ગુજરાતમાં ચાઈનીઝ દોરીનો આતંક! રાજકોટમાં ગળું કપાતા 7 વર્ષના બાળકનું મોત, પરિવારમાં માતમ
રાજકોટ-કોઠારિયા રોડ પર ચાઇનીઝ દોરીથી ગળું કપાતા ૭ વર્ષના બાળકનું મોત થયું છે. ઋષભ વર્મા નામના બાળકનું મોત થતા પરિવારમાં તહેવારનો માહોલ આક્રંદમાં છવાયો છે. બાળકને દોરી વાગતા તેણે ઇજાગ્રસ્ત હાલતમાં સિવીલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો.
Trending Photos
રાજકોટ: ઉત્તરાયણના દિવસે ઈમર્જન્સી કેસોમાં વધારો થયો છે. ચાઈનીઝ દોરીના વેચાણ પણ પોલીસે તવાઈ બોલાવ્યા પછી પણ તેનો ઉપયોગ બંધ થયો નથી. લોકોમાં હજીયે ચાઈનીઝ દોરી પ્રત્યે જાગૃતિ આવી નથી. ત્યારે રાજકોટમાં ઉત્તરાયણના સમી સાંજે રાજકોટ-કોઠારિયા રોડ પર ચાઇનીઝ દોરીથી ગળું કપાતા બાળકનું મોત થયું છે. 7 વર્ષના બાળકનું ચાઇનીઝ દોરીથી ગળું કપાતા મોત થતાં પરિવારમાં આક્રંદનો માહોલ છે.
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, રાજકોટ-કોઠારિયા રોડ પર ચાઇનીઝ દોરીથી ગળું કપાતા ૭ વર્ષના બાળકનું મોત થયું છે. ઋષભ વર્મા નામના બાળકનું મોત થતા પરિવારમાં તહેવારનો માહોલ આક્રંદમાં છવાયો છે. બાળકને દોરી વાગતા તેણે ઇજાગ્રસ્ત હાલતમાં સિવીલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો, જોકે ફરજ પરના ડોક્ટરે બાળકને મૃત જાહેર કર્યો હતો. બાળક લોઠડા ગામનો રહેવાસી છે અને બપોરના સમયે કોઠારિયા શાકમાર્કેટ પાસેથી પસાર થતા સમયે આ ઘટના બની હતી.
ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં એક પછી એક ચાઈનીઝ દોરીથી લોકો ભોગ બની રહ્યા છે. રાજકોટમાં આ કેસ પહેલા એક તરુણ ચાઈનીઝ દોરીનો ભોગ બન્યો છે. રાજકોટના બેડી વિસ્તારમાં એક તરૂણને ચાઈનીઝ દોરીથી ઈજા થતાં 29 ટાંકા આવ્યાં હતા. તેને હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો. બીજી બાજુ મહેસાણાના વિસનગરમાં 3 વર્ષની બાળકીનો ચાઈનીઝ દોરીએ જીવ લીધો છે.
મહેસાણામાં બાળકીનું મોત
વિસનગરના કડા દરવાજા પાસે આ ઘટના બની હતી. જેમાં 3 વર્ષીય માસૂમ બાળાનું ચાઈનીઝ દોરીથી મોત નિપજ્યું છે. તેની માતા તેડીને જતી હતી એ વખતે ચાઇનીઝ દોરી વાગી હતી. આ ઘટનામાં ક્રિષ્ના ઠાકોર નામની બાળાનું મોત નિપજ્યું છે. બાળકીના ગળામાં ભાગમાં દોરી વાગી હતી. બાળકીના મોતને લઇ પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
વિસનગરમાં એક પરિવાર માટે ઉત્તરાયણ માતમ સમાન બની ગઈ છે. ચાઈનીઝ દોરીના કારણે એક ત્રણ વર્ષની બાળકીનું મોત નિપજ્યું છે. બાળકીને ગળાના ભાગે દોરી વાગતાં તેનું મોત નિપજ્યું છે. બાળકીનું મોત થતાં પરિવારમાં આક્રંદ જોવા મળ્યો હતો. કડા દરવાજા વિસ્તારમાં માતા બાળકીને તેડીને લઈને આવતા હતાં ત્યારે અચાનક બાળકીને ગળામાં ચાઈનીઝ દોરી વાગી હતી. બાળકીને દોરી વાગતા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, પરંતુ તેને મૃત જાહેર કરવામાં આવી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે