શિયાળામાં સવારે અમદાવાદ નજીકની આ જગ્યાએ પહોંશો તો જોવા મળશે ઝન્નત! ચુકતા નહીં મોકો

Picnic Spot of Gujarat: અમદાવાદ નજીક ફરવા જવાનું વિચારી રહ્યાં હોવ તો આ જગ્યા તમારા માટે સૌથી બેસ્ટ છે. શિયાળામાં આ જગ્યાએ જે માહોલ હોય છે એવો માહોલ જોવા માટે તો લોકો ફોરેન જતા હોય છે. તમના ઘર આંગણે સાવ મફતના ભાવમાં આવો મોકો મળે છે તો મોકો ચુકાય ખરાં...જલદી પ્લાન બનાવી લો...

શિયાળામાં સવારે અમદાવાદ નજીકની આ જગ્યાએ પહોંશો તો જોવા મળશે ઝન્નત! ચુકતા નહીં મોકો

Gujarat Tourism/ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાતીઓ હરવા ફરવાના અને મોજ મસ્તીના શોખીન હોય છે. એવામાં શિયાળાની મોસમમાં ફરવાની કંઈક અલગ જ મજા હોય છે. એમાંય વાત જ્યારે અમદાવાદીઓની હોય તો પછી પુછવું જ શું. લોકો ફોરેન જઈને ખોટા પૈસા બગાડે છે. જો અમદાવાદ નજીકની આ જગ્યાએ તમે વહેલી સવારે પહોંચી જશો તો તમને ઝન્નત જોવા મળશે. શું તમે પણ વિક એન્ડમાં ફ્રેન્ડ, ફેમિલી કે તમારા પાર્ટનર સાથે મસ્ત મજાની જગ્યાએ ફરવા જવાનું અને ક્વાલિટી ટાઈમ સ્પેન્ડ કરવાનું વિચારી રહ્યાં છો, તો આ જગ્યા તમારા માટે બેસ્ટ છે. 

અમદાવાદથી આશરે 35 કિલો મીટરના અંતરે મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં આવેલું છે થોળ પક્ષી અભયારણ્ય અને તાળવ. શિયાળા દરમિયાન થોળ ખાતે દેશ-વિદેશથી આવેલાં અસંખ્ય યાયાવર પક્ષીઓ વિસામો લેવા આવતા હોય છે. દૂર દેશાવરથી આવેલાં યાયાવર પક્ષીઓને અહીં પાણી અને ખાવાનું મળી રહે છે તેથી તેઓ શિયાળાના ત્રણથી ચાર મહિના સુધી અહીં જ વિસામો લેતાં હોય છે. જો તમે વન-ડે પિકનિક પ્લાન કરી રહ્યાં હોવ તો આ સ્થળ તમારા માટે બેસ્ટ છે. ખાસ કરીને પક્ષી પ્રેમીઓ માટે આ સ્થળ સ્વર્ગ સમાન છે. 

જોકે, અહીંના વાતાવરણની મજા માણવા માટે તમારે વહેલી સવારે જ અહીં આવવું પડશે. અહી સવારથી સાંજ સુધી તમે કુદરતના અસીમ સૌંદર્ય અને યાયાવર પક્ષીઓના કલરવની મજા માણી શકશો. અહીં તમે પરિવાર કે મિત્રો સાથે આવ્યાં હોવ તો અહીં કેન્ટિનની સુવિધા પણ છે. બર્ડ સેન્ચુરીની સાથો સાથ અહીં વિશાળ તળાવ પણ આવેલું છે જેને થોળ સરોવરના નામે ઓળખવામાં આવે છે. જંગલની વચ્ચે એકદમ શાંત વાતાવરણ દેશ-વિદેશથી આવેલાં અસંખ્ય પક્ષીઓનો સુમધુર અવાજ અહીંના વાતાવરણને વધુ આહલાદક બનાવી દે છે. 

તળાવની આસપાસના જંગલમાં અનેક ઘટાદાર વૃક્ષો પણ આવેલાં છે જે આ સ્થળની શોભામાં વધારો કરે છે. ફોટોગ્રાફીના શોખીનો માટે પણ અહીંના કુદરતી સૌંદર્યને કેમેરામાં કેદ કરવા દૂર દૂરથી આવતા હોય છે. શહેરનાં ઘોંઘાટથી દૂર તમને અહીં નિરવ શાંતિનો અહેસાસ થશે. થોળ ખાતે આવતા યાયાવર પક્ષીઓ ઉપરાંત ફ્લેમિંગો, રાજહંસ, વિવિધ પ્રકારના બગલા, વચેટ કાજીયો અને નકટો જેવા સુંદર પક્ષીઓ પણ તમને અહીં જોવા મળશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news