જામનગરના જીજ્ઞાબેન નર્સરી બિઝનેસમાં કરે છે મહિને 3 લાખની કમાણી, બીજા લોકોને આપ્યો રોજગાર

ઓર્ગેનિક પ્રોડક્ટના સારા ભાવ મળતા વર્ષે 3 લાખની કમાણી કરી રહી છે આ મહિલા. આ પ્રોજેક્ટ થકી આસપાસના ગામની મહિલાઓને પણ મળે છે રોજગાર. બીજા બધા માટે પ્રેરણારૂપ છે આ નારીશક્તિની કહાની...

જામનગરના જીજ્ઞાબેન નર્સરી બિઝનેસમાં કરે છે મહિને 3 લાખની કમાણી, બીજા લોકોને આપ્યો રોજગાર

મુસ્તાક દલ, જામનગર: નારીનું જ્યાં ગૌરવ જળવાય છે ત્યાં જ દેવતાઓનો નિવાસ હોય છે. સદીઓથી ભારતીય સંસ્કૃતિ અને સમાજના સર્વાંગી વિકાસમાં મહિલાઓનો વિશેષ ફાળો છે. ત્યારે ક્યા ગામની મહિલાઓ નર્સરી ઉદ્યોગથી બની આત્મર્નિભર. વાંચો આ અહેવાલમાં નારી સંઘર્ષની વિગતવાર કહાની...

જામનગર જિલ્લાના આણંદપર ગામની મહિલાઓ સ્વ-સહાય જૂથની રચના કરીને આર્થિક રીતે પગભર બની છે. આણંદપર ગામની જીજ્ઞાબેન જેસડિયાએ વર્ષ 2020માં 10 મહિલાઓની સાથે સખી મંડળની રચના કરી. ગામમાં કોઈ નર્સરી ન હોવાથી મહિલાઓએ તેમણે નર્સરીની શરૂઆત કરી. જેમાં તેઓ નાળિયેરી, સ્ટ્રોબેરી, ગુલાબ, સફરજન, આંબો જેવા ફળ ફૂલોના રોપાઓ બનાવી તેનું વેચાણ કરે છે. 

નર્સરીમાં મહિલાઓ સ્ટ્રૉબેરીની ખેતી કરી સ્ટ્રોબેરીમાંથી જામ અને જેલી બનાવીને રિટેલ માર્કેટમાં વેચાણ કરે છે. રિટેલ માર્કેટમાં ઓર્ગેનિક પ્રોડક્ટના સારા ભાવ મળતા વર્ષે 3 લાખની કમાણી કરી જીજ્ઞાબેન આત્મનિર્ભર તો બન્યા. સાથે જ જીજ્ઞાબેનના આ સાહસના કારણે આસપાસનાગામની મહિલાઓને રોજગારી પણ મળી છે. ગામમાં નર્સરી ન હોવાથી મહિલાઓને બહાર ગામમાં રોજગારી માટે જવું પડતું નથી.. ત્યારે ગામની જ નર્સરીમાં કામ કરી સારી આવક મેળવીને મહિલાઓ પોતાના પરિવારનું ભરષપોષણ કરી રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news