ગુજરાત હાઈકોર્ટની ગંભીર ટકોર : માણસોના સ્વાર્થ માટે પશુઓના મૃત્યુ નહીં ચલાવી લેવાય

Gujarat Highcourt : રાજ્યમાં નિર્દોષ પશુઓના મૃત્યુ પર હાઈકોર્ટે વ્યક્ત કરી ચિંતા... માણસોના સ્વાર્થ માટે પશુઓના મૃત્યુ નહીં ચલાવાય તેવી ટકોર કરી... તેમજ આવતીકાલ સુધીમાં વિગતથી અહેવાલ આપવા સૂચના..

ગુજરાત હાઈકોર્ટની ગંભીર ટકોર : માણસોના સ્વાર્થ માટે પશુઓના મૃત્યુ નહીં ચલાવી લેવાય

gujarat highcourt on cattle policy : આજે રખડતા ઢોરના ત્રાસના મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થઈ હતી. જેમાં નિર્દોષ પશુઓના મૃત્યુ બાબતે હાઈકોર્ટે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. હાઈકોર્ટે તંત્રને ટકોર કરતા કહ્યું કે, માણસોના સ્વાર્થ અને લાભ માટે નિર્દોષ પશુઓના મોત ચલાવી લેવાશે નહી. વ્યક્તિઓના નિહિત સ્વાર્થમાં અબોલ જીવ મરે એ પ્રકારની જે પણ ડિઝાઈન હશે એ પણ ચલાવી લેવાશે નહી. ઢોર નિયંત્રણ નિતિની અમલવારીની આડમાં પશુઓના મોત થતા હશે તો એ પણ ચલાવી નહિ લેવાય. વ્યક્તિઓના સ્વાર્થમાં નિર્દોષ પશુઓના જીવ લેવાની ઘટના ભાગીદારોને ભગવાન પણ માફ નહી કરે.

કામગીરીની આડમાં નિર્દોષના જીવ ન જવા જોઈએ
આજે સુનાવણીમાં નડિયાદમાં અને અમદાવાદમાં ગાયોના મોતના મુદ્દાને હાઈકોર્ટે ગંભીરતાથી લીધો છે. આ સાથે જ ઢોર વાડાઓની પશુઓને રાખવાની ક્ષમતા, તેમને અપાતા ચારા, મેડિકલ ટ્રીટમેન્ટ સહિતની વિગતો તત્કાલ રજૂ કરવા કોર્ટે હુકમ કર્યો છે. સાથે જ હાઈકોર્ટે કહ્યું કે,  પ્રશાસનની કામગીરીની આડમાં નિર્દોષના જીવ જતા હોય તે નહિ ચલાવી લેવાય. 

સાથે જ રાજ્ય સરકાર નડિયાદ કલેક્ટર અને જવાબદાર પક્ષકારોને આ તમામ મુદ્દે એક જ દિવસમાં રિપોર્ટ રજૂ કરવા હાઈકોર્ટે હુકમ કર્યો છે. આવતીકાલ સુધીમાં તમામ મુદ્દાઓનો વિસ્તૃત રિપોર્ટ કોર્ટના રેકોર્ડ પર મુકવા હુકમ કરાયો છે. 

બેદરકારી નહિ ચલાવી લેવાય - હાઈકોર્ટ 
હાઈકોર્ટે કહ્યું કે, આ ગંભીર પ્રકારના મામલામાં કોઈપણની બેદરકારી ચલાવી લેવાશે નહીં.  પશુ માલિકો તરફથી થયેલી રજૂઆતો બાબતે પણ સરકાર સંજ્ઞાન લઈ યોગ્ય જવાબ રજૂ કરે. જો પશુઓની યોગ્ય માવજત નહીં થાય અને મોત થશે તો ભગવાન પણ આપણને માફ નહીં કરે તેવી ટકોર હાઈકોર્ટ દ્વારા કરાઈ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news