રાજકોટમાં ત્રીજી લહેર આવી, સિવિલ હોસ્પિટલના 50 કર્મચારી સંક્રમિત થયા

શહેરો તરફથી કોરોના ધીરે ધીરે ગામડાઓ તરફ જઈ રહ્યો છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમા કોરોના (corona case) રોકેટ ગતિએ વધી રહ્યો છે. સૌરાષ્ટ્રમા વધતા કેસોએ આરોગ્ય વિભાગને દોડતુ કર્યુ છે, તો તંત્રની ઊંઘ હરામ કરી છે. આવામાં હવે રાજકોટ સિવિલ હોસ્પિટલ (civil hospital) ના 50 કર્મીઓ કોરોના સંક્રમિત થયા છે. અત્યાર સુધીમાં 50 જેટલા કર્મીઓ કોરોના સંક્રમિત થયા છે. સિવિલના નર્સિંગ સ્ટાફ, સફાઈ કર્મીઓ, તબીબો સહિત 50 કર્મીઓ કોરોના સંક્રમિત થયા છે. સિવિલ સુપરિટેન્ડન્ટે જણાવ્યું કે, તમામ હોમ આઇસોલેશનમાં સારવાર લઇ રહ્યા છે. 
રાજકોટમાં ત્રીજી લહેર આવી, સિવિલ હોસ્પિટલના 50 કર્મચારી સંક્રમિત થયા

નવનીત લશ્કરી/રાજકોટ :શહેરો તરફથી કોરોના ધીરે ધીરે ગામડાઓ તરફ જઈ રહ્યો છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમા કોરોના (corona case) રોકેટ ગતિએ વધી રહ્યો છે. સૌરાષ્ટ્રમા વધતા કેસોએ આરોગ્ય વિભાગને દોડતુ કર્યુ છે, તો તંત્રની ઊંઘ હરામ કરી છે. આવામાં હવે રાજકોટ સિવિલ હોસ્પિટલ (civil hospital) ના 50 કર્મીઓ કોરોના સંક્રમિત થયા છે. અત્યાર સુધીમાં 50 જેટલા કર્મીઓ કોરોના સંક્રમિત થયા છે. સિવિલના નર્સિંગ સ્ટાફ, સફાઈ કર્મીઓ, તબીબો સહિત 50 કર્મીઓ કોરોના સંક્રમિત થયા છે. સિવિલ સુપરિટેન્ડન્ટે જણાવ્યું કે, તમામ હોમ આઇસોલેશનમાં સારવાર લઇ રહ્યા છે. 

રાજકોટ (Rajkot) શહેરના સિવિલ હોસ્પિટલના 50 જેટલા આરોગ્ય લક્ષી સેવા બજાવતા અધિકારીઓ તેમજ કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા હોવાનું સામે આવ્યું છે. રાજકોટ સહિત સમગ્ર વિશ્વભરમાં હાલ કોરોના મહામારી કહેર વર્તાવી રહી છે. ત્યારે પ્રથમ લહેરને દ્વિતીય લહેરની જેમ જ હાલ ત્રીજી લહેર (third wave) માં પણ ફ્રન્ટલાઈન વોરિયર્સ કોરોના સંક્રમિત થઈ રહ્યા હોવાનું સામે આવ્યું છે. 

તાજેતરમાં જ રાજકોટ શહેર પોલીસ વિભાગના ડીસીપી, એસીપી સહિત 45 જેટલા પોલીસ કર્મીઓ કોરોના સંક્રમિત થયાનું સામે આવ્યું હતું. ત્યારે હાલ રાજકોટ શહેરના સિવિલ હોસ્પિટલના 50 જેટલા આરોગ્યલક્ષી સેવા બજાવતા અધિકારીઓ તેમજ કર્મચારીઓ (corona warriors) કોરોના સંક્રમિત થયા હોવાનું સામે આવ્યું છે. મીડિયા સાથેની વાતચીતમાં રાજકોટ શહેરના સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ આર. એસ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં સિવિલ હોસ્પિટલમાં 50 જેટલા અધિકારીઓ તેમજ કર્મચારીઓ કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે. તમામ હાલ હોમ આઈસોલેશનમાં છે. એક પણ અધિકારી કે કર્મચારીને હોસ્પિટલાઈઝ કરવા પડ્યા હોય તે પ્રકારની પરિસ્થિતિ નિર્માણ નથી થયું. 

ગુજરાતમાં દર કલાકે 965 લોકોને કોરોના ડંખી રહ્યો છે. એક દિવસમાં કોરોનાને લીધે 15 લોકોનાં મોત થયા છે. અમદાવાદમાં કોરોનાના નવા 8332, સુરતમાં 2488, વડોદરામાં 3709 જ્યારે રાજકોટમાં 2029 કેસ નોંધાયા છે. 24 કલાકમાં 10,103 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.

ગુજરાતમાં અત્યાર સુધીમાં 10 લાખ 45 હજાર 938 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 230 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 9 લાખ 5 હજાર 830 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો રાજ્યમાં હાલ 1 લાખ 29 હજાર 875 એક્ટિવ કેસ છે, જેમાંથી 244 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 1 લાખ 29 હજાર 631 દર્દીની હાલત સ્થિર છે.
કોરોનાને લીધે એક દિવસમાં 15 લોકોના મોત થયા છે, જ્યારે આ પહેલા 21 જાન્યુઆરીએ 16 લોકોના મોત થયા હતા, તો 20 જાન્યુઆરીએ અમદાવાદમાં શહેરમાં 7, સુરત શહેરમાં 2, જામનગર શહેર, ગાંધીનગર, રાજકોટ અને ખેડા જિલ્લામાં 1-1 મળી કુલ 13ના મોત થયા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news