નગરપાલિકા ચૂંટણીના પરિણામનું મહાકવરેજ Live : ભાજપ જીત તરફ આગળ

31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગર પાલિકાઓની આજે મત ગણતરી. ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ZEE 24 કલાક પર દિવસભર જુઓ સૌથી ઝડપી અને સચોટ પરિણામ... નગરપાલિકાનું પરિણામ લાઈવ....

નગરપાલિકા ચૂંટણીના પરિણામનું મહાકવરેજ Live : ભાજપ જીત તરફ આગળ

ઝી મીડિયા/બ્યૂરો :આજે ગુજરાતમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી (gujarat election) નું પરિણામ આવશે. મતગણતરીની શરૂઆત થઈ ગઈ છે. 31 જિલ્લા પંચાયતોની ચૂંટણીની મતગણતરી થઈ રહી છે. 231 તાલુકા પંચાયતની ચૂંટણીની મતગણતરી થઈ રહી છે. તો સાથે જે 81 નગરપાલિકાની ચૂંટણીની મતગણતરી (Gujarat Municipal Election 2021) હાલ ચાલી રહી છે. જેમાં 31 જિલ્લા પંચાયતની 980 બેઠકોમાંથી 25 બેઠક બિનહરીફ થઈ છે. 31 જિલ્લા પંચાયતની 980 બેઠકો પર 2655 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં ભાજપના 955 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે 231 તાલુકા પંચાયતની 4774 બેઠક પર 117 બેઠક બિનહરીફ થઈ છે. 231 તાલુકા પંચાયતની 4774 બેઠક પર 12,265 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં ભાજપના 4,657 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. આ ઉપરાંત 81 નગરપાલિકાની 2720 બેઠકોમાંથી 95 બેઠક બિનહરીફ થઈ છે. 81 નગરપાલિકામાં 7246 ઉમેદવારો મેદાનમાં છે. ત્યારે જુઓ સચોટ પરિણામ લાઈવ...

કઈ કઈ નગરપાલિકામાં ભાજપનો વિજય 
ઊના, કડી, બારડોલી, મોરબી, ખેડા, નડિયાદ, વાંકાનેર, પાલનપુર, ભાભર, કડોદરા, ઉના, ડીસા, કલોલ મળીને કુલ 28 નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે. 

નગરપાલિકાની ચૂંટણીનું પરિણામ જુઓ Live :

  • ગેનીબેનનો ગઢ ભાભરમાં ભાજપનો વિજય થયો. ભાજપે ભાભર નગરપાલિકામાં સત્તા મેળવી. પાલનપુર નગરપાલિકામાં પણ ભાજને સત્તા મળી. આ સાથે 13 નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો.
  • કલોલ, ખેડા અને નડિયાદ નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો. આ સાથે 10 નગરપાલિકામાં ભાજપે ભગવો લહેરાવી દીધો છે. ઊના નગરપાલિકામાં ભાજપનો વિજય થયો છે. 
  • મોરબીમાં કોંગ્રેસનું ધોવાણ, નગરપાલિકામાં અત્યાર સુધી 27 બેઠકો ભાજપને મળી છે. બ્રિજેશ મેરજા ભાજપમાં જતા કોંગ્રેસનો સફાયો થયો. આમ અત્યાર સુધી 81 માંથી 6 નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાઈ ચૂક્યો છે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે જ કોંગ્રેસના નેતા બ્રિજેશ મેરજા પક્ષપલટો કરીને ભાજપમાં ગયા હતા. ગોંડલ નગરપાલિકામાં પણ ભાજપને બહુમતી મળી. આ સાથે 6 નગરપાલિકામાઁ ભાજપની વિજયપતાકા લહેરાઈ છે. 
  • સુરતની કડોદરા નગરપાલિકા પણ ભાજપના ફાળે આવી છે. આ સાથે જ ઉના, કડી, બારડોલી બાદ હવે કડોદરામાં ભાજપનો ભગવો લહેરાયો છે
  • અમરેલી નગરપાલિકા વોર્ડ નંબર 2 માં ભાજપની પેનલ વિજેતા બની. કુલ 44 બેઠકો પૈકી ભાજપને 8 બેઠક મળી છે. જોકે, અમરેલી નગરપાલિકામાં કોંગ્રેસને હજુ સુધી એકપણ બેઠક મળી નથી. પાટણ સિદ્ધપુર નગર પાલિકાના વોર્ડ નંબર 2 માં 3 અપક્ષ અને 1 ભાજપી ઉમેદવાર વિજયી થયા. આમોદ નગર પાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 1 અને વોર્ડ નંબર 2 માં કોંગ્રેસના સૂપડા સાફ
  • નગરપાલિકા વોર્ડ નં 1 બોરસદમાં ભાજપની પેનલ વિજેતા. અંકલેશ્વર નગર પાલિકામાં 1 નંબર માં ભાજપની પેનલની જીત. નિલેશ પટેલ, મનહરભાઈ મોદી ( અતુલ મોદી), કિંજલબેન ચૌહાણ અને કલ્પનાબેન મેરાઈનો વિજય થયો. 
  • ઉના નગરપાલિકાની ભાજપની 20 સીટો બિનહરીફ બાદ વોર્ડ નં 2 ની 3 સીટો પર ભાજપનો વિજય થયો. એક બેઠક પર અપક્ષનો વિજય થયો. 36 માંથી 23 માં પર ભાજપનો વિજય થયો. 
  • કચ્છમાં અંજાર નગરપાલિકામાં વોર્ડ નંબર 1 માં ભગવો લહેરાયો. 500 થી વધુ મતોથી ભાજપની પેનલ વિજેતા બની. 
  • નવસારીના વિજલપોર નગર પાલિકામાં વોર્ડ નં. 1 માં ભાજપની પેનલ વિજેતા થયો. વોર્ડ નં. 1 માં કેયુરીબેન જયદીપભાઈ દેસાઈ, શોભાદેવી રમેશભાઈ પ્રસાદ, જયેશભાઈ છોટુભાઈ નાયકા અને હિતેશભાઈ ધીરૂભાઈ ગેવરીયાનો વિજય થયો. 

No description available.

  • પોરબંદર છાંયા નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 1માં ભાજપની પેનલ વિજેતા બની. અરવલ્લી મોડાસા નગરપાલિકા વોર્ડ 1 માં ભાજપની જીત બની. ભાજપના ચાર ઉમેદવારોની પેનલનો વિજય થયો. બનાસકાંઠાના થરા નગરપાલિકાની પેટા ચૂંટણીની બંને બેઠકમાં ભાજપનો વિજય થયો.
  • ગીર સોમનાથમાં વેરાવળ નગરપાલિકામાં અપક્ષ ઉમેદવારે 01 બેઠક સાથે ખાતું ખોલાવ્યું
  • આમોદ નગરપાલિકામાં વોર્ડ નંબર 1 માં બીજેપીની આખે આખી પેનલ વિજેતા બની. તાલાલા નગરપાલિકામાં વોર્ડ નંબર 1 માં ભગવો લહેરાયો. ભાજપના ફાળે ૪ સીટ આવી. 

No description available.

  • ધ્રાંગધ્રા નગરપાલિકાના વોર્ડ નંબર 1 માં ભાજપની પેનલનો વિજય થયો. સુરેન્દ્રનગરમાં લીંબડી નગરપાલિકાના વોર્ડ નંબર 1 માં ભાજપની પેનલનો વિજય થયો.તો બારેજા નગરપાલિકા વોર્ડ નંબર 1 માં ભાજપની પેનલ જીતી. ગોંડલ નગરપાલિકા ચૂંટણી મતગણતરીમાં વોર્ડ 1 માં ભાજપની પેનલ વિજેતા બની.
  • ગણદેવી નગરપાલિકા વોર્ડ નંબર  1માં ભાજપની પેનલનો વિજય થયો. વોર્ડ નંબર 1 માં સારીકાબેન પટેલ, ભાવના અશોકકુમાર નાયક, ભાવેશકુમાર પટેલ અને પ્રાણલાલ પટેલનો વિજય થયો છે. તો બારડોલી નગરપાલિકાના વોર્ડ નં 1 માં ભાજપની પેનલનો વિજય થયો. વોર્ડ નંબર 1માં વિજયા પાટીલ, શોભના પટેલ, જીગ્નેશ રાઠોડ અને દક્ષેશ શેઠનો વિજય થયો.  

No description available.

  • મતગણતરીને શરૂ થઈને હજી માંડ 10 મિનીટ થયા ત્યાં ભાજપે જીતની શરૂઆત કરી છે. બોટાદ નગરપાલિકાના વોર્ડ નંબર 1 માં ભાજપનો વિજય થયો છે. બોટાદ નગરપાલિકાના વોર્ડ નંબર 1માં ભાજપના ચારેય ઉમેદવારનો વિજય થયો છે. વોર્ડ નંબર 1 ભાજપનો ગઢ ગણાય છે. 
  • અમદાવાદ વિરમગામ નગરપાલિકાની ૩૪ બેઠકો પર ત્રિપાંખીયો જંગ ચાલી રહ્યો છે. 36 બેઠકો પર ભાજપના ઉમેદવારો મેદાને છે. તો કોંગ્રેસના માત્ર 16, આપ 2 અને અપક્ષના 36 ઉમેદવારો મેદાનમાં છે. છેલ્લા 10 વર્ષથી નગરપાલિકામાં ભાજપનું શાસન છે. ત્યારે અહીં કોંગ્રેસે તમામ વોર્ડમાં લડવાનું ટાળી અપક્ષ ઉભા રાખ્યા છે. 

તાલુકા, જિલ્લા અને નગરપાલિકામાં ભવ્ચ જીતનો સીઆર પાટીલે વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, ભાજપના ઉમેદવારોની ભવ્ય જીત થવાની છે. મનપામાં ભાજપની ભવ્ય જીત થઈ છે. ત્યારે મનપા કરતા પણ વધુ લીડથી ભાજપના ઉમેદવાર જીતશે. ત્યારે પરિણામ પહેલા જ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે શહેરોની જેમ જ ગામડાઓમાં પણ ભાજપની ભવ્ય જીત થશે. મહાનગરોની જેમ જ તાલુકા-જિલ્લા અને પાલિકામાં ભાજપના ઉમેદવારોનો પ્રચંડ બહુમત સાથે વિજય થશે. પ્રચંડ વિજય બાદ ભાજપ ગુજરાતના વિકાસ, સમૃદ્ધિ અને સુવિધાને આગળ વધારશે.

આ પણ વાંચો : બેવફાએ આરીફે આયશાના મોત પહેલા જ ટીકટોક પર કહ્યું હતું કે, ‘તુમ રોઓગી, તડપોગી, પર...’

'ગુજરાતમાં જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકામાં કોંગ્રેસનો વિજય થશે' તેવો ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જીતનો વિશ્વાસ વ્યકત કર્યો. અમિત ચાવડાએ કહ્યું કે, વર્ષ 2015ની ચૂંટણીના પરિણામોનું પરિવર્તન થશે. જિલ્લા અને તાલુકા પંચાયતમાં ઊંચું મતદાન થતા કોંગ્રેસમાં ખુશીની લાગણી છે. કોંગ્રેસે વધુ મતદાનને ભાજપ સામેનો આક્રોશ ગણાવ્યો. મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામની અસર આ ચૂંટણીમાં નહીં થાય તેવો વિશ્વાસ અમિત ચાવડાએ વ્યકત કર્યો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news