ગુજરાતમાં મોસમનો મિજાજ એકાએક બદલાયો : વરસાદની આગાહી રેડમાંથી યલો એલર્ટ પર ખસી
Weather Updates : આજે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાનની આગાહી... આવતી કાલે અને પરમ દિવસે દક્ષિણ ગુજરાતમાં પડશે ભારે વરસાદ....
Trending Photos
Gujarat Weather Forecast : ગુજરાતમાં મોસમનો મિજાજ એકાએક બદલાયો છે. જ્યાં કાળાડિબાંગ વાદળોની ફૌજ હતી, ત્યાં હવે ફરી ગરમી અનુભવાઈ રહી છે. ગુજરાતની વરસાદની આગાહી રેડ પરથી ઓરેન્જ એલર્ટ પર ખસી ગઈ છે. આજથી 4 દિવસ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી છે. જોકે, આજે ગુજરાતમાં ક્યાંય ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી નથી.
હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, આવતી કાલે અને પરમ દિવસે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે. આવતીકાલે ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડશે. તો કાલે સુરત, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી છે. પરમ દિવસે બનાસકાંઠા, નવસારી, વલસાડમાં વરસાદની આગાહી છે. ગુજરાતના અનેક વિસ્તારમાં પણ સામાન્ય વરસાદની આગાહી છે. અમદાવાદમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે. આમ, હવામાન વિભાગની સાર્વત્રિક વરસાદની આગાહી છે.
અંબાલાલ પટેલની ભવિષ્યવાણી
હવામાન આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી આવી ગઈ છે. તેમણે આગામી 12 કલાકમાં રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. તેમણે કહ્યું કે, આજે અમદાવાદ ગાંધીનગરમાં વરસાદી ઝાપટા રહેશે. તો નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવવાની શક્યતા છે. રાજ્યના કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિ સર્જાશે. 24 કલાકમાં મોટાભાગના વિસ્તારમાં વરસાદની શક્યતા છે. પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. સુરત, નવસારીમાં પણ ભારે વરસાદની શક્યતા છે. રાજસ્થાન-ગુજરાતના બોર્ડર વિસ્તારમાં વરસાદની આગાહી છે. ઉદયપુર સહિતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. શામળાજી, વિજયનગરમાં ભારે વરસાદ શક્યતા છે. રાજસ્થાનના ભાગોમાં જળભરાવની સ્થિતિ સર્જાઈ શકે છે. રાજસ્થાન સંલગ્ન ગુજરાતના ભાગોમાં કાળજી રાખવી પડશે, અહી સ્થિતિ વણસી શકે છે. તો બનાસકાંઠા, મહેસાણામાં ભારે વરસાદથી શક્યતા છે.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે આગામી સાત દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. સુરત, નવસારી, વલસાડ, દમણ અને, દાદરા નગર હવેલીમાં આજે રેડ અલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે. તો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી,ખેડા, દાહોદ, મહીસાગર, નર્મદા, ભરૂચ, ડાંગ અને તાપીમાં આજે ઓરેન્જ અલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. અન્ય જિલ્લાઓમાં આજે ભારે વરસાદ સાથે યેલો અલર્ટ જાહેર કરાયું છે. આમ, આગામી બે દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાત્મક ઑફશોર ટ્રફ અને રાજસ્થાનમાં લો પ્રેસર બનતા રાજ્યમાં વરસાદ આવશે. અમદાવાદમાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે. તેથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.
અંબાલાલ પટેલની આગાહી
આગાહીકાર અંબાલાલ પટેલે કહ્યું કે, ભૌગોલિક સ્થિતિના કારણે દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે. 2 ઓગસ્ટથી 5 ઓગસ્ટ વચ્ચે દેશના પશ્ચિમ વિસ્તારોમાં ભારે વરસાદથી શક્યતા છે. 6 ઓગસ્ટ મધ્યપ્રદેશમાં ભારે વરસાદ પડશે. જેની અસર ગુજરાતમાં પણ થવાની શક્યતા છે. 8-9-10 ઓગસ્ટએ મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ રહેશે. 11-12 ઓગસ્ટમાં ગુજરાતમાં ભારે વરસાદ રહેશે. દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર આવવાની શક્યતા છે. તો દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. 23 ઓગસ્ટથી વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. 2 સપ્ટેમ્બરથી 7 સપ્ટેમ્બર સુધીમાં ગુજરાતનાં ઘણા ભાગોમાં સારો વરસાદ પડી શક્યતા છે.
ગુજરાતમાં હવે પૂર જેવો વરસાદ આવશે
દક્ષિણ ગુજરાતમાં ધમાકેદાર ધોધમાર વરસાદથી પૂર આવશે તેવી શક્યતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. ગુજરાતમાં સાર્વત્રિક વરસાદના માહોલ વચ્ચે અંબાલાલ પટેલની આગાહી આવી છે. અંબાલાલ પટેલે કહ્યું કે, ઓગસ્ટમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ આવી શકે છે. દક્ષિણ ગુજરાતમાં પૂરની સ્થિતિ બની શકે છે. દક્ષિણ સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી અને ભાવનગરના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. જામનગરમાં હળવાથી ભારે વરસાદ આવી શકે છે. તો ઉત્તર સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થઈ શકે છે. કચ્છમાં ભારે વરસાદી ઝાપટાં આવી શકે છે. ઉત્તર મધ્ય ગુજરાતના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ રહેશે. કેટલાક ભાગોમાં ભારે વરસાદ આવી શકે છે.
તેમણે વધુમાં કહ્યું કે, ઉત્તર ભારતમાં લો પ્રેશર બનતા બહોળા વિસ્તારમાં પૂર્વ ભારત, મહારાષ્ટ્ર, કચ્છ બહોળો વિસ્તાર વરસાદનો બનશે. સાયક્લોનિક સર્ક્યુલેશન બનતા ઉત્તર ભારતથી મહારાષ્ટ્ર સુધી વરસાદ થઈ શકે છે. ચોમાસાની ધરી દક્ષિણ તરફ હોવાના કારણે ૩૦ જૂલાઈ સુધી ગુજરાતમાં સારો વરસાદ થશે. ઓગસ્ટ માસમાં સારા વરસાદી ઝાપટાં આવશે. ૧૬ થી ૨૨ ઓગસ્ટમાં વરસાદ આવી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે