સુરતમાં ભડકો! એક-બે નહીં...સુરતની 27 ડાયમંડ કંપનીઓના ખાતા થયા ફ્રીઝ, શું છે મામલો?

સુરતમાં કેમ થઈ રહી છે હીરાની ચમક ઝાંખી...સુરતમાં કેમ એક બાદ એક ડાયમંડ પેઢીઓને થઈ રહ્યું છે નુકસાન...આવા અનેક સવાલો હવે સામે આવી રહ્યાં છે....

સુરતમાં ભડકો! એક-બે નહીં...સુરતની 27 ડાયમંડ કંપનીઓના ખાતા થયા ફ્રીઝ, શું છે મામલો?

Surat Latest News: તેલંગાણા અને કેરળ રાજ્યમાં સુરતની 27 ડાયમંડ કંપનીઓના ખાતા જપ્ત કરવામાં આવ્યા છે. આશ્ચર્યજનક એ છે કે આ તમામ જાણીતી કંપનીઓ છે, જેનો વર્ષોથી ઉત્તમ ટ્રેક રેકોર્ડ છે. આ કાર્યવાહી બાદ પરેશાન હીરા કંપનીઓના માલિકોએ સરકાર સાથે સીધી વાત કરવાનો નિર્ણય લીધો છે. આ 2 રાજ્યોના નિર્ણયને પગલે સુરતમાં હીરા માર્કેટમાં ખળભળાટ મચી ગયો છે. આ બંને રાજ્યોમાં ભાજપની સરકાર નથી. 

આ કેસની વધુ વિગતો એવી છે કે, ગુજરાતમાં સુરતની 27 ડાયમંડ કંપનીઓના ખાતા ફ્રીઝ કરવામાં આવ્યા છે. તેલંગાણા અને કેરળ રાજ્ય પોલીસની સૂચના બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. આ કંપનીઓમાં વિશ્વભરમાં ઓફિસો ધરાવતા કેટલાક ટોચના કુદરતી હીરા ઉત્પાદકોનો સમાવેશ થાય છે. એટલું જ નહીં, આ હીરા કંપનીઓનું વાર્ષિક ટર્નઓવર 10 કરોડ રૂપિયાથી વધુ છે.

દરેક કંપનીમાં સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય વ્યવહારો માટે ઓછામાં ઓછા ત્રણ બેંક ખાતા હોય છે. ખાતાઓ લગભગ 20 દિવસથી ખાતાઓ ફ્રીઝ છે. કથિત સાયબર ફ્રોડની તપાસ દરમિયાન, તેલંગાણા અને કેરળ પોલીસને જાણવા મળ્યું કે કેટલીક જ્વેલરી કંપનીઓએ શંકાસ્પદ વ્યવહારો દ્વારા નાણાં મેળવ્યા હતા, જેના કારણે આ કાર્યવાહી કરવામાં આવી હતી.

વિદેશી વ્યવહારો પર શંકા વધુ ઘેરી-
“પોલીસે માત્ર જ્વેલરી કંપનીઓના ખાતા જ અટેચ કર્યા નથી, પરંતુ તમામ લિંક્ડ એકાઉન્ટ્સ પણ ફ્રીઝ કરી દીધા છે. આનાથી કંપનીઓ ભારે અસુવિધા થઈ છે, કારણ કે તેઓ ચૂકવણી કરવામાં અથવા પૈસા ઉપાડવામાં અસમર્થ છે. હીરાના એક વેપારીનું કહેવું છે કે 'મેં એક કંપનીને કાચો માલ વેચ્યો હતો જેનું બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યું છે. મારા ખાતામાં પણ તે પેઢી સાથે વ્યવહારો થયા હોવાથી મારા કરંટ અને બચત બેંક ખાતાઓ પણ વિદેશી વ્યવહારોને કારણે ફ્રીઝ કરવામાં આવ્યા હતા. અનેક પ્રયાસો છતાં બેંક તરફથી હીરાના વેપારીને સ્પષ્ટ જવાબ આપવામાં આવ્યો ન હતો. સ્ટે ઓર્ડર પાછો ખેંચવાનો માર્ગ શોધવામાં વેપારીઓ નિષ્ફળ રહ્યા બાદ હીરા કંપનીઓએ હવે સરકારનો સંપર્ક કરવાનું નક્કી કર્યું છે.

ડાયમંડ કંપનીઓ ટેન્શનમાં-
ડાયમંડ કંપનીઓએ આ મુદ્દે ચિંતા વ્યક્ત કરતા જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલનો સંપર્ક કર્યો હતો. ડાયમંડ કંપનીઓ ચિંતિત છે કારણ કે માત્ર ડાયરેક્ટ લિંક્ડ એકાઉન્ટ્સ જ બ્લોક કરવામાં આવ્યા નથી, પરંતુ અન્ય લિંક્ડ એકાઉન્ટ્સ પણ બ્લોક કરવામાં આવ્યા છે. ધારો કે A નું ખાતું તપાસ માટે ફ્રીઝ કરવામાં આવ્યું છે, તો પછી પોલીસ બેંકને તે ગ્રાહકના B ના ખાતાને બ્લોક કરવાની સૂચના આપે છે. જો કે, હાલ B અને C બંને ખાતા બ્લોક કરી દેવામાં આવ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news