગુજરાતમા હવે ચોમાસું જામ્યુ છે. મન મૂકીને મેઘરાજા વરસી રહ્યા છે. જેથી લોકો તથા ધરતીપુત્રોએ રાહતનો શ્વાસ લીધો છે. છેલ્લા બે દિવસથી ગુજરાતના અનેક જિલ્લાઓમા મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે. જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતની નદીઓમાં વરસાદથી ધોડાપૂર (heavy rain) આવ્યા છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન વરસાદ (gujarat rain) ના આંકડા પર નજર કરીએ તો, 111 તાલુકામાં વરસાદ નોંધાયો છે.
વલસાડના તાલુકાઓમાં સૌથી વધુ વરસાદ
રાજ્યમાં 24 કલાક દરમિયાન સૌથી વધુ વરસાદ વલસાડના કપરાડામાં 5 ઇંચ વરસ્યો છે. તો વલસાડ (valsad) ના ધરમપુરમાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે. નવસારીના ખેરગામ અને આહવા ડાંગમાં 3 ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. આમ, રાજ્યના 10 તાલુકામાં છેલ્લા 24 કલાક દરમિયાન બે ઇંચથી વધારે વરસાદ જોવા મળ્યો છે. તો 27 તાલુકામાં ૧ ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે.
સુરતનો કોઝવે અવરજવર માટે બંધ કરાયો
સુરતમાં મેઘરાજાએ અવિરત બેટિગ કરીને પાલિકાની પોલ ખોલી છે. ગઈકાલે માત્ર દોઢ ઇંચ વરસાદમાં જળબંબાકારની સ્થિતિ ઉદભવી હતી. તો સુરતનો કોઝવે લોકોની અવરજવર માટે બંધ કરાયો હતો. કોઝવેની સપાટી 6 મીટર થતાં કેને બંધ કરાયો છે. ઉપરવાસમાં ભારે વરસાદથી કોઝવેનું લેવલ વધ્યું છે.
માછીમારોની દરિયો ન ખેડવા સૂચના
હવામાન વિભાગ દ્વારા આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરાઈ છે. તો વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. તેમજ નવસારી, સુરત, ડાંગ અને તાપીમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢમાં વરસાદ વરસી શકે છે. માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના અપાઇ છે. દરિયા કિનારે ભારે પવન ફૂંકાઇ શકે છે. વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે