રાજકારણ! ગુજરાતમાં ભાજપે 2 જિલ્લા પ્રમુખ સહિત આખી સમિતીને કરી દીધી ઘરભેગી, ઘણાના અરમાનો તૂટ્યા
આજે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલે બનાસકાંઠા અને દ્વારકા જિલ્લાની મુખ્ય સમિતિ વિખેરી નાંખવામાં આવી છે. બંને જિલ્લાના પ્રમુખોએ વ્યક્તિગત કારણોસર જવાબદારી સંભાળવા પ્રતિકૂળતા હોવાની રજૂઆત કરી હતી.
Trending Photos
ઝી બ્યુરો/ગાંધીનગર: લોકસભા ચૂંટણી 2024 અંગે અત્યારથી જ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ દ્વારા આજે ફરી એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત ભાજપે 2 જિલ્લાની સમિતિનું વિસર્જન કરી નાંખ્યું છે. બનાસકાંઠા અને દ્વારકાની મુખ્ય સમિતિનું વિસર્જન કરાયું છે.
આજે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલે બનાસકાંઠા અને દ્વારકા જિલ્લાની મુખ્ય સમિતિ વિખેરી નાંખવામાં આવી છે. બંને જિલ્લાના પ્રમુખોએ વ્યક્તિગત કારણોસર જવાબદારી સંભાળવા પ્રતિકૂળતા હોવાની રજૂઆત કરી હતી. જેના કારણે બનાસકાંઠા જિલ્લા પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણ સામે અનેક પડકારો હતા. વિધાનસભા ચૂંટણીમાં વિપરીત પરિણામો પણ મોટું કારણ માનવામાં આવે છે. બનાસકાંઠા જિલ્લાની 9માંથી ફક્ત 4 બેઠકો ભાજપ જીત્યું હતું.
જેના કારણે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખે બંને જિલ્લાના સમગ્ર સંગઠનને વિખેરી નાખવાનો નિર્ણય લીધો છે. જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રમુખ ખીમભાઈ જોગલની તબિયત છેલ્લા કેટલાક સમયથી નાદુરસ્ત હોવાથી તેમની સાથે સમગ્ર સંગઠનને વિખેરી નાખવાનો નિર્ણય કરાયો છે. હવે આગામી કેટલાક દિવસોમાં બંને જિલ્લામાં નવા પ્રમુખોની નિમણૂક કરાશે. જુના સંગઠન ઉપરાંત જિલ્લાના કેટલાક મજબૂત ચહેરાઓમાંથી નવા પ્રમુખ બની શકે છે.
નોંધનીય છે કે, પૂર્વ DGPને બદનામ કરવાના ષડયંત્રના મામલે ભાજપ OBC મોરચાના કારોબારી સભ્ય જી કે પ્રજાપતિને સસ્પેન્ડ કરાયા છે. ભાજપ પ્રમુખ સીઆર પાટિલે સસ્પેન્ડ કર્યા છે. આજે જ ATS એ પ્રેસ કોન્ફરન્સ કરીને સમગ્ર કાવતરાને ખુલ્લું પાડ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, રવિવારે મોડી સાંજે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી હતી. લોકસભા ચૂંટણીમાં દરેક બેઠક પર અલગથી પ્રભારી મુકવાની જાહેરાત કરી હતી અને તેના માટે નવસારીમાં અશોક ધોરાજિયાને પ્રભારીની જવાબદારી સોંપવામાં આવી. બીજી બાજુ નવસારીના સાંસદ અને પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલનું નવસારી જિલ્લા ભાજપે ભવ્ય અભિવાદન કર્યુ હતુ. સાથે જ 2024માં પેજ સમિતિના બ્રહ્માસ્ત્ર થકી નવસારી લોકસભા જીતવાનો સંકલ્પ પણ કર્યો હતો.
ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં નવસારી લોકસભા બેઠક પર ભવ્ય જીત મેળવવામાં કારગર સાબિત થયેલા પેજ સમિતિના બ્રહ્માસ્ત્રનો ઉપયોગ ભાજપને ફળ્યો હતો. પેજ સમિતિની રણનીતિથી ગુજરાતમાં 182 બેઠકો જીતવામાં પાટિલના દાવા સામે કોંગ્રેસની આંતરિક રણનીતિ અને આમ આદમી પાર્ટીના પ્રચારને કારણે ભાજપ વધુ બેઠક મેળવે એવી સ્થિતિ રાજકીય પંડિતોને દેખાતી ન હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે