પ્રવાસીઓની પહેલી પસંદ બન્યુ ગુજરાતનું આ અનોખું મંદિર! ગર્ભગૃહમાં પડે છે સૂર્યનું પ્રથમ કિરણ

શિલ્પકલાના અદ્દભૂત ઉદાહરણ રજૂ કરનારુ આ વિશ્વપ્રસિધ્ધ મંદિરની સૌથી મોટી ખાસિયત એ છે કે સમગ્ર મંદિરના નિર્માણમાં ક્યાય પણ ચૂનાનો ઉપયોગ નથી કરવામાં આવ્યો. મંદિરમાં છે રામાયણ અને મહાભારતના સમયની અદભુત કોતરણી...

પ્રવાસીઓની પહેલી પસંદ બન્યુ ગુજરાતનું આ અનોખું મંદિર! ગર્ભગૃહમાં પડે છે સૂર્યનું પ્રથમ કિરણ

ઝી બ્યૂરો, અમદાવાદઃ ઈન્ડિયા ટુરિઝમ સ્ટેટેટિક્સ-2023: મોઢેરા આવતા પ્રવાસીઓની સંખ્યામાં એક વર્ષમાં લગભગ 70 ટકાનો વધારે થયો છે. વર્ષ 2021-22માં 2.24 લાખની સાથે વર્ષ 2022-2023માં 3.79 લાખ જેટલાં પ્રવાસીઓએ સૂર્યમંદિરની મુલાકાત લીધી છે. જ્યાં તેમણે અહીં આવીને અહીંની બેનમૂન કલાકારી બેનમૂન શિલ્પકળા નીહાળી છે. આમ પ્રવાસીઓને આ પ્લેસ હવે સૌથી વધુ પસંદ આવી રહ્યું છે. આ પ્રવાસી માત્ર ગુજરાતના કે ગુજરાત બહારના જ નહીં પણ દેશ અને દુનિયાના વિવિધ ખૂણેથી આવતા વિદેશી પ્રવાસીઓની સંખ્યા પણ વધી છે. વર્ષ 2022-23માં 24,166 જેટલાં વિદેશી પ્રવાસીઓએ સૂર્યમંદિરની મુલાકાત લીધી.

ગુજરાતનું અનોખું મંદિરઃ
ગુજરાતમાં એક એવું મંદિર આવેલું છે જેને જોવા માટે દેશ અને દુનિયાભરથી અનેક મહાનુભાવો અને લાખો લોકો અહીં આવી ચુક્યા છે. એમાંય સવારના એક વિશેષ સમયે જો આ મંદિરના ગર્ભગૃહના દર્શન તમને થઈ જાય તો કહેવાય છેકે, તમારો બેડોપાર સમજો. અહીં વાત કરવામાં આવી રહી છે. ગુજરાતમાં આવેલાં જગપ્રસિદ્ધ સૂર્ય મંદિરની. સૂર્ય મંદિરનું નિર્માણ કરાવનારો રાજ વંશ સોલંકી કુળનો હતો. સોલંકી વંશને સૂર્યવંશી પણ કહેવાતો હતો. તેઓ સૂર્યને કુળદેવતાના રૂપમાં પૂજતા હતા તેથી તેમણે પોતાના આદ્ય દેવતાની આરાધના માટે એક ભવ્ય સૂર્ય મંદિર બનાવવાનો નિર્ણય કર્યો અને આ પ્રકાર મોઢેરાના સૂર્ય મંદિરે આકાર લીધો. ધરતી પર જો કોઈ જીવતા જાગતા દેવની પૂજા થતી હોય તો તે સૂર્ય નારાયણ છે. આ એવા દેવ છે જેના વગર જનજીવન શક્ય નથી. અખિલ બ્રહ્માંડમાં જેની આદિ અનાદીકાળીથી ભક્તિ થતી આવી છે. ભારતમાં ઓડિસાના કોર્ણાક અને બીજુ ગુજરાતના મોઢેરામાં આવેલું છે. 

જગવિખ્યાત મંદિરની જરૂર લેજો મુલાકાતઃ
રાજ્યના મહેસાણા જિલ્લાના મોઢેરા ગામમાં આવેલું છે વિશ્વવિખ્યાત સૂર્ય મંદિર. જેને મોઢેરા મંદિર તરીકે પણ સંબોધવામાં આવે છે. ગુજરાત સરકાર દ્વારા આ સ્થળને પ્રવાસન સ્થળ તરીકે પણ વિકસાવવામાં આવ્યું છે. સોલંકી યુગમાં નિર્માણ થયેલું આ મંદિર હસ્તશિપનો ઉત્કષ્ટ નમૂનો. મંદિરના સ્તંભો પર વિવિધ રામાયણ-મહાભારતના પ્રસંગોની કોતરણી પણ આવેલી છે. સૂર્ય મંદિરનું નિર્માણ રાજ વંશ સોલંકી કુળે કરેલું છે. આ મંદિરના ગર્ભગૃહમાં પડે છે સૂર્યનું પ્રથમ કિરણ. મોઢેરાનું વિશ્વપ્રસિદ્ધ સૂર્ય મંદિરની બનાવટ અને તેનું નકશી કામ અદભૂત, અવિસ્મરણીય છે.

અમદાવાદથી કેટલાં અંતરે આવેલું છે આ મંદિરઃ
અમદાવાદથી લગભગ 100 કિલોમીટર અને જિલ્લાના વડુમથક મહેસાણાથી લગભગ 25 કિલોમીટરના અંતરે આવેલા વિશ્વપ્રસિદ્ધ મોઢેરા આવેલું છે. અહીં પહોંચતા જ એક નવો અહેસાસ થશે. કારણ કે અહીં જાણે કોઈ પર્વતિયાળ ગામમાં આવ્યા હોય... મોઢેરા મેદાની પ્રદેશમાં આવેલા છે. આ પર્વતિયાળ પ્રદેશ નથી. પરંતુ મોઢેરામાં રહેલા મકોનો જોઈએ તો એવું લાગે કે તે કોઈ ટેકરા પર કે પર્વત પર બનેલા હોય. પુષ્પાવતી નદીના કિનારે આવેલા આ સૂર્ય મંદિરની બનાવટ અને તેનું નક્સી અદભૂત, અવિસ્મરણીય છે. એટલું અદભૂત છે કે તેને શબ્દોમાં ન વર્ણવી શકાય. સાચી મજા તો ત્યાં પહોંચીને જ લઈ શકાય.

વાસ્તુશિલ્પનો બેનમૂન નમૂનો-
શિલ્પકલાના અદ્દભૂત ઉદાહરણ રજૂ કરનારુ આ વિશ્વપ્રસિધ્ધ મંદિરની સૌથી મોટી ખાસિયત એ છે કે સમગ્ર મંદિરના નિર્માણમાં ક્યાય પણ ચૂનાનો ઉપયોગ નથી કરવામાં આવ્યો. ઈરાની શૈલીમાં નિર્મિત આ મંદિરને સોલંકી ભીમદેવે બે ભાગમાં નિર્મિત કરાવ્યું હતું. પહેલો ભાગ ગર્ભગૃહનો અને બીજુ સભામંડપનો છે. મંદિરના ગર્ભગૃહના અંદરની લંબાઈ 51 ફૂટ, 9 ઈંચ અને પહોળાઈ 25 ફૂટ 8 ઈંચની છે.

મંદિરમાં રામાયણ-મહાભારતના પ્રસંગોની યાદ-
મંદિરના સભામંડપમાં કુલ 52 સ્તંભ છે. આ સ્તંભો પર વિવિધ દેવી-દેવતાઓના ચિત્રો અને રામાયણ અને મહાભારતના પ્રસંગોને કોતરીને તૈયાર કરાયા છે. આ સ્તંભોને નીચેની તરફ જોતા તેઓ અષ્ટકોણાકાર અને ઉપરની તરફ જોતા એ ગોળ દેખાય છે. તો સૂર્ય મંદિરની મુલાકાતે ન માત્ર દેશ પરંતુ વિદેશ પણ અનેક લોકો આવે છે. 

સૂર્યનું પ્રથમ કિરણ મંદિરના ગર્ભગૃહમાં પડે છે-
આ મંદિરની એક ખાસિયત છે કે સૂર્યનું પહેલુ કિરણ મંદિરના ગર્ભગૃહમાં પડે છે. તેના કારણે મંદિર ઝળહળી ઉઠે છે. તો આ જ મંદિરની આગળના ભાગમાં એક વિશાળ કુંડ આવેલો છે. જેને સૂર્ય કુંડ કે રામ કુંડ કહેવામાં આવે છે. તો અલ્લાઉદ્દીન ખિલજીએ પોતાના આક્રમણ દરમિયાન મંદિરને ખૂબ જ નુકશાન પહોંચાડ્યુ હતું અને મંદિરની મૂર્તિઓ તોડફોડ કરી હતી. હાલ ભારતીય પુરાતત્વ વિભાગે આ મંદિરને પોતાના સંરક્ષણમાં લઈ લીધું છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news