કપિલ શર્માને મોટો ઝટકો, રિલીઝ થયાની સાથે જ ઓનલાઇન લીક થઈ ગઈ ફિલ્મ Zwigato

Kapil Sharma Film Zwigato Online Leak: કપિલ શર્માની ફિલ્મ Zwigato 17 માર્ચે થિયેટરમાં રિલીઝ થઈ હતી. રિપોર્ટ અનુસાર પહેલા દિવસે જ ફિલ્મ પાયરસીનો શિકાર થઈ ગઈ છે. હવે લોકો ફ્રીમાં તેને ડાઉનલોડ કરી શકે છે. ફિલ્મ અલગ અલગ પ્લેટફોર્મ પર વાયરલ થઈ છે.

કપિલ શર્માને મોટો ઝટકો, રિલીઝ થયાની સાથે જ ઓનલાઇન લીક થઈ ગઈ ફિલ્મ Zwigato

Kapil Sharma Film Zwigato Online Leak: કોમેડિયન કપિલ શર્માની ફિલ્મ Zwigato સિનેમાઘરમાં રિલીઝ થઈ ચૂકી છે. આ ફિલ્મમાં કપિલ શર્મા ફૂડ ડીલેવરી બોયનો રોલ પ્લે કરી રહ્યો છે. જે પોતાના પરિવારની જવાબદારીઓ અને જરૂરિયાતોને પૂરી કરવા માટે સંઘર્ષ કરતો જોવા મળે છે. આ ફિલ્મને દર્શકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. પરંતુ કપિલ શર્મા માટે ખરાબ સમાચાર એ છે કે ફિલ્મ Zwigato રિલીઝ થયાના થોડા જ કલાકોમાં તે ઓનલાઈન લીક થઈ ગઈ છે.

કપિલ શર્માની ફિલ્મ Zwigato 17 માર્ચે થિયેટરમાં રિલીઝ થઈ હતી. રિપોર્ટ અનુસાર પહેલા દિવસે જ ફિલ્મ પાયરસીનો શિકાર થઈ ગઈ છે. હવે લોકો ફ્રીમાં તેને ડાઉનલોડ કરી શકે છે. ફિલ્મ અલગ અલગ પ્લેટફોર્મ પર વાયરલ થઈ છે. એચડી ક્વોલિટી સાથે લોકો આ ફિલ્મને અલગ અલગ સાઈટ પર સર્ચ કરી રહ્યા છે. Zwigato ફિલ્મ ટેલિગ્રામ સહિતની સાઈટ ઉપર ઓનલાઈન અવેલેબલ થઈ ગઈ છે.

આ પણ વાંચો: 

Zwigato ફિલ્મ ઓનલાઈન લીક થઈ ગઈ હોવાથી હવે તેની કમાણી ઉપર મોટી અસર થશે. આમ પણ ફિલ્મ પહેલા દિવસથી જ ઓછી કમાણી કરી રહી છે ઓપનિંગ ડે પર કપિલ શર્માને ખાસ પ્રતિસાદ મળ્યો નથી. ફિલ્મની કમાણીના શરૂઆતના આંકડા ખૂબ જ નિરાશાજનક છે. કપિલ શર્માની ફિલ્મે પહેલા દિવસે માત્ર 50 લાખનો બિઝનેસ કર્યો હતો. જ્યારે મેકર્સને આશા એક કરોડના કલેક્શનની હતી.

કપિલ શર્માની ફિલ્મના કલેક્શનને અન્ય બે ફિલ્મો પણ અસર કરી રહી છે. થોડા દિવસો પહેલા જ રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂરની તું જૂઠી મેં મક્કાર ફિલ્મ રિલીઝ થઈ છે. આ ફિલ્મ સારી કમાણી કરી રહી છે અને હજુ પણ દર્શકોને આકર્ષી રહી છે. તો બીજી તરફ કપિલ શર્માની ફિલ્મની સાથે જ રાની મુખર્જીની ફિલ્મ મિસિસ ચેટરજી વર્સીસ નોર્વે રિલીઝ થઈ છે. આ બંને ફિલ્મોના કારણે પણ કપિલ શર્માની ફિલ્મના કલેકશનને અસર થઈ શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news