હાઈવે ઓથોરિટીના પાપે અમદાવાદના એસ.જી.હાઈવે પર ખડુ થયું ગાંડા બાવળનું સામ્રાજ્ય!
શરમજનક વાત એ છે કે જ્યારે ઉનાળામાં હાઈવે ઓથોરિટીનું તંત્ર ગ્રીન કવરમાં ઊગેલા છોડને ટેન્કરથી પાણી આપતું હોય છે ત્યારે શું આંખો મીંચીને તેઓ બાવળને પણ પાણી પાઈને મોટા કરે છે? શું બાવળ વિકાસ નિગમની જેમ વર્તી રહી છે હાઈવે ઓથોરિટી? કેમ આ કાંટાળા બાવળને પાણી પાઈને ગુલાબના છોડની જેમ ઉછેરી રહી છે હાઈવે ઓથોરિટી.
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ અમદાવાદના એસજી હાઈવે પર હાઈવે ઓથોરિટીના પાપે તોતિંગ વૃક્ષમાં તબદિલ થઈ રહ્યા છે ગાંડા બાવળ... જી હા... હાઈવે વચ્ચે ગ્રીન કવરમાં ગાંડા બાવળ, આકડા અને ઝાડી ઝાંખરાંનાં દ્રશ્યો જોઈને તમે પણ બોલી ઉઠશો કે આ ગુજરાતના સૌથી મોટા શહેરનો મોસ્ટ પ્રિમિયમ હાઈવે છે કે પછી કોઈ અંતરિયાળ તાલુકામાંથી પસાર થતો રસ્તો... જરા જુઓ... જે રસ્તાની આજુબાજુ ચમચમાતી કરોડો રૂપિયાની બિલ્ડિંગ બની છે અને જ્યાં રાત દિવસ બિઝનેસ હબ ધમધમી રહ્યાં છે એ જ હાઈવેના ગ્રીન કવરમાં સુશોભિત વનસ્પતિને બદલે ગાંડા બાવળ અને આકડા ઉગી ગયા છે.
માત્ર ઉગી ગયા છે એટલું જ નહીં,,, હાઈવે ઓથોરિટીએ કેટલા લાંબા સમયથી આ હાઈવેની સંભાળ લેવાનું છોડી દીધું છે તે આ બાવળને જોઈને તમે આસાનીથી અનુમાન લગાવી શકશો. જરા જુઓ... અમદાવાદ શહેરમાં જ્યાં G-20 સમિટની મહત્વની બેઠક મળવાની છે એ જ શહેરના સરખેજ-ગાંધીનગર હાઈવે પર ગાંડા બાવળનું સામ્રાજ્ય કેવી રીતે તૈયાર થઈ રહ્યું છે... હાઈવે ઓથોરિટીની ગ્રીન કવરની જાળવણીની વાતો માત્ર કાગળ પર દેખાઈ રહી છે. આ ગાંડા બાવળ અમદાવાદની આન-બાન અને શાન ગણાતા એસજી હાઈવે માટે કાંટાળો તાજ સાબિત થઈ રહ્યા છે. વાહનચાલકો માટે પણ ગાંડા બાવળ જોખમી બની ગયા છે.
શરમજનક વાત એ છે કે જ્યારે ઉનાળામાં હાઈવે ઓથોરિટીનું તંત્ર ગ્રીન કવરમાં ઊગેલા છોડને ટેન્કરથી પાણી આપતું હોય છે ત્યારે શું આંખો મીંચીને તેઓ બાવળને પણ પાણી પાઈને મોટા કરે છે? શું બાવળ વિકાસ નિગમની જેમ વર્તી રહી છે હાઈવે ઓથોરિટી? કેમ આ કાંટાળા બાવળને પાણી પાઈને ગુલાબના છોડની જેમ ઉછેરી રહી છે હાઈવે ઓથોરિટી. શું જનતાના પ્રતિનિધિઓને બ્યૂટિફિકેશનના નામે હાઈવેના ગ્રીન કવરમાં ઉગી ગયેલા અને હાલ તોતિંગ ઝાડમાં તબદિલ થવા જઈ રહેલા આ ગાંડા બાવળ દેખાતા નથી.
સરખેજ ચોકડીથી કર્ણાવતી ક્લબ સુધી એસજી હાઈવે વચ્ચે આવેલા ગ્રીન કવરમાં કચરા અને ગંદકીના પણ ઢગ ખડકાઈ ગયા છે પરંતુ નઘરોળ તંત્રને આ હાઈવે તરફ નજર નાખવાનો પણ સમય નથી. રોડની વચ્ચે વિશાળ ગાંડા બાવળના ઝાડ હોવા છતા ઓથોરિટી દ્વારા કાપવામાં આવ્યા નથી. ઝી 24 કલાક પૂછે છે સવાલ- શા માટે આ ગાંડા અને કાંટાળા બાવળને પાણી પીવડાવીને મોટા કરી રહ્યું છે તંત્ર? શું તંત્રને ઉપયોગી વનસ્પતિ અને હડકાયા બાવળ વચ્ચેનો ભેદ ખબર નથી...
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે