પિતા પોતાના દીકરાને માતા પાસેથી લઈ જાય તો એ અપહરણ ન ગણાય : હાઈકોર્ટ
Gujarat Highcourt On Child Custody : આણંદમાં એક મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી કે, તેના પતિ અને ડ્રાઈવરે ઘરમાં જબરદસ્તીથી ઘૂસીને તેના ત્રણ વર્ષના દીકરાનું અપરહણ કરીને તેની સાથે લઈ ગયા હતા
Trending Photos
Gujarat Highcourt : આણંદમા એક મહિલાએ પોતાના પતિ સામે ફરિયાદ નોંધાવી હતી કે, તેનો પતિ તેના પાંચ વર્ષના બાળકનું અપહરણ કરીને લઈ ગયો છે. ત્યારે આ ફરિયાદને રદ કરવા બાળકના પિતાએ પણ અરજી કરી હતી. જેથી ગુજરાત હોઈકોર્ટે બાળકના પિતાના તરફેણમાં અરજી ગ્રાહ્ય રાખી છે.
આ અંગે હાઈકોર્ટે નોંધ્યું કે, અરજદાર કરનાર બાળકનો કુદરતી રીતે પિતા અને કાયદેસરનો વાલી છે. તેથી તે પોતાના દીકરાને માતા પાસેથી લઈ જાય તો તે ગુનો ગણી શકાય નહિ. સાથે જ અપહરણનો ગુનો પણ ત્યારે જ લાગુ પડે જ્યારે કોઈ વ્યક્તિનું કાયદેસર રીતે અપહરણ કરાયું હોય. કોઈ અજાણી વ્યક્તિ અપહરણ કરે તો જ તે અપહરણ ગણાય. માતાપિતા બાળકના કાયેદસના વાલીવારસ છે.
આ અંગની ફરિયાદ એવી હતી કે, આણંદમાં એક મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી કે, તેના પતિ અને ડ્રાઈવરે ઘરમાં જબરદસ્તીથી ઘૂસીને તેના ત્રણ વર્ષના દીકરાનું અપરહણ કરીને તેની સાથે લગઈ ગયા હતા. તેમના પતિએ તેમના બાળકનું અપહરણ કર્યું છે. ત્યારે હાઈકોર્ટે અવલોકન કર્યું કે, પાંચ વર્ષથી નાના સંતાનને માતા પાસેથી પિતા લઈ લે તો તે અપહરણ ગણાય નહિ.
અરજદારના વકીલે કોર્ટમાં રજૂઆત કરી કે, પિતા જ્યારે બાળકનો કાયદેસરનો વાલી છે, તો તેને પણ માતાની જેમ કસ્ટડી મેળવવાનો હક છે. સાથે જ તેના પર લગાવવામાં આવેલો આઈપીસીસીની કલમ 361 ની હેઠળનો ગુનો પણ લાગુ કરી શકાય નહિ. તેથી અમે માતા દ્વારા કરવામા આવેલી અરજીનો વિરોધ કરીએ છીએ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે