ગુજરાતીઓ માટે ખુશખબર, અમેરિકાએ વિઝા માટે લીધો આ મોટો નિર્ણય

Green Card For Gujarati: અમેરિકી સરકારના જણાવ્યાનુસાર વિઝા મંજૂર કરવા માટેનો સમય ઘટાડવા ઘણા પગલા ભર્યા છે, જેમાં વધુમાં વધુ કેટેગરીઓમાં વિઝા ઇન્ટરવ્યૂમાં છૂટ આપવી એ જરૂરી છે. ભારતીય દૂતાવાસમાં વધુ કર્મચારીઓ, વિઝા માટે અરજી કરનારાઓનું જલદી સ્ક્રીનિંગ તથા અન્ય દૂતાવાસોના અધિકારીઓને પણ ભારતીયોને વિઝાની પ્રોસેસમાં સામેલ કરવા જેવા પગલાનો સમાવેશ થાય છે.

ગુજરાતીઓ માટે ખુશખબર, અમેરિકાએ વિઝા માટે લીધો આ મોટો નિર્ણય

Green Card For Gujarati: ગુજરાતમાંથી વિદેશ જવાનું સપનું એ સૌનું હોય છે. યુએસમાં શિકોગો તો ગુજરાતીઓથી જ ભરાયેલું છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાંથી મોટી સંખ્યામાં લોકો વિદેશમાં રહે છે. ગુજરાતીઓ માટે હવે લાખો રૂપિયા પણ ખર્ચ કરવા માટે તૈયાર હોય છે. એક નંબર નહીં તો બે નંબરમાં પણ લોકો અમેરિકા માટે લાઈનો લગાવે છે. હવે સારી બાબત એ છે કે, અમેરિકાએ સ્પષ્ટ કર્યું છે કે લોકોના લોકો સાથેના સંબંધો જ ભારત સાથેના સંબંધોનો આધાર  છે. જેને પગલે અમેરિકા વિઝા પ્રોસેસ સરળ બનાવશે અને  ભારતીયોએ વધુ રાહ નહીં જોવી પડે. વિઝા માટેનો સમય ઘટાડવો અમારી પહેલી પ્રાથમિકતા છે. વિઝા માટે તો સમય ઘટાડવા ઘણા પગલાં ભર્યા છે. ગુજરાતીઓ માટે આ સૌથી મોટી ખુશખબર છે કારણ કે ગુજરાતમાંથી અમેરિકા જવાનો ક્રેઝ એ સૌથી વધુ છે. અમેરિકામાં ગ્રીનકાર્ડ હોલ્ડર બનવું એ દરેક ગુજરાતીનું સપનું હોય છે. 

અમેરિકી સરકારના જણાવ્યાનુસાર વિઝા મંજૂર કરવા માટેનો સમય ઘટાડવા ઘણા પગલા ભર્યા છે, જેમાં વધુમાં વધુ કેટેગરીઓમાં વિઝા ઇન્ટરવ્યૂમાં છૂટ આપવી એ જરૂરી છે. ભારતીય દૂતાવાસમાં વધુ કર્મચારીઓ, વિઝા માટે અરજી કરનારાઓનું જલદી સ્ક્રીનિંગ તથા અન્ય દૂતાવાસોના અધિકારીઓને પણ ભારતીયોને વિઝાની પ્રોસેસમાં સામેલ કરવા જેવા પગલાનો સમાવેશ થાય છે. વિઝા માટે પહેલીવાર અરજી કરતા અરજદારોના વિઝા પ્રોસેસિંગમાં લાગતો સમય એક વર્ષ બે મહિના ઘટાડી દેવાયો છે. સાથે જ સ્ટુડન્ટ વિઝા, કર્મચારીઓ માટેના વિઝા તથા અગાઉ અમેરિકા જઇ ચૂક્યા છે તેવા લોકોને વિઝા મળવામાં લાગતા સમયમાં પણ ઘણો ઘટાડો થઇ ચુક્યો છે.

ફાઉન્ડેશન ફોર ઇન્ડિયા એન્ડ ઇન્ડિયન ડાયસ્પોરા સ્ટડીઝ (FIIDS) વિઝા પ્રોસેસિંગમાં લાગતો સમય ઘટાડવાનો મુદ્દો બાઇડેન સરકાર સમક્ષ વારંવાર ઉઠાવતું રહ્યું છે. અમેરિકી સરકારના એક અધિકારીએ કહ્યું કે અમે આ સમસ્યા ઉકેલવા તમામ પ્રયાસ કરી રહ્યા છે. સમય ઘટાડવો અમારી પહેલી પ્રાથમિકતા છે. 

અમેરિકી સરકારે ભારતીયો માટે વિઝા પ્રોસેસ સરળ બનાવવાની તૈયારીઓ હાથ ધરી છે. અમેરિકા જવા માગતા ભારતીયોએ હાલ વિઝા માટે લાંબા સમય સુધી રાહ જોવી પડે છે. આ સમયગાળો ઘટાડવા માટે લાંબા સમયથી માગ થઇ રહી છે. આ સંદર્ભે એક પ્રશ્નના ઉત્તરમાં અમેરિકી સરકારના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે લોકોના લોકો સાથેના સંબંધો જ ભારત-અમેરિકા સંબંધોનો આધાર છે. વિઝા પ્રોસેસમાં લાગતો સમય મહત્વનો છે અને અમે આ સમયગાળો ઘટાડવા માટે પ્રયાસ કરી રહ્યા છીએ. અમેરિકી વિદેશપ્રધાન એન્ટની બ્લિન્કને કહ્યું છે કે વિઝા માટેનો સમય અમારી પ્રાયોરિટીમાં છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news