બળાત્કારનો આરોપી મેડિકલ ટેસ્ટમાં નપુસંક નીકળ્યો, યુવતી ભર કોર્ટમાં એવી ભોંઠી પડી કે
gujarat high court bail to rape accused : મહિલાએ રેપનો આરોપ મૂક્યા બાદ આરોપીનો ત્રણવાર મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં ત્રણેયવારમાં તે નપુંસક હોવાનું ખૂલ્યુ હતું, અંતે કોર્ટે તેને જામીન આપ્યા
Trending Photos
Gujarat Highcourt : દેશભરમાં મહિલાઓ પર બળાત્કારના કિસ્સા વધી રહ્યાં છે. પરંતુ ગુજરાતમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે, જે ચોંકાવનારો છે. બળાત્કારનો આરોપી મેડિકલ રિપોર્ટમાં નપુંસક હોવાનું ખૂલ્યું છે. મેડિકલ ટેસ્ટમાં આરોપી એકવાર નહિ, પરંતુ ત્રણ-ત્રણ વાર નપુંસક સાબિત થયો છે. જેથી ગુજરાત હાઈકોર્ટ તમામ દલીલો બાત આરોપીને જામીન આપ્યા છે.
27 વર્ષીય મહિલાએ લગાવ્યો હતો આરોપ
આ કિસ્સામાં એક 27 વર્ષીય મહિલાએ આરોપ લગાવ્યો હતો કે, 55 વર્ષીય ફોટોગ્રાફર પ્રશાંત ધાનકે તેની સાથે બળાત્કાર કર્યો હતો. આ ઘટના ગત વર્ષ નવેમ્બર મહિલનાની છે. જ્યાં મહિલાએ ફોટોગ્રાફ સામે ફરિયાદ દાખલ કરી હતી. મહિલાની ફરિયાદ પર 23 ડિસમ્બર, 2022 ના રોજ પ્રશાંત ધાનકની ધરપકડ કરવામાં આવી હતી. મહિલાએ આરોપ લગાવ્યો કે, પ્રશાંતે તેને મોડલિંગ એસાઈમેન્ટની લાલચ આપીને તેની સાથે રેપ કર્યો હતો.
મહિલાએ ફરિયાદમાં કહ્યુ હતું કે, ગત વર્ષે નવેમ્બર મહિનામાં વિજય સ્કવેર પાસે એક હોટલમાં પ્રશાંત ધનાક તેને લઈ ગયો હતો. જ્યાં તેની સાથે રેપ કરવામાં આવ્યો હતો. ધનાક પર બળાત્કાર ઉપરાંત ફોજદારી ધમકીનો પણ ગુનો દાખલ કરાયો હતો. જેથી 2 માર્ચના રોજ સેશન્સ કોર્ટે બળાત્કારના આરોપીને જામીન આપવાનો ઈન્કાર કર્યો હતો. જોકે, તેના વકીલે કોર્ટમાં કહ્યું કે, મહિલાએ જેની સામે ફરિયાદ કરી છે તે વ્યક્તિ નપુંસક છે.
રેપનો કેસ નોંધાયા બાદ મહિલાની મેડિકલ તપાસ કરવામાં આવી હતી. પુરુષની તપાસ માટે વીર્ય એકત્ર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આવું એક વખત નહિ પરંતુ ત્રણ વખત કરવામાં આવ્યું પરંતુ ત્રણેય પ્રયાસો નિષ્ફળ ગયા. ડોક્ટરોએ રિપોર્ટમાં જણાવ્યું હતું કે પુરુષની તપાસમાં જાણવા મળ્યું કે તેને ન તો ઉત્થાન હતું કે ન તો સ્ખલન. પોલીસ તપાસ દરમિયાન અલગ-અલગ દિવસે અને પ્રસંગોએ આરોપીઓના વીર્ય એકત્ર કરવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા, જેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.
આમ, અંતે વકીલે કોર્ટમાં કહ્યુ હતું કે, મહિલાએ રૂપિયાની માંગણી માટે આવુ કર્યુ હતું. જ્યારે તે સંતુષ્ટ ન થઈ એટલે બળાત્કારની ફરિયાદ લગાવી. જોકે, તમામ દલીલો બાદ જસ્ટિસ સમીર દવેએ ધનકને રૂ. 10,000ના અંગત બોન્ડ અને એટલી જ રકમની જામીન પર જામીન આપ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે