ઉત્તરાયણ પહેલાં બદલાઈ ગુજરાતની હવા! બંગાળના ઉપસાગરમા હલચલ થવાની શક્યતા

Ambalal Patel Prediction: આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, રાજ્યમાં જાન્યુઆરી મહિનામાં ફરી માવઠાની શક્યતા છે. 1 થી 5જાન્યુઆરીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવશે. જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં ગુજરાતનાં પૂર્વીય, દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે.

ઉત્તરાયણ પહેલાં બદલાઈ ગુજરાતની હવા! બંગાળના ઉપસાગરમા હલચલ થવાની શક્યતા

Gujarat Weather Update: નવું વર્ષ શરૂ થતાની સાથે જ ગુજરાતના હવામાનમાં પણ એકાએક પલટો આવ્યો છે. પહેલી જાન્યુઆરી 2024ની સવારથી જ જાણે ગુજરાતનું વાતાવરણ એકદમથી પલટાઈ ગયું છે. ઉત્તરાયણ પહેલાં જ ગુજરાતની હવામાન એક નવો બદલાવ આવ્યો છે. પવનની ગતિ સામાન્ય કરતા વધી ગઈ છે અને ઠંડા પવનો સુસવાટા મારે છે. જાણે એકાએક અમદાવાદમાં પણ વહેલી સવારે આબુ જેવો માહોલ સર્જાઈ જાય છે. હવામાનમાં આવેલાં પલટાને કારણે અમદાવાદ સહિત મોટા ભાગના શહેરોમાં ડબલ સિઝનનો અનુભવ થઈ રહ્યો છે. જોકે, ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ઠંડી ઓછી છે. કચ્છના નલિયામાં ઠંડીનો પારો 8.8 ડિગ્રીએ પહોંચ્યો છે. તો રાજકોટમાં 12.6 ડિગ્રી તો ગાંધીનગરમાં 13.5 ડિગ્રીએ તાપમાન પહોંચ્યું છે. ઉત્તર ભારતમાં હિમવર્ષાના કારણે ગુજરાતમાં કાતિલ ઠંડી પડી રહી છે. અમદાવાદ શહેરમાં વહેલી સવારે ઠંડી તો દિવસે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે.

આ તારીખથી ઠંડીનો ચમકારો વધશે-
અંબાલાલ પટેલે જણાવ્યું કે, હાલ તો ઠંડી નહિ આવે, પરંતું આગામી 10-11 જાન્યુઆરીમાં ઠંડીનો ચમકારો વધે તેવી શક્યતા છે. તો સાથે જ પતંગના રસિકો માટે સારા સમાચાર એ છે કે, આ વર્ષે ઉત્તરાયણ ઉપર સાનુકૂળ વાતાવરણ રહેશે. ઉત્તરાયણના રોજ ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા છે. તેથી લોકો સરળતાથી પતંગોત્સવ માણી શકે છે. નવા વર્ષની શરૂઆતમાં જ માઉન્ટ આબુમાં તાપમાનનો પારો ગગડ્યો છે. આબુમાં 0.0 ડિગ્રી સેલ્શિયસ તાપમાન નોંધાયું છે. ન્યૂનતમ તાપમાનથી ઘાસ, પાંદડા અને વાહનો પર બરફ જામી ગયો છે. 

ઉત્તરાયણ બગાડશે માવઠું-
આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, રાજ્યમાં જાન્યુઆરી મહિનામાં ફરી માવઠાની શક્યતા છે. 1 થી 5જાન્યુઆરીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવશે. જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં ગુજરાતનાં પૂર્વીય, દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે. 6 જાન્યુઆરીથી હવામાનમાં પલટો આવશે. આ સમયે અરબસાગર અને પશ્ચિમ બંગાળમાં અસર રહેશે. જેના કારણે ઉત્તરાયણમાં ગુજરાતમાં વાદળવાયુ વાતાવરણ રહી શકે છે. 

ડિસેમ્બરના અંતમાં ઠંડી વધશે-
વહેલી સવારે અમદાવાદ રિવરફ્રન્ટ ઉપર ધુમ્મસમય માહોલ જોવા મળ્યો છે. જો કે ડિસેમ્બરમાં પડતી ઠંડી કરતા આ વર્ષે ઠંડી ઓછી અનુભવાઈ રહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઠંડીમાં ઘટાડો જોવા મળ્યો છે. આવામાં હવામાન વિભાગે આગામી બે દિવસ તાપમાનમાં ફેરફાર ન થવાને લઈ આગાહી કરી છે. 

કચ્છના નલિયામાં વર્ષના આરંભે ઠંડીનું સામ્રાજ્ય છવાયું છે. ઠંડીનો પારો ગગડીને 8.8 ડિગ્રીએ પહોંચ્યો છે. મહત્તમ તાપમાન રાજ્યમાં સૌથી ઓછું 24.2 ડીગ્રી થતા દિવસ પણ ઠંડી અનુભવાઈ રહી છે. ભુજમાં મોસમનો સૌથી ઠંડો દિવસ નોંધાયો છે. ભુજમાં મોસમની સૌથી વધુ ઠંડી આજે અનુભવાઈ છે. ગઈકાલે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 16.2 ડિગ્રી તો મહત્તમ તાપમાન 28 ડિગ્રી નોંધાયું છે. નલિયામાં સૌથી ઓછું 8.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ઠંડીમાં ઘટાડો થયો છે. ડિસેમ્બરમાં સામાન્ય કરતા ઠંડીનો પારો ઊંચો નોંધાયો છે. જોકે, આ વર્ષે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઠંડી ઓછી છે.

કમોસમી વરસાદની આગાહી-
જોકે, આ વર્ષે ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી છે. આગાહીકાર અંબાલાલ પટેલે નવા વર્ષે વરસાદની આગાહી કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, આગામી 6-7-8 જાન્યુઆરી સુધી મહારાષ્ટ્ર, મુંબઈ સુધી પહોંચતા વરસાદની શક્યતા છે. આગામી 6-7-8 જાન્યુઆરી સુધી મહારાષ્ટ્ર, મુંબઈ સુધી પહોંચતા વરસાદની શક્યતા છે. સિસ્ટમના ભેજના કારણે દક્ષિણ ગુજરાત અનર દક્ષિણ સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની શક્યતા છે. 

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં આવતા બંગાળના ઉપસાગરમા હલચલ થવાની શક્યતા છે. જેના કારણે બંગળાના ઉપસાગરનો ભેજ પૂર્વીય રાજસ્થાન સુધી આવવાની શક્યતા છે, જેના કારણે પૂર્વ ગુજરાતમાં કમોસમી વરસાદ આવી શકે છે. જાન્યુઆરી 1 થી 5 માં મહીસાગર, પંચમહાલ અને અરવલ્લીમાં માવઠાની શક્યતા છે. તો સાથે જ ઉત્તર ગુજરાતનાં જિલ્લાઓમાં પણ હવામાન પલટાઈ શકે છે. કચ્છ સહીત બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ વાતાવરણ પલટાઈ શકે છે. 5 જાન્યુઆરી સુધીમાં દેશના 70% ભાગમાં પલટો આવવાની શક્યતા છે. 10-11 જાન્યુઆરીમાં ઠંડીનો ચમકારો વધશે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news