ગુજરાતમાં બનશે દેશની પ્રથમ કન્ટેનર હોસ્પિટલ : દર્દીને દુર્ઘટના સ્થળ પર આપશે સારવાર

India's First Container Hospital In Rajkot : ગુજરાતની પ્રથમ એઇમ્સ હોસ્પિટલ... પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરશે લોકાર્પણ.. સૌરાષ્ટ્ર-કચ્છને મળશે આરોગ્ય ક્ષેત્રે મોટી ભેટ..

ગુજરાતમાં બનશે દેશની પ્રથમ કન્ટેનર હોસ્પિટલ : દર્દીને દુર્ઘટના સ્થળ પર આપશે સારવાર

Rajkot AIIMS ગૌરવ દવે/રાજકોટ : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 24 અને 25 તારીખે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે ગુજરાતની પ્રથમ AIIMS હોસ્પિટલની મુલાકાત લેવાના છે. એટલું જ નહીં IPD સેવાનો પ્રારંભ તેમના જ હસ્તે કરવામાં આવશે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રને વધુ એક મોટી ભેટ મળવા જઈ રહી છે. રાજકોટ નજીક આવેલા પરાપીપળીયા ગામે એઈમ્સ હોસ્પિટલ બની છે. ત્યારે અહી દેશની પ્રથમ કન્ટેનર હોસ્પિટલમાં પણ બનશે. દેશભરમાં કાર્યરત 23 AIIMS પૈકી માત્ર રાજકોટ અને ભુવનેશ્વર એઇમ્સને કન્ટેનર હોસ્પિટલ પ્રયોગ માટે મંજૂરી આપવામાં આવી છે અને આ માટે જગ્યા પણ નક્કી કરી દેવામાં આવી છે. આ કન્ટેનર હોસ્પિટલની મદદથી કોઈપણ સ્થળે દુર્ઘટનામાં AIIMSની મોબાઈલ હોસ્પિટલ તુરંત પહોંચશે, આ 23 સારવાર ઓન ધ સ્પોટ મળશે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટમાની એકસ હોસ્પિટલ રાજકોટના પરા પીપળીયા ગામે નવનિર્માણ પામી છે ત્યારે આગામી 25 ફેબ્રુઆરીથી આઇપીડીનું લોકાર્પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે થઈ શકે છે. તૈયારીઓનો ધમધમાટ શરૂ થઇ ચૂક્યો છે. એઇમ્સમાં દર્દીઓને સારામાં સારી સારવાર અપાવવા આધુનિક મશીનરીનો ઉપયોગ કરવામાં આવશે, જેથી દર્દીઓને ગુજરાત બહાર અન્ય રાજ્યોમાં સારવાર માટે ધક્કા ખાવા ન પડે.ગુજરાતની પહેલી એઇમ્સ રાજકોટમાં આકાર લઇ રહી છે, જેમાં હાલ OPD સેવા છેલ્લા બે વર્ષથી કાર્યરત છે. ત્યારે આ અંગે આ એઇમ્સ હોસ્પિટલમાં સારવાર લેવા આવી રહેલા દર્દીઓએ પણ કહ્યું હતું કે, રાજકોટ એઇમ્સ હોસ્પિટલમાં નજીવા દરે વિદેશ જેવી સારવાર મળી રહી છે. એટલું જ નહીં દર્દીઓ સાથે સ્ટાફનું સારૂ વર્તન અને સારી સુવિધાઓ મળી રહી છે. દારીઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરતા કહ્યું હતું કે, સૌરાષ્ટ્ર અને કચ્છના લોકો માટે આરોગ્ય ક્ષેત્રે આશીર્વાદ રૂપ સાબિત થવાની છે. હજુ IPD ઇન્ડોર સેવા શરૂ થતાં દર્દીઓને ખૂબ જ ફાયદો થવાનો છે. 

રાજકોટ એઇમ્સનું લોકાર્પણ આગામી 25 ફેબ્રુઆરીએ પ્રધાનમંત્રીના હસ્તે થવા જઈ રહ્યું છે. ત્યારબાદ IPD સારવાર પણ રાજકોટ એઇમ્સ ખાતે મળી રહેશે. 190 ડોક્ટર્સ અને 318 નર્સિંગ સ્ટાફ દર્દીઓની સેવા અને સારવારમાં હાજર તૈનાત રહેશે. 250 IPD બેડનું લોકાર્પણ થશે. જેમાં 25 બેડ ICUવાળા રાખવામાં આવશે. 250 બેડની સાથે-સાથે ઓપરેશન થિયેટર અને 250 IPD બેડનું લોકાર્પણ થશે. રાજકોટ એઇમ્સ હોસ્પિટલના ડાયરેકટર ડો.સી.ડી.એસ.કટોચે જણાવ્યું હતું કે, IPDની સાથે નવી 15 સેવાઓનો પ્રારંભ થશે. જેમાં ઇમરજન્સી સારવાર, દાખલ થવા માટે બેડની સુવિધા, ઓપરેશન થિયેટર, ફિઝીયો, ENT, સર્જરી, ડેન્ટલ, ફિઝિકલ વિભાગ, ઇકો સહિતની સુવિધાઓ મળશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 25 ફેબ્રુઆરીના ગુજરાતની પ્રથમ એઇમ્સ હોસ્પિટલની મુલાકાત લેશે.

AIIMSમાં મળતી સારવાર

1. ANESTHESIOLOGY & PERIOPERATIVE CARE
2. ΑΝΑΤOMY
3. FORENSIC MEDICINE & TOXICOLOGY
4. DERMATOLOGY
5. OBSTETRICS & GYNAECOLOGY
6. OPHTHALMOLOGY
7. PHYSIOLOGY
8. PSYCHIATRY
9. PHARMACOLOGY
10. BIOCHEMISTRY
11. COMMUNITY AND FAMILY MEDICINE
12. GENERAL SURGERY
13. GENERAL MEDICINE
14. MICROBIOLOGY
15. OTORHINOLARYNGOLOGY
16. TRANSFUSION MEDICINE
17. PAEDIATRICS
18. DENTISTRY
19. PATHOLOGY
20. RADIODIAGNOSIS
21. RADIATION ONCOLOGY
22. PULMONARY MEDICINE
23. ORTHOPAEDIC

સૌરાષ્ટ્રના છેવાડાના વિસ્તાર દ્વારકા અને સોમનાથના લોકોને સારવાર લેવા માટે અમદાવાદ સુધી લાબું થવું પડતું હતું. જોકે ગંભીર રોગની સારવાર કરાવવા માટે લોકોને ચેન્નઈ, મુંબઈ તમે દિલ્હી સુધી જવું પડતું હતું. આર્થિક ખર્ચ પણ ખૂબ જ વધારે પડતો હતો. ત્યારે રાજકોટ ને એઇમ્સ મળતા સૌરાષ્ટ્રવાસીઓને આરોગ્ય ક્ષેત્રે ખૂબ જ મોટી ભેટ મળી રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news