જ્યાં વસે છે પ્રધાનમંત્રી મોદીના કુળદેવી, એ ગામમાં રચાયો ઈતિહાસ! મોદીએ કર્યા વખાણ

PM Modi On Guinness World Record: 2024 વર્ષના પ્રથમ દિવસે સૂર્ય ઉગતાંની સાથે જ ગુજરાતના સૂર્ય મંદિરમાં એક સાથે 108 સ્થળોએ સૂર્ય નમસ્કાર કરવામાં આવ્યા હતા, જે એક વિશ્વ રેકોર્ડ છે.

જ્યાં વસે છે પ્રધાનમંત્રી મોદીના કુળદેવી, એ ગામમાં રચાયો ઈતિહાસ! મોદીએ કર્યા વખાણ

PM Modi Urges People: ગુજરાતીઓએ રવિવારે (31 ડિસેમ્બર) 2023ના અંતિમ દિવસની ઉજવણી કરીને નવા વર્ષ 2024નું જોરદાર સ્વાગત કર્યું હતું. ગુજરાતીઓ હંમેશાં કંઈક નવું કરવાના મૂડમાં હોય છે. નવા વર્ષના પ્રથમ દિવસે સોમવારે (01 જાન્યુઆરી) લોકોએ મંદિરમાં પૂજા અર્ચના કરીને દિવસની શરૂઆત કરી હતી. આ પ્રસંગે ગુજરાતમાં લોકોએ એક સાથે 108 સ્થળોએ સૂર્ય નમસ્કાર કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. આવી સ્થિતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને સંદેશો આપ્યો હતો અને આગ્રહ પણ કર્યો હતો.

પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું ગુજરાતે એક ઉલ્લેખનીય ઉપલબ્ધી સાથે 2024નું સ્વાગત કર્યું છે. 108 સ્થાનો પર આજે એક સાથે સૌથી વધારે લોકોએ સૂર્ય નમસ્કાર કરી એક ગિનિઝ વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. આપણે બધા જાણીએ છીએ કે 108 નંબરનું આપણી સંસ્કૃતિમાં વિશેષ મહત્વ છે.

 

— Narendra Modi (@narendramodi) January 1, 2024

 

'સૂર્ય નમસ્કારને તમારી દિનચર્યાનો ભાગ બનાવો'-
તેમણે વધુમાં કહ્યું, “આયોજનના સ્થળોમાં પ્રતિષ્ઠિત મોઢેરા સૂર્ય મંદિરનો પણ સમાવેશ હતો, જ્યાં ઘણા લોકોએ ભાગ લીધો હતો. ખરેખર યોગ એ આપણા સાંસ્કૃતિક વારસા પ્રત્યેની આપણી પ્રતિબદ્ધતાનો સાચો પુરાવો છે. હું તમને બધાને સૂર્ય નમસ્કારને તમારી દિનચર્યાનો એક ભાગ બનાવવા વિનંતી કરું છું. આ સૂર્ય નમસ્કારના ઘણા ફાયદા છે.”

ગુજરાતના સૂર્ય મંદિરે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ-
મોઢેરા સૂર્ય મંદિર ગુજરાતના પાટણથી 30 કિલોમીટર દક્ષિણમાં મોઢેરા ગામમાં આવેલું છે. આ મંદિરમાં નવા વર્ષની સવારે સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો અને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ ભાગ લીધો હતો.

ગિનિસ વર્લ્ડ રેકોર્ડના ઈન્સ્પેક્ટર સ્વપ્નિલ ડાંગરીકર પણ મોઢેરા પહોંચ્યા હતા. જેઓ સૂર્ય નમસ્કાર કરતા મહત્તમ લોકો નિહાળવા આવ્યા હતા. તેમણે કહ્યું કે આ એક નવો રેકોર્ડ છે, આ પહેલાં કોઈએ આ રેકોર્ડ તોડવાનો પ્રયાસ કર્યો નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે પુરાવાઓની તપાસ કર્યા બાદ સ્પષ્ટ થાય છે કે આટલી મોટી સંખ્યામાં એક સાથે સૂર્ય નમસ્કાર એ નવો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ છે.

મોઢેરા સ્થિત માતંગી મોઢશ્વરી માતાનું મંદિર સાથે ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. માતંગી માતા 18 ભુજાઓ ધારી માં શક્તિનું સ્વરૂપ છે. જેમના તમામ ભુજાઓમાં અસ્ત્ર શસ્ત્ર ધારણ કરેલા છે. માં મોઢેશ્વરી નું મંદિર વાવ ની અંદર નિર્માણ પામેલું છે. આ મંદિરમાં વર્ષોથી અખંડ જ્યોત પ્રજ્વલિત છે. કર્ણાક નામના દૈત્યના ત્રાસથી મોઢ લોકોએ મુક્તિ મેળવવામાં ભટ્ટારીકાની આરાધના થકી જે સ્વરૂપના દર્શન થયા તે માં મોઢશ્વરી માતાના નામથી ઓળખાયા. મોઢ મોદી, મોઢ બ્રાહ્મણ, મોઢ પટેલ અને મોઢ વણિક સમાજના લોકો માં મોઢેશ્વરી માતાની કુળદેવી તરીકે પૂજા અર્ચના કરે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news