રાજકોટના અગ્નિકાંડ બાદ ગુજરાત સરકારની ઊંઘ ઉડી! હવે ફાયર એક્ટમાં સુધારો કરશે

રાજકોટના અગ્નિકાંડ બાદ ગુજરાત સરકારની ઊંઘ ઉડી! હવે ફાયર એક્ટમાં સુધારો કરશે
  • રાજકોટની ઘટના બાદ ફાયર એક્ટમાં સુધારો કરવાની વિચરણા
  • સરકારની પ્રિવેન્શન ઓફ ફાયર એક્ટમાં સુધારો કરવાની વિચારણા
  • ભીડવાળી જગ્યાએ કોમર્શિયલ એકમોએ રાખવા પડી શકે ખાનગી ફાયર ઓફિસર
  • આગ લાગવાની ઘટનામાં ફાયર ઓફિસરની રહેશે જવાબદારી
  • મોલ, થિયેટર, હોટલ, કોમ્યુનિટી હોલ સહિતના એકમો આવરી લેવાશે
     

હિતલ પારેખ, ગાંધીનગરઃ અનેક નિર્દોષ લોકોની સાથે માસૂમ ભૂલકાઓ પણ રાજકોટના માનવ સર્જિત લાક્ષાગૃહની આગમાં હોમાઈ ગયા. રાજકોટના ગેમ ઝોનમાં ફાયર સેફ્ટીના અભાવના કારણે અધિકારીઓ, સરકાર અને કસુરવાર સંચાલકના પાપે સંખ્યાબંધ લોકોને મળ્યું કંપાવી દે તેવું મોત. સુરતનું તક્ષશીલા, અમદાવાદની આગ, વડોદરાની ઘટના આવી અનેક ઘટનાઓમાં નિર્દોષ લોકોનો ભોગ લેવાઈ રહ્યું છે. ત્યારે હવે રાજકોટની આ ગોઝારી ઘટના બાદ ગુજરાત સરકાર જાગી છે અને ફાયર એક્ટમાં સુધારો કરવાની વિચારણા કરી રહી છે. નવા સુધારમાં એવી વિચારણા ચાલી રહી છેકે, હવેથી પ્રાઈવેટ એકમોમાં ખાનગી ફાયર અધિકારીઓ જ કરશે સાધનોની ચકાસણી, જો કોઈ ખામી જણાશે તો જેતે ફાયર અધિકારીની જવાબદારી રહેશે.

ફાયર એક્ટમાં શું નવો સુધારો થશે?
રાજકોટ અગ્નિકાંડ બાદ સરકાર સફાળી જાગી છે. હવે સરકારની પ્રિવેન્શન ઓફ ફાયર એક્ટમાં સુધારો કરવાની વિચારણા ચાલી રહી છે. ભીડવાળી જગ્યાએ કોમર્શિયલ એકમોએ રાખવા પડી શકે ખાનગી ફાયર ઓફિસર. આગ લાગવાની ઘટનામાં ફાયર ઓફિસરની  જવાબદારી રહેશે. સરકારી વ્યવસ્થા પર ભારણ ન વધે તે માટે સરકારની વિચારણા ચાલી રહી છે. મોલ, થિયેટર, હોટલ, કોમ્યુનિટી હોલ સહિતના એકમો આવરી લેવાશે. ખાનગી ફાયર ઓફિસર જ સાધનોની ચકાસણી સહિતની કામગીરી કરશે. કોઈ ખામી જણાશે તો તેની જવાબદારી રહેશે. ખાનગી ફાયર ઓફિસર પર સરકારનું પણ નિયંત્રણ રહેશે.

આજે અધિકારીઓને કોર્ટમાં હાજર કરાશેઃ
રાજકોટ આગકાંડમાં 4 અધિકારીની પોલીસે કરી ધરપકડ. આજે અધિકારીઓને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાશે. TPO એમ.ડી. સાગઠિયા, ATPO મુકેશ મકવાણાને રજૂ કરાશે. ATPO ગૌતમ જોશી, ફાયર ઑફિસર રોહિત વિગોરાને કરાશે રજૂ. રાજકોટ આગકાંડમાં 27 નિર્દોષ લોકો જીવતા ભુંજાયા. આજે રાજકોટ આગકાંડ મામલે અધિકારીઓના લેવાશે નિવેદન. SITના અધ્યક્ષ સુભાષ ત્રિવેદીની ચેમ્બરમાં બોલાવાશે. આજે મનપા તત્કાલ કમિશનર અને તત્કાલીન પોલીસ કમિશનરને બોલાવાશે. આગકાંડ મામલે અધિકારીઓના નિવેદન લેવામાં આવશે.આ ઉપરાંત અગ્નિકાંડમાં વધુ અધિકારીઓની પણ પૂછપરછ કરવામાં આવશે. વધુ 4 અધિકારીઓને CID ક્રાઈમનું તેડું. એક ATPO, 2 આસિ.ઇજનેર, ફાયરમેનને ગાંધીનગરનું તેડું. ATPO મુકેશ મકવાણા, ફાયરમેન જયેશ ડાભીને થશે સવાલ. આસિ. ઇજનેર રુદ્ર વાદી, ગૌતમ ફફલને પણ થશે સવાલ.

ક્રાઈમ બ્રાન્ચ કરી રહી છે તપાસઃ

  • રાજકોટના TRP ગેમઝોન આગકાંડ બાદ ક્રાઈમ બ્રાન્ચની તપાસ
  • ક્રાઈમ બ્રાન્ચે બેંક ખાતાની તપાસ કરી શરૂ
  • ગેમઝોન ખાતે ઓનલાઈન કયા ખાતામાં રૂપિયા આવતા હતા તેની તપાસ
  • 2023માં આગ લાગ્યા બાગ પણ ફાયર NOC ન મેળવી
  • ગેમઝોનના ભાગીદારો અને મનપાના અધિકારીઓ વચ્ચે આર્થિક લેણદેણ હતી કે નહીં તેની તપાસ

સુરતમાં તંત્ર એક્શનમાંઃ

  • રાજકોટ આગકાંડ બાદ સુરત ફાયર વિભાગ એક્શનમાં
  • શાસક પક્ષના દંડક ધર્મેશ વાણિયાવાલાનું ફૂડ કોર્ટ સીલ કરાયું
  • પાલ રોડ પર ગેલેક્સી સર્કલ પાસે નિયમો વિરુદ્ધ ચલાવાતું હતું ફૂડ કોર્ટ
  • NOC વગર લા પેન્ટોલા નામનું ચલાવતા હતા ફૂડ કોર્ટ
  • ફાયર વિભાગની ટીમે ફૂડકોર્ટને સીલ માર્યું

અમદાવાદનું તંત્ર પણ એલર્ટઃ
અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી યોજશે ફાયરસેફ્ટીની ટ્રેનિંગ. 5 જૂને શાળાના આચાર્યોને ફાયર સેફ્ટી અંગેની ટ્રેનિંગ આપવામાં આવશે. જરૂર પડે તો શાળાના શિક્ષકોને પણ ફાયર સેફ્ટી ટ્રેનિંગ અપાશે. આવી ઘટનાઓ ફરી ન બને તે માટે પગલાં લેવાઈ રહ્યાં છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news