અંબાલાલ પટેલની મઘા નક્ષત્ર પર વરસાદ આગાહી! પૂર્વા ફાલ્ગુની, ઉતરા ફાલ્ગુની, હસ્ત અને ચિત્રા પણ વરસશે

Gujarat Weather Updates: આગામી દિવસોમાં કેવો રહેશે વરસાદ? મઘા નક્ષત્રમાં કેવી રહેશી મેઘસવારી...જાણો શું કહ્યું જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે....અને હવામાન વિભાગની પણ કેવી છે તૈયારી...

અંબાલાલ પટેલની મઘા નક્ષત્ર પર વરસાદ આગાહી! પૂર્વા ફાલ્ગુની, ઉતરા ફાલ્ગુની, હસ્ત અને ચિત્રા પણ વરસશે

Ambalal Patel: ગુજરાતમાં વરસાદ અંગે ફરી એકવાર આગાહીકાર અંબાલાલ પટેલે વરસાદ અંગે મહત્ત્વની આગાહી કરી છે. અંબાલાલ પટેલે જણાવ્યું છેકે, આજથી મઘા નક્ષત્ર બેસી ગયું છે. મઘા નક્ષત્ર અને મેઘા એટલેકે, વરસાદનો ખાસ સંયોગ હોય છે. મઘા નક્ષત્ર બેસે એટલે વરસાદ વરસતો હોય છે. જેને પગલે ફરી એકવાર ગુજરાતમાં વરસાદી રાઉન્ડ શરૂ થશે. ફરી એકવાર રાજ્યના અલગ અલગ જિલ્લાઓને જળતરબોળ તરશે મેઘરાજા.

અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યુ છે કે, ગુજરાતમાં હવે વરસાદની ગતિવિધિઓ તેજ થશે. કંઈક અંશે સારો વરસાદ આવવાની શક્યતા છે. આગામી 24 કલાકમાં વરસાદી ઝાપટા પડવાના શરૂ થશે. 20 ઓગસ્ટના સુધીમાં વરસાદની ધરી નીચે આવશે. મધ્યપ્રદેશમાં વરસાદી વહન આવશે. જેના કારણે ગુજરાતમાં વરસાદ થશે. આ ઉપરાંત તેમણે જણાવ્યુ કે, 17 ઓગસ્ટથી એટલેકે, આજથી જ મઘા નક્ષત્ર બેસે છે અને વરસાદ થવાનું અનુમાન છે. જો મઘા વરસે તો પૂર્વા ફાલગુની, ઉતરા ફાલગુની, હસ્ત અને ચિત્રા નક્ષત્ર પણ થોડા ઘણા વરસે છે. મઘા નક્ષત્ર વરસે તો 21 ઓક્ટોબર સુધી થોડા ઘણા વરસાદની શક્યતા રહેશે.

અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યુંકે, ગુજરાતમાં હવે વરસાદની ગતિવિધિઓ તેજ થશે. કંઈક અંશે સારો વરસાદ આવવાની શક્યતા છે. આગામી 24 કલાકમાં વરસાદી ઝાપટા પડવાના શરૂ થશે. 20 ઓગસ્ટના સુધીમાં વરસાદની ધરી નીચે આવશે. મધ્યપ્રદેશમાં વરસાદી વહન આવશે. જેના કારણે ગુજરાતમાં વરસાદ થશે. આ ઉપરાંત તેમણે જણાવ્યુ કે, 17 ઓગસ્ટથી મઘા નક્ષત્ર બેસે છે અને વરસાદ થવાનું અનુમાન છે. જો મઘા વરસે તો પૂર્વા ફાલગુની, ઉતરા ફાલગુની, હસ્ત અને ચિત્રા નક્ષત્ર પણ થોડા ઘણા વરસે છે. મઘા નક્ષત્ર વરસે તો 21 ઓક્ટોબર સુધી થોડા ઘણા વરસાદની શક્યતા રહેશે.

હવામાન વિભાગની આગાહી અનુસાર બફારા અને ભેજયુક્ત વાતાવરણ વચ્ચે અમદાવાદમાં સામાન્ય વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. હાલ ગુજરાત પર કોઇ સિસ્ટમ સક્રિય નથી. હાલ ફીશરમેન અને કોસ્ટલની કોઇપણ પ્રકારની વોર્નિંગ આપવામાં આવી નથી. આ સાથે તેમણે એમ પણ જણાવ્યુ છે કે, હાલ કેટલાક દિવસોમાં ગુજરાત પર કોઇ સિસ્ટમની સંભાવના નથી.

ક્યા-ક્યા થઈ શકે છે વરસાદ?
અમદાવાદ હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યમાં 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો જેમકે નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં સામાન્ય વરસાદ થઇ શકે છે. આ સાથે ઉત્તર ગુજરાતમાં અમદાવાદ, દાહોદ, મહિસાગરના વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ રહેવાની આગાહી કરવામાં આવી છે. એક દિવસ બાદ ઉત્તર ગુજરાતમાં વરસાદ ન બરાબર થવાની શક્યકતા છે. દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલીમાં હળવો વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રની વાત કરીએ તો કચ્છમાં ડ્રાય જોવા મળશે. આ સાથે દક્ષિણ સૌરાષ્ટ્રમાં અમરેલી જૂનાગઢ, અને ગીર સોમનાથમાં સામાન્ય વરસાદ જોવા મળી શકે છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news