વ્યાસ બેટમાં ફસાયેલા 11 લોકોના જીવ તાળવે ચોંટ્યા, હેલિકોપ્ટરને હાલ સુરતથી મળી રહ્યું નથી ગ્રીન સિગ્નલ

ફસાયેલા 11 લોકોને વ્યાસબેટથી એરલિફ્ટ કરવામાં આવશે અને ડભોઇ હેલિપેડ ખાતે લેન્ડ કરવામાં આવશે. હાલ હેલીકૉપ્ટરને સુરતથી આગળ વધવાનું ગ્રીન સિગ્નલ મળી રહ્યું નથી. ડભોઇ હેલિપેડ ખાતે પોલીસ અને વહીવટીતંત્ર સ્ટેન્ડબાય રખાયું છે.

વ્યાસ બેટમાં ફસાયેલા 11 લોકોના જીવ તાળવે ચોંટ્યા, હેલિકોપ્ટરને હાલ સુરતથી મળી રહ્યું નથી ગ્રીન સિગ્નલ

Gujarat HeavyRains: સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતાં નર્મદા નદીના કાંઠાના વિસ્તારો મુશ્કેલીમાં મુકાયા છે. લાખો ક્યુલેક પાણી છોડાતાં અનેક ગામોમાં પાણી ફરી વળ્યા છે, જ્યારે અમુક ગામ સંપર્ક વિહોણા થયા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. નર્મદા નદીમાં પૂર આવતા વ્યાસબેટમાં 11 લોકો ફસાયા હોવાની માહિતી મળી રહી છે. ફસાયેલા લોકોના રેસ્ક્યુ માટે દમણથી કોસ્ટગાર્ડનું હેલીકૉપ્ટર રવાના થયું છે. ફસાયેલા 11 લોકોને વ્યાસબેટથી એરલિફ્ટ કરવામાં આવશે અને ડભોઇ હેલિપેડ ખાતે લેન્ડ કરવામાં આવશે. હાલ હેલીકૉપ્ટરને સુરતથી આગળ વધવાનું ગ્રીન સિગ્નલ મળી રહ્યું નથી. ડભોઇ હેલિપેડ ખાતે પોલીસ અને વહીવટીતંત્ર સ્ટેન્ડબાય રખાયું છે.

સરદાર સરોવર નર્મદા ડેમમાંથી 19 લાખ ક્યુસેક પાણી છોડવાને પગલે વડોદરા જિલ્લાના શિનોર, ડભોઈ અને કરજણ તાલુકાના 25 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સાથે તાલુકા તંત્રના અધિકારીઓ અને પોલીસના અધિકારીઓ અને પોલીસ સ્ટાફ એન. ડી.આર. એફ અને એસ. ડી.આર.એફની ટીમો સાથે શનિવારે નદીમાં પાણીનો પ્રવાહ વધતાં સંભવિત અસરગ્રસ્ત ગામડાંઓમાં પહોંચી જઈ નાગરિકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી મોડી રાત સુધી કરી હતી.

વડોદરા જિલ્લાના ડભોઈ,શિનોર અને કરજણ તાલુકાના 11 ગામોમાંથી 15,000લોકોનું સલામત સ્થળે સ્થળાંતર  કરવામાં આવ્યુ હતું. સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતાં ડભોઈના કરનાળીમાંથી 9, નદેરિયામાંથી 17, શિનોરના દિવેર (મઢી)24, બરકાલના 7, માલસરના 84,કરજણ તાલુકાના પુરામાંથી 600, આલમપુરાના 180, લીલાઇપુરાના 25, ઓઝના 24, નાનીકોરલના 130 અને શાયરના 10 સહિત કુલ 15,000 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

નદીનું પાણી ફરી વળતાં ગામોમાં ફસાયેલા લોકોને બચાવવા માટે તંત્ર દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યું છે અને લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. એનડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યું છે. કરજણના નાની સાયર ગામે 10 બાળકો સહિત ફસાયેલા 16 લોકોનું NDRFની ટીમે રેસ્ક્યૂ કર્યું હયું. નર્મદા ડેમમાં પાણી છોડાતા કરજણના નાની સાયર ગામમાં અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા હતા. જેમાં બેથી ત્રણ પરિવાર ફસાતા NDRFની ટીમ તાત્કાલિક રેસ્કયૂ માટે પહોંચી હતી. પાંચ પુરુષ, 10 બાળકો અને એક મહિલાનું રેસ્ક્યૂ કરી સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા.

ઉલ્લેખનીય છે કે શિનોર તાલુકાના બરકાલ ગામ પાસે નર્મદા નદીના મધ્યે વ્યાસબેટ ખાતે મંદિરના મહારાજ સહિત પરિવારના 12 સભ્યો નર્મદા નદીના પુરમાં ફસાઈ ગયા હતા. તેમને સલામત બહાર કાઢવા માટે એરફોર્સની મદદ લેવામાં આવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news