ગુજરાતની રાજનીતિના મોટા સમાચાર! વિસ્તારમાં 108ની છાપ ધરાવતા ધારાસભ્ય AAPને છોડે છે!

ગુજરાતની રાજનીતિમાં હડકંપ. આમ આદમી પાર્ટીમાં પડી રહી છે ફૂટ. આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા ફાડી શકે છે પક્ષથી છેડો. લોકસભાની ચૂંટણી પહેલાં સૌથી મોટા સમાચાર.

ગુજરાતની રાજનીતિના મોટા સમાચાર! વિસ્તારમાં 108ની છાપ ધરાવતા ધારાસભ્ય AAPને છોડે છે!

ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો, વિસાદવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણી આપી શકે છે રાજીનામું. એટલું જ નહીં આપથી મોહભંગ થતા ભૂપત ભાયાણી આજે જ કેસરિયા કરીને ભાજપમાં જોડાય તેવી પણ સંભાવના છે. લોકસભાની ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટીમાં આ પ્રકારની બગાવતથી રાજકીય સમીકારણો બદલાઈ જશે.

હાલ ગુજરાતમાં આપના કુલ પાંચ ધારાસભ્યો છે. જેમાંથી એક ચૈતર વસાવા હાલ વિવાદોને કારણે ભૂગર્ભમાં જતા રહ્યાં છે. ત્યારે બીજી તરફ ભૂપત ભાયાણી ભાજપમાં જોડાય તેવી સંભાવના વ્યક્ત કરાઈ છે. લોકસભા ચૂંટણી પહેલાં ગુજરાતમાં આપને મોટો ફટકો! પોતાના વિધાનસભા મત વિસ્તાર એટલેકે, વિસાવદરમાં 108 કહેવાતા આ ધારાસભ્ય આપ છોડે છે!

 

આમ આદમી પાર્ટીના પ્રવક્તા યોગેશ જાદવાણીએ જણાવ્યુંકે, ભૂપત ભાયાણી વિસાવદરની જનતા સામે દ્રોહ કરી રહ્યાં છે. ભૂપત ભાયાણી ગુજરાતની જનતા સાથે દ્રોહ કરી રહ્યાં છે. ભાજપ જુદા જુદા પ્રલોભનો આપીને અને ડરાવીને બીજા પક્ષના ધારાસભ્યને તોડે છે. આમ આદમી પાર્ટી લોકોને કઈ રીતે અપાવશે ભરોસો એ એક મોટો સવાલ છે. કોંગ્રેસ હવે પતી ગયું છે. તેથી ભાજપને કોંગેસને નહીં પણ આપનો ડર છે. ભાજપ આમ આદમી પાર્ટીના કાર્યકરોને દબાવવા માંગે છે. ભાજપ એટલે તોડજોડ કરે છે. 

ભાજપના પ્રવક્તા ડો.યજ્ઞેશ દવેએ જણાવ્યુંકે, 156 સીટો ગુજરાતમાં ભાજપ પાસે છે, એટલે ભાજપને કોઈ પાર્ટીના ધારાસભ્ય તોડવાની કોઈ જરૂર નથી. જેમની પાસે માત્ર પાંચ ધારાસભ્યો છે, એમણે પોતાને વિચારવાની જરૂર છે. કેજરીવાલ અને ઈશુદાને વિચાર કરવાની જરૂર છે. દિલ્લીમાં પણ આપના ઘણાં ધારાસભ્યો જેલમાં છે. આમ આદમી પાર્ટી ક્રાઈમનો પર્યાય બની ગઈ છે. આ વખતે પણ ગુજરાતમાં લોકસભાની 26 માંથી 26 સીટો ભાજપ જીતશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news